Tirupati Laddu Row: મંદિરમાં પ્રસાદ બનાવવા માટે વપરાતા ઘીમાં માછલીનું તેલ, ગૈમાસની ચરબી જેવી વસ્તુઓ જેને લઈને હવે હિન્દુઓમાં આક્રોશ ફેલાયો છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમાંથી પશુઓની (Tirupati Laddu Row) ચરબી મળી આવતા દેશમાં હોબાળો મચી ગયો છે. લેબ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવા માટે વપરાતું દેશી ઘી ભેળસેળયુક્ત હતું. સોયાબીન, સૂર્યમુખી, ઓલિવ, નારિયેળ, કપાસના બીજ અને ફ્લેક્સસીડ ઉપરાંત, તેમાં માછલીનું તેલ, ગૈમાસની ચરબી જેવી વસ્તુઓ હતી. આરોગ્ય નિષ્ણાતો દેશી ઘીને સારી ચરબી કહે છે પરંતુ તેમાં ભેળસેળ જીવલેણ બની શકે છે. તો ચાલો જાણીએ કે તમે જે ઘી ખાઈ રહ્યા છો તે શુદ્ધ છે કે ભેળસેળવાળું તેને કેવી રીતે ઓળખી શકશો.
એક જાણીતા હેલ્થ અને ફિટનેસ નિષ્ણાતે વીડિયોમાં દેશી ઘી (Tirupati Laddu Row) ઓળખવાની ઘણી રીતો સમજાવી છે. સૌથી પહેલા પાણી પરીક્ષણ: એક ગ્લાસમાં સાદું પાણી લો. આ પાણીમાં એક ચમચી ઘી નાખો. જો ઘી ચોખ્ખું હશે તો તે પાણી પર તરે છે અને જો તેમાં ભેળસેળ હશે તો તે પાણીમાં ડૂબી જશે. તે બાદ ગલન પરીક્ષણ: એક તપેલીમાં થોડું સ્થિર ઘી લો અને તેને ગરમ કરો. જો ઘી ચોખ્ખું હોય તો તે તરત જ ઓગળી જશે અને બ્રાઉન રંગનું થઈ જશે. જો તેમાં ભેળસેળ હોય તો તે ઓગળવામાં સમય લેશે અને પીળું દેખાશે. આયોડિન પરીક્ષણ: જો તમારા ઘરમાં આયોડીન હોય તો એક ચમચી ઘીમાં થોડું આયોડીન મિક્સ કરો. જો ઘી જાંબળી રંગનું થઈ જાય તો તેનો અર્થ એ છે કે તેમાં થોડી ભેળસેળ છે.
ADVERTISEMENT
સુગર ટેસ્ટ: એક ચમચી ઘી (Tirupati Laddu Row) અને સમાન માત્રામાં ખાંડ લો. બંનેને ગરમ કરો. જો ખાંડ તરત જ ઓગળે નહીં અને ગઠ્ઠો બની જાય, તો તેનો અર્થ એ છે કે ઘીમાં ભેળસેળ છે. ડેરી પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા જણાવ્યા અનુસાર તમારી હથેળી પર એક ચમચી ગાયનું ઘી લો. જો ઘી ઓગળવા લાગે તો તેનો અર્થ એ કે તે શુદ્ધ છે. જો તે ઓગળે નહીં તો તેમાં ભેળસેળ થઈ શકે છે. ગાયનું ઘી શરીરના તાપમાને ઓગળવા લાગે છે.
ઘણા લોકો ઘી ભેળસેળવાળું (Tirupati Laddu Row) છે કે કેમ તે જાણવા માટે તેને સૂંઘે છે. જો ઘીમાં ભેળસેળ હોય તો તેમાં થોડી કૃત્રિમ ગંધ હોય છે અને સ્વાદ પણ બદલાય છે. શુદ્ધ ઘી સ્પષ્ટ દેખાય છે અને તેનું ટેક્સચર પણ એકદમ સ્મૂધ છે. ફેટ કે પામ ઓઈલ જેવા ઘીમાં કોઈ ભેળસેળ હોય તો તે ગઠ્ઠા જેવું દેખાશે. તે બે પ્રકારના રંગોમાં દેખાશે. શુદ્ધ ઘીની સૌથી મોટી ઓળખ એ છે કે તે ઓરડાના તાપમાને પણ પ્રવાહી સ્વરૂપમાં રહે છે.