Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > મિનિમમ પ્રોડક્ટ સાથે મૅક્સિમમ સંભાળ : સ્કિન-સ્ટ્રીમિંગ

મિનિમમ પ્રોડક્ટ સાથે મૅક્સિમમ સંભાળ : સ્કિન-સ્ટ્રીમિંગ

09 May, 2024 07:32 AM IST | Mumbai
Laxmi Vanita

ઘરની બહાર નીકળવાના અડધો કલાક પહેલાં જ સનસ્ક્રીન લગાવી લેવું જેથી એ ત્વચા પર રક્ષણાત્મક લેયર બનાવે.

દિવસમાં બે વાર ફેસવૉશથી ચહેરો સાફ કરવો જરૂરી છે (ડાબે). હંમેશાં ચહેરો ધોયા પછી સહેજ ભીનાશ હોય ત્યારે જ મૉઇશ્ચરાઇઝર લગાવી દેવું જેથી ત્વચાની નૅચરલ ભીનાશ અંદર ટકી રહે (જમણે).

દિવસમાં બે વાર ફેસવૉશથી ચહેરો સાફ કરવો જરૂરી છે (ડાબે). હંમેશાં ચહેરો ધોયા પછી સહેજ ભીનાશ હોય ત્યારે જ મૉઇશ્ચરાઇઝર લગાવી દેવું જેથી ત્વચાની નૅચરલ ભીનાશ અંદર ટકી રહે (જમણે).


ત્વચાની દેખભાળ માટે જેટલું ઓછું કરશો એટલી સુંદર રહેશે અને જેટલું વધારે કરશો એટલી જ ખરાબ થશે. કંઈક આવો ગ્લોબલ ટ્રેન્ડ આજકાલ સ્કિનની સંભાળ માટે પૉપ્યુલર થયો છે. તમારો સમય અને પૈસા બચાવીને સુંદરતા વધારવાની સાચી રીત શું છે એ જાણીએ

બ્યુટી અને ગ્રૂમિંગનો બિલ્યન ડૉલરનો બિઝનેસ છે. દરેક પાસે જાત-ભાતની પોતાની ફેવરિટ સ્કિન-કૅરની પ્રોડક્ટનો ડિસ્પ્લે થઈ શકે એટલી પ્રોડક્ટ્સ હોય છે. ત્વચાની સંભાળ માટે તમારી પાસે તમારા બાથરૂમ કૅબિનેટ કે ડ્રેસિંગ ટેબલ પર ક્લેન્ઝર, ફેસવૉશ, ટોનર, એક્સફોલિએટર, સિરમ, આઇ-ક્રીમ, હૅન્ડ-ક્રીમ બધું જ સ્ટૉકમાં છે. દિવસમાં બહાર જતી વખતે ઉપયોગમાં આવતાં સનસ્ક્રીન, ફાઉન્ડેશન, પ્રાઇમર, લૂઝ પાઉડર પણ છે. રાત્રે ઘરે આવ્યા બાદ નાઇટ-ક્રીમ, અન્ડર આઇ-ક્રીમ પણ છે. હવે આટલીબધી પ્રોડક્ટ અને સારસંભાળ રાખો છો તો પછી ત્વચાની ચિંતા જ શી? પણ શું તમારી પાસે આ બધી પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો સમય છે ખરો? કે પછી તમે આટલીબધી પ્રોડક્ટ્સ સાથે સ્કિન-કૅરમાં નિયમિત રહી શકો છો? તેથી દુનિયામાં હાલ સ્કિન-સ્ટ્રીમિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સ્કિન-સ્ટ્રીમિંગ એટલે કે ત્વચાની દેખભાળ માટે ઓછામાં ઓછી બે કે ત્રણ બ્યુટી પ્રોડક્ટ્સથી વધુમાં વધુ પરિણામ. દાખલા તરીકે લોકો ત્વચાને ચમકીલી અને યુવાન રાખવા માટે ઘણીબધી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હતા. એના બદલે હવે તમારી બ્યુટી-ટ્રીટમેન્ટ તમે દરેક જગ્યાએ  લઈને જઈ શકો એટલી જ પ્રોડક્ટનો ઉપયોગ કરવો, જે પર્યાવરણ માટે પણ ફાયદામંદ છે. વર્ષ ૨૦૨૪માં આ ટ્રેન્ડ વધુ ને વધુ ફેલાઈ રહ્યો છે. આ જ કારણ છે કે બ્યુટી-પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓએ પણ એવી ઇનોવેટિવ પ્રોડક્ટ લૉન્ચ કરવી પડી છે જે એક જ પ્રોડક્ટમાં ઘણીબધી પ્રોડક્ટ્સનું પરિણામ આપી શકે છે.

ઓછું એટલું સુંદર 
૨૧ વર્ષથી મેડિસિન અને છેલ્લાં ૧૦ વર્ષથી કૉસ્મેટોલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં ડૉ. મોના ત્રિવેદી કહે છે, ‘ત્વચાની દેખભાળ માટે જેટલું ઓછું કરશો એટલી સુંદર રહેશે અને જેટલું વધારે કરશો એટલી જ ખરાબ થશે. પહેલાંના લોકોને સમજાવવા થોડા મુશ્કેલ છે, કારણ કે તેઓ લેયરના લેયર લગાવવા માટે ટેવાયેલા છે. ત્વચાની સંભાળ માટે તેઓ ઢગલો પ્રોડક્ટ્સ વાપરતા હતા પરંતુ આજની જનરેશન પાસે એટલોબધો સમય જ નથી. એના કારણે સ્કિન-સ્ટ્રીમિંગ ટ્રેન્ડિંગ છે. કમર્શિયલ બ્યુટી પ્રોડક્ટ્સમાં મોટી-મોટી બ્રૅન્ડ્સ છે જેનો આજના લોકો ઉપયોગ કરે છે. આ બ્રૅન્ડ્સ 
પૉકેટ-ફ્રેન્ડ્લી છે, પણ દરેક માટે સ્કિન-ફ્રેન્ડ્લી નથી હોતી. કૉસ્મેટિક્સ અને ડર્મેટોલૉજીની પ્રોડક્ટ્સ અલગ હોય છે. કમર્શિયલ પ્રોડક્ટ્સના ઉપયોગથી તમારી સ્કિન બ્લૉક પણ થઈ જાય છે. લોકો સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે પણ કેવા પ્રકારના સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ એનો ખ્યાલ નથી હોતો. એટલે કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ નૉલેજ વગર તો ન જ કરવો જોઈએ.’ત્રણનો ફન્ડા
તમારી બૅગ કે બાથરૂમ કૅબિનેટમાં અનિવાર્ય પ્રોડક્ટ પર વાત કરતાં ડૉ. મોના ત્રિવેદી કહે છે, ‘આજના સમયમાં ત્રણ પ્રોડક્ટ્સથી તમારી સ્કિન બહુ જ સારી રહેશે : ફેસવૉશ, મૉઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન. સ્કિન-સ્ટ્રીમિંગને કારણે કંપનીઓ ટૂ-ઇન-વન કે થ્રી-ઇન-વન પ્રોડક્ટ બનાવતી થઈ છે. જેમ કે ફેસવૉશની સાથે જ ક્લેન્ઝર આવે છે એટલે તમારે બે બૉટલ સાચવવાની જરૂર નથી. દરેક પ્રકારની ત્વચા માટે મૉઇશ્ચરાઇઝર છે. ફાઉન્ડેશન, પ્રાઇમર લેવાની જરૂર જ નથી. આજે સનસ્ક્રીનમાં ફાઉન્ડેશન પણ હોય છે જે તમારા ફેસને મૅટ લુક તો આપે જ છે અને સાથે જ દિવસ દરમિયાન તમારી ત્વચાને એક સુરક્ષિત લેયર આપે છે. તમને તમારાં ફેસવૉશ, મૉઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન સિવાય કોઈ જ અન્ય પ્રોડક્ટની જરૂર નથી. સ્કિન-સ્ટ્રીમિંગ તમારો ઘણોબધો સમય બચાવે છે અને તમે કોઈ પણ જગ્યાએ ટ્રાવેલિંગ કરો તો તમારી સ્કિન-કૅરમાં બ્રેક નથી લાગતો.’


ઘરની બહાર નીકળવાના અડધો કલાક પહેલાં જ સનસ્ક્રીન લગાવી લેવું જેથી એ ત્વચા પર રક્ષણાત્મક લેયર બનાવે.


તમે કઈ ત્રણ પ્રોડક્ટ વાપરશો?
સ્કિન-સ્ટ્રીમિંગમાં આમ તો ફેસવૉશ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન એમ ત્રણ જ પ્રોડક્ટ વાપરવાની હોય છે, પણ એ ત્રણમાં કઈ પ્રોડક્ટની પસંદ કરવી એ બહુ જ મહત્ત્વનું છે. જો આ સમજવામાં થાપ ખાધી તો ઊલમાંથી ચૂલમાં પડી જવાય એવું બને. તમારી ત્વચાનો પ્રકાર કેવો છે, એની સેન્સિટિવિટી કેવી છે એના આધારે તમારા માટે કયા ઘટકોવાળી પ્રોડક્ટ્સનું કૉમ્બિનેશન સારું રહેશે એ નિષ્ણાત પાસેથી નક્કી કરી લેવું.

આજના સમયમાં ત્રણ પ્રોડક્ટ્સથી તમારી સ્કિન બહુ જ સારી રહેશે : ફેસવૉશ, મૉઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન. 
સ્કિન-સ્ટ્રીમિંગને કારણે કંપનીઓ ટૂ-ઇન-વન કે થ્રી-ઇન-વન પ્રોડક્ટ બનાવતી થઈ છે. જેમ કે ફેસવૉશની સાથે જ ક્લેન્ઝર આવે છે એટલે તમારે બે બૉટલ સાચવવાની જરૂર નથી. દરેક પ્રકારની ત્વચા માટે મૉઇશ્ચરાઇઝર છે. ફાઉન્ડેશન, પ્રાઇમર લેવાની જરૂર જ નથી. આજે સનસ્ક્રીનમાં ફાઉન્ડેશન પણ હોય છે જે તમારા ફેસને મૅટ લુક તો આપે સાથે જ દિવસ દરમ્યાન તમારી ત્વચાને એક સુરક્ષિત લેયર આપે છે.
- ડૉ. મોના ત્રિવેદી, કૉસ્મેટોલૉજિસ્ટ

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 07:32 AM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK