Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ફિટનેસમાં આંધળું અનુકરણ નહીં એટલે નહીં જ ચાલે

ફિટનેસમાં આંધળું અનુકરણ નહીં એટલે નહીં જ ચાલે

13 February, 2024 08:35 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘સાવધાન ઇન્ડિયા’, ‘ક્રાઇમ પૅટ્રોલ’, ‘શ્રાવણી’, ‘દહેજ દાસી’ જેવા અનેક ટીવી શો કરી ચૂકેલી ટીવી સ્ટાર સિમરન શર્મા માને છે કે કોઈએ પણ હેલ્થ અને ફિટનેસ રેજીમના ટાર્ગેટને ફૉલો કરવાનું શરૂ કરતાં પહેલાં કોઈ અનુભવી કે એક્સપર્ટ કન્સલ્ટન્ટની સલાહ લેવી જ જોઈએ

સિમરન શર્મા ફિટ & ફાઇન

સિમરન શર્મા


નાનપણમાં બહાર રમવું, ડાન્સ ક્લાસમાં જવું અને બૅડ્મિન્ટન ક્લાસ અટેન્ડ કરવા એ જ મારું રૂટીન અને મારા એ રૂટીને જ મને બાળપણથી જ બહુ હેલ્થ કૉન્શિયસ બનાવી તો પ્લસ, મારાં દાદી અને પપ્પા પણ હેલ્થને સાચવવાની બાબતમાં બહુ ચીવટ રાખતાં અને ચીવટ રખાવતા એ વાત પણ મને બહુ લાભદાયી બની છે. 

તમે માનશો નહીં, પણ આજેય મારાં દાદી અને પપ્પાનો દિવસ સવાર ચાર વાગ્યે શરૂ થાય અને આજે, આ ઉંમરે પણ તે નિયમિતપણે વૉકિંગ, બ્રીધિંગ એક્સરસાઇઝ એટલે કે પ્રાણાયામ જેવી ઍક્ટિવિટી કરે. આ બધુ જોતાં-જોતાં હું મોટી થઈ છું એટલે નૅચરલી મારામાં પણ એ ગુણો આવ્યા અને હેલ્થ કૉન્શિયસ રહેવાની સાથોસાથ અને ફિટ રહેવાની બાબતમાં અવેર રહી, જેના માટે આજે હું જાહેરમાં એ લોકોનો આભાર પણ માનીશ. મારું માનવું છે કે તમે એવા જ થતા હો જેવા લોકો તમારી આસપાસ રહેતા હોય છે. જો તમારી આસપાસ હેલ્થ અને ફિટેનસની બાબતમાં અવેર હોય એવા લોકો હોય તો ચોક્કસપણે તમને એનો લાભ થતો હોય છે.સમજીને આગળ વધો | ફિટનેસ તમારી ઓવરઑલ સારી તબિયતની વાત છે એટલે તમારે એના વિશે મલ્ટિપલ લેયર પર વિચારવું જરૂરી છે એવું હું ચોક્કસપણે કહીશ. તમે તમારા હેલ્થ કન્સલ્ટન્ટ અને ફિટનેસ કન્સલ્ટન્ટ સાથે સંપર્કમાં રહીને જો તમારો ફિટનેસ રેજીમ બનાવો તો એ તમને લૉન્ગ ટર્મમાં બહુ મદદરૂપ થશે. દરેકના શરીરની જરૂરિયાત જુદી-જુદી છે. કોઈને કાર્ડિયોની જરૂર છે તો કોઈ સ્ટ્રેચિંગ પર વધારે ધ્યાન આપે એ મહત્ત્વનું છે જ્યારે વેઇટલિફ્ટિંગ સાથે એલિમેન્ટ ડાયટ અને લાઇફસ્ટાઇલમાં બીજા ચેન્જિસ કરવા જરૂરી છે. એવા સમયે તમારા માટે કોઈ નિષ્ણાતનું ગાઇડન્સ વધારે સારું પરિણામ આપનારું બનશે. 


મારી વાત કરું તો હું કાર્ડિયો અને બૅલૅન્સિંગ ઍક્ટિવિટી સાથે સ્ટ્રેંગ્થ ટ્રેઇનિંગ પર પણ ફોકસ કરું છું. મારી દૃષ્ટિએ ફિટનેસમાં દૂર-દૂર સુધી રાતોરાત ફિટ થવાનો કન્સેપ્ટ નથી. ધારો કે એવો દાવો કોઈ કરતું હોય તો એનું અંતિમ પરિણામ ખરાબ જ આવશે એવું સમજી લેજો. તમારી ફિટનેસ જર્નીનો પહેલો નિયમ છે નિયમિતતા અને સાતત્યતા. તમે રેગ્યુલર અને કન્સિસ્ટન્ટ રહેશો તો બીમાર નહીં પડો. રૂટીનને ફૉલો કરવું અને રૂટીનમાં ફિટનેસને ફૉલો કરવી એ મેં મારો પહેલો નિયમ બનાવ્યો છે અને હું એને ચુસ્તપણે પાળું પણ છું.

મસ્ટ છે, હેલ્ધી ડાયટ | હું કહીશ કે વર્કઆઉટ વિના એક વાર ચાલી શકે, પણ હેલ્ધી ડાયટ વિના તો સહેજ પણ નહીં ચાલે. અહીં માત્ર હેલ્ધી લાઇફની વાત છે, જે ડાયટ વિના સંભવ નથી. 
મારી વાત કરું તો જનરલી મારી સવારના આધારે મારા આખા દિવસનું રૂટીન ગોઠવાય છે. હેલ્ધી લાઇફ મારી જાત પ્રત્યેની જવાબદારી છે, જેની અવગણના કરવાનું મને યોગ્ય નથી લાગતું. મારા ભવિષ્યને લઈને જાત પ્રત્યે જવાબદાર રહેવું એ મારી પહેલી રિસ્પૉન્સિબિલિટી અને એમાં હેલ્ધી ડાયટ પહેલું પગથિયું છે. હું સ્વાસ્થ્યવર્ધક વધારે ખાઉં અને જન્ક ફૂડ ઓછું ખાઉં, મારી લાઇફનો આ નિયમ છે તો ભૂખ લાગે ત્યારે ખાવાનું અને ચોવીસ કલાક ચકલીની જેમ ચણ-ચણ નહીં કરવાનું એ મારી લાઇફનો બીજો ચુસ્ત નિયમ છે. દિવસ દરમ્યાન પાણી ખૂબ પીવાનું એ ત્રીજો નિયમ. દિવસમાં એક ફ્રૂટ મિનિમમ ખાવાનું એ મારું રૂટીન છે. હું ફૂડી છું અને મારા માટે ફૂડ એ લવ લૅન્ગ્વેજ સમાન છે અને એમ છતાં મારો જાત પર કન્ટ્રોલ છે એ હું પ્રાઉડલી કહું છું.


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2024 08:35 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK