Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બહુ કામની ચીજ છે આ ઇલેક્ટ્રિક મસાજર પિલો

બહુ કામની ચીજ છે આ ઇલેક્ટ્રિક મસાજર પિલો

Published : 30 April, 2025 12:40 PM | Modified : 01 May, 2025 06:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માર્કેટમાં અત્યારે જૅપનીઝ ટેક્નૉલૉજી પર આધારિત ઇલેક્ટ્રિક મસાજર ટ્રેન્ડમાં છે

ડિવાઇસ

ડિવાઇસ


હાથ-પગ, કમર કે ખભામાં દુખાવો હોય ત્યારે કોઈ દબાવી આપે જેથી થોડી રાહત મળે એવી આશા બધા રાખતા હોય છે, પણ કોઈના પર નિર્ભર ન રહીને જો એક ડિવાઇસ તમને વ્યક્તિ કરતાં પણ સારો મસાજ આપે તો? માર્કેટમાં અત્યારે જૅપનીઝ ટેક્નૉલૉજી પર આધારિત ઇલેક્ટ્રિક મસાજર ટ્રેન્ડમાં છે. નાના ઓશીકા જેવા દેખાતા આ ડિવાઇસની અંદર 4D મસાજ ટેક્નૉલૉજીની ઘૂમતી ચાર ગાંઠો બૉડીના પ્રેશર-પૉઇન્ટ્સ પર મસાજ કરે છે અને આ સાથે ગરમાટો આપીને રક્તપ્રવાહને સુધારે છે. એની મસાજ આપવાની પદ્ધતિ નૅચરલ મસાજનો અનુભવ કરાવે છે અને દુખાવામાં જલદી રાહત આપે છે.


નાનકડા ઓશીકા જેવું દેખાતું આ ઇલેક્ટ્રિક મસાજર પોર્ટેબલ અને લાઇટ-વેઇટ હોવાથી ઘરમાં, ઑફિસમાં, કારમાં કે બહાર ફરવા જતી વખતે પણ સાથે રાખી શકાય છે. એની ટેક્નૉલૉજીની વાત કરીએ તો ઓવરયુઝને અટકાવવા માટે ૧૫ મિનિટ પછી આપમેળે એ બંધ થાય છે. આ મસાજથી સ્ટ્રેસ ઓછું થવાની સાથે મસલ્સ રિલૅક્સ થાય છે. રાત્રે સૂતાં પહેલાં મસાજ કરવામાં આવે તો ઊંઘ પણ સારી આવે છે. માર્કેટમાં આ ગૅજેટનો ભાવ દોઢ હજાર જેટલો છે. જો તમે મસાજર વસાવવા માગતા હો તો આ ગૅજેટને વસાવી લેવું ખોટું નથી. 


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2025 06:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK