Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હવે જરૂર નહીં પડે ની-રિપ્લેસમેન્ટ સર્જરીની : સ્ટેમ સેલ થેરપી છે સારવારનો એક નવો વિકલ્પ

હવે જરૂર નહીં પડે ની-રિપ્લેસમેન્ટ સર્જરીની : સ્ટેમ સેલ થેરપી છે સારવારનો એક નવો વિકલ્પ

Published : 22 February, 2025 10:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉ. બી. એસ. રાજપૂત એક કન્સલ્ટન્ટ ઑર્થોપેડિક્સ અને સેલ્યુલર ટ્રાન્સપ્લાન્ટ સર્જ્યન છે. છેલ્લાં ૪૦ વર્ષથી તેઓ પ્રૅક્ટિસ કરી રહ્યા છે.

ડૉ. બી. એસ. રાજપૂત

હેલ્થ ઍન્ડ વેલનેસ

ડૉ. બી. એસ. રાજપૂત


પ્રોફેસર ડૉ. બી. એસ. રાજપૂત એક કન્સલ્ટન્ટ ઑર્થોપેડિક્સ અને સેલ્યુલર ટ્રાન્સપ્લાન્ટ સર્જ્યન છે. છેલ્લાં ૪૦ વર્ષથી તેઓ પ્રૅક્ટિસ કરી રહ્યા છે.

તેમણે યુ.કે.ની રૉયલ લિવરપૂલ યુનિવર્સિટી હૉસ્પિટલ સહિત વિવિધ તબીબી સંસ્થાઓમાંથી તાલીમ મેળવી છે. તેમણે આજ સુધીમાં ૮૦૦૦થી વધુ સ્ટેમ સેલ થેરપીના કેસ સંભાળ્યા છે.



તેમણે ભારતમાં રીજનરેટિવ મેડિસિન અને સેલ આધારિત ઉપચારની શાખાની સ્થાપના કરી છે.


કરોડરજ્જુની ઈજાઓ, સ્નાયુબદ્ધ ડિસ્ટ્રોફી અને ઑસ્ટિઓ-આર્થ્રાઇટિસ માટે ઘૂંટણમાં સ્ટેમ સેલ થેરપી પરના તેમના રિસર્ચ પેપર્સ આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયા છે.

તેઓ કાનપુરની જીએસવીએમ મેડિકલ કૉલેજમાં વિઝિટિંગ પ્રોફેસર છે.


તેમને ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨ અને ૨૦૨૪માં ટાઇમ્સ ગ્રુપ તેમ જ અન્ય સંસ્થાઓએ ‘બેસ્ટ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ સર્જ્યન’ તરીકે અવૉર્ડ્સથી નવાજ્યા છે.

ગયા વર્ષે ગુજરાતનાં મોનિકાબહેનને એકાએક ઘૂંટણમાં ખૂબ દુખાવો થવા લાગ્યો અને તેઓ લંગડાવા લાગ્યાં. તેમણે લોકલ ડૉક્ટરોને દેખાડ્યું તો તેમણે પીડાનાશક દવાઓ અને ફિઝિયોથેરપી આપી જેનાથી તેમને માત્ર કામચલાઉ રાહત મળી, પણ દુખાવો અને લંગડાવાના પ્રમાણમાં માત્ર વધારો જ થતો રહ્યો.

તેમણે મુંબઈમાં સારા ઑર્થોપેડિક સર્જ્યનને કન્સલ્ટ કરવાનું નક્કી કર્યું અને તેમણે મોનિકાબહેનના કેસને ગ્રેડ-૩ આર્થ્રાઇટિસ ઘૂંટણનું નિદાન કર્યું. હવે તેમની ઇચ્છા હતી કે તેમને લાંબા ગાળાની રાહત મળે, પણ ઘૂંટણ બદલાવવા માટેની સર્જરી માટે તેઓ તૈયાર નહોતાં.

તેમણે સાંતાક્રુઝ (પશ્ચિમ) ખાતેના ઑર્થો અને સેલ્યુલર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં ડૉ. બી. એસ. રાજપૂતનો સંપર્ક કર્યો. મોનિકાબહેનનો MRI કરાવ્યા પછી તેમને એડિપોઝ ડેરિવેડ સેલ્યુલર ફ્રૅક્શન ટ્રાન્સપ્લાન્ટ (ફૅટ ડેરિવેડ સેલ્યુલર ટ્રાન્સપ્લાન્ટ) કરાવવાની સલાહ આપવામાં આવી.

તેમને વિશ્વાસ જ ન બેઠો અને ફૅટ ડેરિવેડ સેલ્યુલર ટ્રાન્સપ્લાન્ટથી ફક્ત ત્રણ મહિનાના સમયમાં જ તેમને દુખાવા અને લંગડાવામાંથી ૭૫ ટકા રાહત મળી ગઈ એટલું જ નહીં, તેમની બ્લડ-શુગર (ટાઇપ-ટૂ ડાયાબિટીઝ) તેમ જ ઉંમરને લગતી શ્રમ અને ડિસેબિલિટીમાં પણ રાહત મળી ગઈ.

તો આ સેલ્યુલર થેરપી (જેને સ્ટેમ સેલ થેરપી પણ કહેવાય છે)ની કાર્યક્ષમતાનું એક સ્પષ્ટ ઉદાહરણ છે જેણે માત્ર સંધિવાના દરદીઓ માટે જ નહીં પરંતુ અન્ય ઘણા જીવનશૈલીને લગતા રોગો અને ન્યુરોલૉજિકલ વિકારો માટે પણ સારવારના નવા વિકલ્પો આપ્યા છે.

ક્યાં? 
ડૉ. રાજપૂત ઑર્થો અને સેલ્યુલર થેરપી સેન્ટર, ઑફિસ-નંબર ૪, સાંઈ માનસરોવર સોસાયટી, એસ. વી. રોડ, એચપી વર્લ્ડની પાછળ, સાંતાક્રુઝ (પશ્ચિમ), મુંબઈ ૪૦૦૦૪૫
અપૉઇન્ટમેન્ટ માટે ૯૮૨૦૮ ૫૦૧૮૭  પર સંપર્ક કરો.

વિઝિટિંગ કન્સલ્ટન્ટ
 ક્રિટિકૅર એશિયા હૉસ્પિટલ, અંધેરી (પશ્ચિમ) 
 એસીઆઇ કમ્બાલા હિલ હૉસ્પિટલ 
 અપોલો સ્પેક્ટ્રા હૉસ્પિટલ, તાડદેવ

શું છે સેલ્યુલર થેરપી? 
જ્યારે જીવંત કોષોનો ઉપયોગ કોઈ પણ અસાધ્ય રોગની સારવારમાં થાય એને સેલ્યુલર થેરપી કહેવાય.

કેટલા દિવસ હૉસ્પિટલમાં રોકાણ કરવું પડે છે?
 ફેટ સેલ ટ્રાન્સપ્લાન્ટમાં ૨-૩ દિવસ 
 બોન મૅરો સેલ્યુલર ટ્રાન્સપ્લાન્ટમાં ૧-૨ દિવસ

શું મને કોઈ બીજી વ્યક્તિ દ્વારા ડોનેટ કરવામાં આવેલા સ્ટેમ સેલ મળી શકે? 
હા, ભારતીય FDA/CDSCOએ એક કંપનીને ઘૂંટણના સંધિવા અને ગંભીર અંગોના ઇસ્કેમિયા (પગમાં નબળું રક્ત-પરિભ્રમણ જેને કારણે વારંવાર દુખાવો અને ગૅન્ગ્રીન થાય છે)માં ઉપયોગમાં લેવા માટે તૈયાર સ્ટેમ સેલ પૂરા પાડવાની મંજૂરી આપી છે.

શું એ એક ખર્ચાળ પ્રક્રિયા છે?
ના, આ પ્રક્રિયાનો ખર્ચ અન્ય કોઈ પણ મધ્યમ ગ્રેડ સર્જરી જેવો જ છે. 

શું હું મારા પોતાના કોષો વાપરી શકું? 
હા, મોટા ભાગની સારવારમાં સેલ્યુલર થેરપી નાની સર્જિકલ પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવે છે અને પછી તમારી પોતાની પેશીઓને ઑપરેશન થિયેટરમાં જ પ્રક્રિયા કરીને તમારા કોષો બનાવવામાં આવે છે.

શું વડીલો સેલ્યુલર થેરપી લઈ શકે? 
હા, ઉંમર વધવાની સાથે અસ્થિમજ્જામાં સ્ટેમ સેલ્સની સંખ્યા ઓછી થાય છે, પરંતુ ચરબીયુક્ત પેશીઓમાં સ્ટેમ સેલ્સની સંખ્યા પૂરતી રહે છે. એટલે જ વડીલો માટે પણ આ પ્રક્રિયા ઉત્તમ છે. 

શું એડિપોઝ ડેરિવેડ સેલ્યુલર થેરપીનો ઉપયોગ અન્ય રોગોમાં થઈ શકે છે? 
હા, ભારતનાં વિવિધ તબીબી કેન્દ્રોમાં ચાલી રહેલા ક્લિનિકલ અભ્યાસના ભાગરૂપે એ AVN હિપ (જેમાં હિપને નબળો રક્તપુરવઠો પહોંચે છે) અને અનિયંત્રિત ડાયાબિટીઝ અને એનાં કૉમ્પ્લિકેશન્સના  સંચાલનમાં ખૂબ ઉપયોગી જણાઈ છે.

શું બોન મૅરોમાંથી મેળવેલી સેલ્યુલર થેરપીનો ઉપયોગ કરી શકાય છે?

ઑટોલોગસ (દરદીના પોતાના બોન મૅરોમાંથી) બોન મૅરોમાંથી મેળવેલી સેલ્યુલર થેરપીનો ઉપયોગ વિવિધ રોગોના સંચાલનમાં શૉર્ટ સર્જિકલ પ્રોસીજરના ભાગરૂપે થાય છે. જેમ કે...

સંધિવાવાળા ઘૂંટણ

AVN હિપ

મસ્ક્યુલર ડિસ્ટ્રોફી

કરોડરજ્જુની ઈજા

સેરિબ્રલ પૉલ્ઝી

ગ્લોબલ ડેવલપમેન્ટ ડિલે

સેલ્યુલર થેરપી અને ઍપ્લિકેશનનું ભવિષ્ય શું છે? 
 MND/ALS જેવા વિવિધ ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર
 પાર્કિન્સન્સ ડિસીઝ
 પોસ્ટ સ્ટ્રોક સિન્ડ્રૉમ
 ILD/ફેફસાંનું ફાઇબ્રોસિસ

શું સરકાર દ્વારા દરદીઓને સારવાર કરવામાં કોઈ મદદ મળી રહી છે? 
હા, તમે સરકારી મદદ માટે અરજી કરી શકો છો અને જરૂરિયાતમંદ દરદીઓ મદદ મેળવી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2025 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK