° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


જરૂર પડ્યે ત્રણ-ચાર કિલોમીટર દોડી શકો એનું નામ ફિટનેસ

12 October, 2021 12:43 PM IST | Mumbai | Rashmin Shah

પ્રતીક ગાંધી સાથે ફિલ્મ ‘લવની લવ સ્ટોરી’થી કરી અને ત્યાર પછી તો અનેક ફિલ્મો અને ટીવી સિરિયલ કરી. માત્ર વીસ વર્ષની આંચલ અત્યારે ‘અડુકો દડુકો’ અને ‘રીબાઉન્ડ’ નામની બે ફિલ્મોનું શૂટ કરે છે.

આંચલ શાહ

આંચલ શાહ

મેડિકલ સ્ટુડન્ટ હોવા છતાં મૉડલિંગ અને ઍક્ટિંગ ફીલ્ડમાં આવી ગયેલી આંચલ શાહે કરીઅરની શરૂઆત પ્રતીક ગાંધી સાથે ફિલ્મ ‘લવની લવ સ્ટોરી’થી કરી અને ત્યાર પછી તો અનેક ફિલ્મો અને ટીવી સિરિયલ કરી. માત્ર વીસ વર્ષની આંચલ અત્યારે ‘અડુકો દડુકો’ અને ‘રીબાઉન્ડ’ નામની બે ફિલ્મોનું શૂટ કરે છે. આંચલ માને છે કે બીમારીથી દૂર રહેવું હોય તો ડાયટ અને વર્કઆઉટનું જૉઇન્ટ કૉમ્બિનેશન જ અસરકારક રિઝલ્ટ આપે

હું છું મૉર્નિંગ પર્સન, પણ સવારના સમયમાં મેં વર્કઆઉટ રાખ્યું નથી. સવારે મારે એટલી ભાગમભાગ હોય કે વર્કઆઉટ માટે સમય કાઢવો અઘરો પડે છે. મારો સ્ટડી હજી ચાલુ છે. મેડિકલના ફોર્થ યરમાં છું એટલે નૅચરલી એજ્યુકેશનનું પ્રેશર હોય અને એની વચ્ચે વર્કઆઉટ હું ઍડ કરું તો ડેફિનેટલી એ વર્કઆઉટ કાયમ માટે છૂટી જાય પણ હા, સવાર પડતાં હું ડાયટ અને ફૂડ ઇન્ટેક પર પૂરતું ધ્યાન આપું છું.

બીઇંગ મેડિકલ સ્ટુડન્ટ, હું તમને સૌને કહીશ કે જગતના એંસીથી નેવું ટકા હેલ્થ પ્રૉબ્લેમ પેટથી શરૂ થાય છે અને બાકીના જે દસથી વીસ ટકા પ્રૉબ્લેમ છે એમાં વધારો કે ઘટાડો કરવાની તાકાત પેટ પાસે છે એટલે આપણે શરીરમાં શું નાખીએ છીએ એ સૌથી મહત્ત્વનું છે. માત્ર વર્કઆઉટથી કોઈ ફરક નથી પડતો તો માત્ર ડાયટ કન્ટ્રોલથી પણ કોઈ ચેન્જ નહીં આવે. ડાયટ અને ફૂડ કન્ટ્રોલ આ બેનું કૉમ્બિનેશન જ બેસ્ટ રિઝલ્ટ આપે.

મારી વાત કહું તમને. મેં જિમની શરૂઆત કરી એ જ દિવસથી બહારનું ફૂડ લેવાનું બિલકુલ બંધ કરી દીધું. બિલકુલ એટલે બિલકુલ બહારનું ફૂડ નહીં લેવાનું. જો કમ્પલ્સરી હોય અને ઘરથી દૂર હોઉં તો હું નેચરોપથીની થિયરી અપનાવીને વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ ખાઈ લઉં પણ બહારની બીજી કોઈ વરાઇટી નહીં ખાવાની.

ઘણા મને પૂછતા હોય છે કે ફિટ રહેવા માટે કેટલું વર્કઆઉટ કરવું જોઈએ. ઍક્ટિંગ અને મેડિકલ એમ બન્ને ફીલ્ડ સાથે હોવાને લીધે લોકો મને વધારે પૂછે એવું બની શકે છે પણ આવું પૂછનારાઓને હું કહીશ કે સૌથી પહેલાં એ જાણવું જોઈએ કે ફિટનેસની તેમને મન વ્યાખ્યા શું છે? મારે મન ફિટનેસ એટલે નીરોગી હોવું. જરૂર પડે તમે બેચાર કિલોમીટર દોડી શકતા હોવા જોઈએ અને અનિવાર્ય હોય ત્યારે તમે આરામથી પંદર ફ્લોર ચડીને જઈ શકતા હોવા જોઈએ અને આવું થઈ શકે એ માટે નિયમિત વર્કઆઉટ કરવું પડે.

વેરી ગુડ ઈવનિંગ વર્કઆઉટ | તમને કહ્યું એમ કૉલેજને લીધે હું વર્કઆઉટ સાંજના સમયે કરું છું. જિમમાં રૂટીન સ્ટ્રેચિંગ પછી કાર્ડિયો અને સાઇક્લિંગ અને એ પછી ટ્રેનર કહે એ બધું કરવાનું. સ્ક્વૉટ્સ, બૉડી વેઇટ અને બીજી વેઇટ ટ્રેઇનિંગ એમાં સામેલ હોય. હું જિમમાં જઈને વર્કઆઉટ કરું છું પણ જિમ મારા માટે કમ્પલ્સરી નથી. જો જિમ ન હોય તો હું ઘરે વર્કઆઉટ કરું પણ નિયમ એ છે કે વર્કઆઉટ કરવાનું. તમને એક ઍડ્વાઇઝ આપું. વર્કઆઉટ માટે એક વખત પ્રૅક્ટિકલી કોઈની પાસે ટ્રેઇનિંગ લેજો નહીં તો જો એકાદ મસલ ખરાબ રીતે ટેર થશે તો હેરાન થશો અને વર્કઆઉટ પર લાઇફટાઇમ નફરત થઈ જશે.

પ્રૉપર ટ્રેઇનિંગ લીધા પછી ઘરે વર્કઆઉટ શક્ય છે. હવે તો ઘણા ઑપ્શન છે જેમાં તમે ઘરે રહીને કોઈ પણ જાતના ઇક્વિપમેન્ટ વિના પણ વર્કઆઉટ કરી શકો છો પણ એ પહેલાં એક વાર પ્રૉપર ટ્રેઇનિંગ જરૂરી છે. ખાસ કરીને પહેલી વાર વર્કઆઉટ શરૂ કરનારાઓને આ વાત લાગુ પડે છે. તેમને ખબર જ નથી કે ક્યાં કેટલો ભાર દેવાનો છે અને ક્યાં કેટલું જોર આપવાનું છે.

છેલ્લા થોડા સમયથી મેં વર્કઆઉટમાં યોગ અને જિમનું કૉમ્બિનેશન બનાવ્યું છે. અમુક આસન કરવાનાં અને અમુક વર્કઆઉટ જિમ બેઝ્ડ કરવાનું.

આજ ખાને મેં ક્યા હૈ? | સવારે કાં તો શૂટ હોય, કાં હૉસ્પિટલ અને કાં તો કૉલેજ હોય એટલે નૅચરલી દિવસ વહેલો શરૂ થઈ જાય. મૉર્નિંગમાં મને બ્રેકફાસ્ટની આદત નથી. દૂધ કે જૂસ જ મારો બ્રેકફાસ્ટ. એ પછી બે ટાઇમનું મીલ અને વચ્ચે ડ્રાયફ્રૂટ્સ, ફ્રૂટ્સ કે વેજિટેબલ્સ. આપણે ચાવવાની બાબતમાં બહુ આળસુ છીએ. મોટા ભાગના લોકો પ્રૉપરલી ચાવતા નથી. યાદ રાખજો, ખોરાકને પ્રૉપર ચાવો નહીં તો પેટને જ નહીં ઈવન, તમારા દાંતને પણ સમય જતાં તકલીફો આવવી શરૂ થશે. બહુ સાચું કહેવાયું છે કે એક કોળિયાને એટલે કે એક બાઇટને બત્રીસ વખત ચાવવો જોઈએ. બત્રીસ વખત શું કામ કહેવાયું છે એની ચોખવટ કરું. તમારા મોંમાં બત્રીસ દાંત છે. એ દરેક દાંત પાસેથી એ કોળિયો પસાર થવો જોઈએ.

ખાવાની બાબતમાં ચીટ-ડે રાખું છું પણ એ ચીટ-ડેમાં પણ બહારનું ફૂડ નહીં જ ખાવાનું. ચીટ-ડેના દિવસે મેં ફ્રાઇડ આઇટમ ખાઈ લીધી હોય કે પછી ઘરમાં બનેલી કોઈ સ્વીટ્સ ખાધી હોય.

12 October, 2021 12:43 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

કોવિડને એક મહિનો થઈ ગયો, પણ RT-PCR નેગેટિવ આવતો નથી

મારાં ચિહ્ન સાચું કહું તો કંઈ ખાસ હતાં નહીં એટલે ઘરમાં જ ૧૪ દિવસ રહીને પસાર કર્યા. મારું સીટી સ્કેન પણ થયું છે. ફેફસાં એકદમ બરાબર છે, પણ તકલીફ એ છે  કે મારો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવતો જ નથી.

27 October, 2021 12:59 IST | Mumbai | Dr. Sushil Shah
હેલ્થ ટિપ્સ

સ્તન પરની ગાંઠ દૂધની છે કે કૅન્સરની એ કેવી રીતે ખબર પડે?

પમ્પની મદદથી દૂધ કાઢી લેવું અને એને બરાબર પ્રિઝર્વ કરીને બાળકને પીવડાવવું જોઈએ, કારણ કે દૂધ આટલા કલાકો સ્તનમાં ભરાઈ રહે તો આપણને ગાંઠ જેવું લાગ્યા કરે છે

26 October, 2021 06:54 IST | Mumbai | Dr. Meghal Sanghavi
હેલ્થ ટિપ્સ

વર્કઆઉટમાં યોગ અને ડાયટમાં નેચરોપથી બેસ્ટ

જો નેગેટિવિટીથી તમે દૂર રહો તો એનું તેજ તમારા ચહેરા પર દેખાયા વિના ન રહે અને નિયમિત વર્કઆઉટ કરનારાઓ હંમેશાં નેગેટિવિટીથી દૂર રહેતા હોય છે

26 October, 2021 06:47 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK