લોખંડવાલામાં તમને સારું ટ્રેડિશનલ સ્ટ્રીટ-ફૂડ મળે નહીં એવી મારી ફરિયાદ પછી એક મિત્રએ મને મેગા મૉલ પાસે આવેલી આૅસમ સજેસ્ટ કરી અને સાચે જ, મારું મહેણું ભાંગી ગયું
સંજય ગોરડીયા
આજે મારે જે વાત કરવાની છે એ ચાટ આઇટમ છે. તમને થાય કે માળું બેટું, એક તો આ ચોમાસાની મોસમ ને એમાં રોજ પેપરવાળા વૉર્નિંગ આપતા હોય કે આવી આઇટમ નહીં ખાતા તો પછી શું કામ ચાટ આઇટમની વાત હું કરતો હોઈશ?




