આ ખૂબ જ સિમ્પલ મીઠાઈ છે પરંતુ એટલી જ સ્વાદિષ્ટ છે
મગજી લાડુ
ઓડિશાની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ ‘મગજી લાડુ’ને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટૅગ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટૅગ એટલે કે દુનિયાભરના લોકોને એ વાતની જાણ થાય કે જે-તે વાનગી એ ચોક્કસ જગ્યાની છે. ઓડિશાના ધેનકનાલ જિલ્લાના મીઠાઈ અસોસિએશને ઓડિશા યુનિવર્સિટી ઑફ ઍગ્રિકલ્ચર ઍન્ડ ટેક્નૉલૉજી સાથે મળીને ૨૦૨૦માં ચેન્નઈમાં જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રીમાં અપ્લાય કર્યું હતું. આ મીઠાઈ સૌથી પહેલાં ધેનકનાલ જિલ્લામાં બનાવવામાં આવી હતી. ત્યાર બાદ એ ટ્રેડિશન બની ગઈ હતી અને હવે દરેક જગ્યાએ બને છે. ભેંસના દૂધમાંથી બનતી ચીઝ અને ખાંડ અને ઇલાયચીની મદદથી આ મીઠાઈ બનાવવામાં આવે છે. આ ખૂબ જ સિમ્પલ મીઠાઈ છે પરંતુ એટલી જ સ્વાદિષ્ટ છે. ભગવાન જગન્નાથને ચડાવવામાં આવતા ૫૬ ભોગમાં આ મીઠાઈનો પણ સમાવેશ કરવામાં આવે છે.

