મોમોઝ ખાવાની મજા આવી. સાથે વાઇટ અને રેડ સૉસ આપવામાં આવેલા
ચીઝ ચિલી મોમોઝ
નાશિકનાં ફેમસ મિસળ-પાઉં ટ્રાય કર્યાં છે? નાશિકમાં મિસળ ખાઓ એટલે ઑર્ડર આપતી વખતે તમને પૂછવામાં આવે કે ‘વાઝવુ કા?’ એટલે કે તીખુ બનાવું કે? અને જો હા પાડો તો કાનમાંથી ધુમાડો નીકળે એવી તીખાશ મળે. જોકે આવો જ અનુભવ તાજેતરમાં ચેમ્બુરમાં એક જગ્યાએ મળી રહેલા મોમોઝમાં થયો. ચીઝ ચિલી મોમોઝનો ઑર્ડર આપ્યો. મોમોઝ પ્લેટમાં આવ્યા ને એની સરસ સુગંધથી ભૂખ વધુ ઊઘડી, પરંતુ જ્યારે ગરમાગરમ મોમોઝની પહેલી બાઇટ રેડ સૉસમાં ડિપ કરીને લીધી અને ‘ઓહ નો’ બોલાઈ ગયું. મોમોઝ ઘણા તીખા હતા. રેંકડી પરના માણસને કહ્યું કે ‘બહોત તીખા હૈ’ તો તે હસ્યો અને કહ્યું, ‘ચિલી હૈ મૅડમ, તીખા હી રહેગાના.’



