° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


દિવાળી સ્પેશ્યલ રેસિપી

09 November, 2012 05:44 AM IST |

દિવાળી સ્પેશ્યલ રેસિપી

દિવાળી સ્પેશ્યલ રેસિપીમસાલા બાર સ્ટ્રિપ

સામગ્રી

 •  ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ
 •  ૫૦ ગ્રામ મેંદો
 •  ૫૦ ગ્રામ ચોખાનો લોટ
 •  ૫૦ ગ્રામ રવો
 •  મીઠું સ્વાદ પ્રમાણે
 •  બે ચમચા તેલ
 •  તળવા માટે તેલ


સ્ટફિંગ માટે

 •  ૫૦ ગ્રામ મસૂરની દાળ
 •  ૧૦૦ ગ્રામ મગની ફોતરા વગરની દાળ
 •  બે ચમચી આદુંની પેસ્ટ
 •  એક ચમચી ધાણાજીરું
 •  એક ચમચી ગરમ મસાલો
 •  ૪-૫ લીલાં મરચાંની પેસ્ટ
 •  એક ચમચી હળદર
 •  એક ચમચી આમચૂર પાઉડર
 •  હિંગ અને જીરું પ્રમાણસર
 •  અડધો કપ તાજું નાળિયેર ખમણેલું
 •  એક લીંબુનો રસ
 •  ૧૦૦ ગ્રામ લીલા વટાણા
 •  મીઠું અને સાકર સ્વાદ અનુસાર


રીત

સ્ટફિંગ બનાવવા માટે મસૂરની તેમ જ મગની દાળને ધોઈને અલગ-અલગ અડધો કલાક પલાળો. ત્યાર બાદ નિતારીને અધકચરી વાટી લો. વટાણાને પણ અધકચરા વાટી લો. એક પૅનમાં તેલ ગરમ કરી વટાણા અને બન્ને દાળ, આદું-મરચાંની પેસ્ટ અને બધો મસાલો ઉમેરી હલાવો. મિશ્રણ એકદમ કોરું રહેવું જોઈએ.

હવે બધા લોટને ચાળીને એમાં તેલ તેમ જ મીઠું મિક્સ કરો. ત્યાર બાદ એમાં તૈયાર કરેલું સ્ટફિંગ મિક્સ કરો. જરૂર પ્રમાણે પાણી લઈને કડક લોટ બાંધો. ત્યાર બાદ એના મોટા લૂઆ કરીને મોટી રોટલી વણો. એની પોણી ઇંચની પટ્ટીઓ કાપી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી આ સ્ટ્રિપ્સને કડક તળી લો. ત્યાર બાદ પ્લેટમાં કાઢી ચાટ મસાલો ભભરાવો. એને ઍર-ટાઇટ ડબ્બામાં ભરી લો.

મોગલાઈ ખસખસી ખાજા

સામગ્રી

 •  અડધો કપ ઘઉંનો લોટ
 •  અડધો કપ ચણાનો લોટ
 •  અડધો કપ મકાઈનો લોટ
 •  અડધો કપ બાજરાનો લોટ
 •  અડધો કપ દહીં
 •  આઠથી નવ કળી લસણની પેસ્ટ
 •  એક ચમચી આદુંની પેસ્ટ
 •  દોઢ ચમચો લીલાં મરચાંની પેસ્ટ
 •  બે ચમચી સાકર
 •  બે ચમચી ધાણાજીરું
 •  એક ચમચી હળદર
 •  એક ચમચી અજમો
 •  બે ચમચી તેલ
 •  પા કપ ખસખસ
 •  અડધો કપ મેથી પાન ઝીણાં સમારેલાં
 •  તળવા માટે તેલ


સ્ટફિંગ માટે

 •  અડધો કપ સિંગદાણા
 •  પા કપ તલ
 •  પા કપ દાળિયાની દાળ
 •  એક ચમચી સૂકા કોપરાનું છીણ
 •  એક ચમચી ઝીણી સેવ
 •  બે ચમચી ગરમ મસાલો
 •  અડધી ચમચી મરી પાઉડર
 •  અડધી ચમચી અખરોટનો ભૂકો
 •  અડધી ચમચી બદામનો પાઉડર
 •  એક ચમચી અનારદાણા
 •  અડધી ચમચી આમચૂર પાઉડર
 •  એક ચમચી લાલ મરચું
 •  મીઠું અને સાકર સ્વાદ પ્રમાણે


રીત

ખાજાના બહારના લેયર માટે બધા લોટ મિક્સ કરી એમાં આદું-મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને ખસખસ સિવાયની બધી જ સામગ્રી મિક્સ કરી દહીંથી લોટ બાંધો. એને અડધો કલાક રહેવા દો.

સ્ટફિંગ બનાવવા માટે એક પૅનમાં તેલ, સિંગદાણા, દાળિયાની દાળ શેકી લો. ત્યાર બાદ એનો કરકરો ભૂકો કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી એમાં હિંગનો વઘાર કરી સ્ટફિંગ માટેની બધી જ સામગ્રી ઉમેરો. એમાં સિંગ, દાળિયા અને તલનો ભૂકો ઉમેરીને બરાબર હલાવી લો. એને ગૅસ પરથી ઉતારીને એમાં  ઝીણી સેવ ઉમેરો.

હવે બાંધેલા લોટમાંથી લૂઆ બનાવો. એને પૂરી જેવું વણી એમાં સ્ટફિંગ ભરી ઉપરથી બીજી પૂરી મૂકી કિનારીઓ ભીની કરી ચોંટાડી દો. ઉપરના ભાગ પર પાણીવાળા હાથે ખસખસ લગાવી હળવા હાથે થોડું વણી લો. આ રીતે બધા જ ખાજા તૈયાર કરીને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ઠંડા થાય એટલે ઍર-ટાઇટ કન્ટેનરમાં ભરી લો.

કૅશ્યુ મૅજિક વ્હીલ

સામગ્રી

 •  એક કપ કાજુનો પાઉડર
 •  પોણો કપ સાકર
 •  પોણો કપ પાણી
 •  એક ચમચો ઘી
 •  અડધી ચમચી પીળો રંગ
 •  બે ચમચી ગુલકંદ અથવા આગરાના પેઠા ખમણેલા


રીત

એક પૅનમાં સાકર અને પાણી મિક્સ કરો. એની ચાસણી બનાવી એમાં કાજુનો પાઉડર મિક્સ કરો. આ મિશ્રણના બે ભાગ કરો. એક ભાગ સફેદ રાખો અને બીજા ભાગમાં પીળો રંગ ઉમેરી એને સેવ પાડવાના સંચામાં ભરો.

સફેદ પૂરણને કાજુ-કતરીની જેમ વણી લો. ત્યાર બાદ એને ગોળ શેપમાં કાપી લો. પીળા મિશ્રણમાંથી સફેદ મિશ્રણ પર જાડી સેવ પાડો. સેવ પાડ્યા બાદ હવે એની વચ્ચે થોડો ખાડો કરો. આ ખાડામાં પેઠાનું ખમણ અથવા ગુલકંદ ભરો. બધા જ વ્હીલ આ રીતે તૈયાર કરી સર્વિંગ પ્લેટમાં ગોઠવીને સર્વ કરો.

દાલ ચકરી

સામગ્રી


 •  ૧૦૦ ગ્રામ અડદની દાળ
 •  એક ચમચો મગની ફોતરા વગરની દાળ
 •  ૨૫૦ ગ્રામ મેંદો
 •  બે ચમચી લીલાં મરચાંની પેસ્ટ
 •  એક ચમચો તલ
 •  અડધી ચમચી પીસેલું જીરું
 •  અડધી ચમચી હળદર
 •  સ્વાદ અનુસાર મીઠું
 •  તળવા માટે તેલ
 • અન્ય સામગ્રી
 •  અડધો કપ સુવાની ભાજી
 •  બે ચમચી ચાટ મસાલો


રીત

અડદ અને મગની દાળને પૂરતા પાણીમાં બાફી લો. મેંદાને કૉટનના એક કપડામાં બાંધીને બાફી લો. મેંદો બફાઈ જાય એટલે એને ચાળી લો. અડદ અને મગની દાળને મિક્સરમાં વાટી લો. મેંદામાં દાળ મિક્સ કરો. એમાં બધા જ મસાલા ઉમેરી ચકરી માટે લોટ બાંધો. એને ચકરી બનાવવાના સંચામાં ભરી ચકરી પાડો. એક કડાઈમાં તેલ ગરમ કરી ચકરી તળી લો. ત્યાર બાદ પ્લેટમાં કાઢી ગરમ હોય ત્યારે જ સુવાની ભાજી અને ચાટ મસાલો ભભરાવો.

(સુવાની ભાજીને હાથેથી છૂટી પાડીને તેલમાં કડક તળી લેવી. ત્યાર બાદ પેપર પર કાઢી એમાં ચાટ મસાલો ભેળવી હાથેથી ચૂરો કરવો.)

(આ ચકરીમાં મોણની જરૂર નહીં પડે)

બેક્ડ કસાટા

સામગ્રી

 • ખજૂરના લેયર માટે
 •  ૧૦૦ ગ્રામ કાળું ખજૂર
 •  અડધો કપ દૂધ
 •  ૧૦૦ ગ્રામ બદામ
 •  ૧૨૫ ગ્રામ માવો
 •  ૧૫૦ ગ્રામ દળેલી સાકર
 •  ત્રણ ચમચી ઘી
 •  એક ચમચી કોકો પાઉડર


માવાના લેયર માટે

 •  ૧૫૦ ગ્રામ માવો
 •  ૭-૮ પિસ્તા ઝીણા સમારેલા
 •  એક ચમચો કાજુ-બદામનો ભૂકો
 •  અડધી ચમચી એલચીનો ભૂકો
 •  અડધી ચમચી પીળો કલર


અન્ય સામગ્રી

 •  અડધો કપ મારી બિસ્કિટ અથવા ચૉકલેટ બિસ્કિટનો ભૂકો
 •  અડધો કપ અખરોટના ટુકડા
 •  અડધો કપ ચોકલેટ ખમણેલી
 •  અડધો કપ સિલોનીઝ ખમણ
 •  અડધો કપ કન્ડેન્સ્ડ મિલ્ક
 •  પા કપ દૂધ
 •  કાજુ-બદામ સમારેલા
 •  બે ચમચી ટૂટી-ફૂટી
 •  આઠ-દસ કિસમિસ


રીત

ખજૂરનું લેયર તૈયાર કરવા માટે ખજૂરના ઠળિયા કાઢીને ખજૂરને દૂધમાં પલાળી રાખો. બદામ અને ખજૂરની જુદી-જુદી પેસ્ટ તૈયાર કરો. એક પૅનમાં ઘી ગરમ કરી પહેલાં ખજૂરની પેસ્ટ શેકો. ત્યાર બાદ એમાં બદામની પેસ્ટ ઉમેરી બાકીની સામગ્રી ઉમેરો. મિશ્રણને ઘટ્ટ કરીને અલગ રાખો.

૨) માવાનું લેયર બનાવવા માટે માવાને બરાબર મસળી એમાં પિસ્તા, એલચી કાજુ અને બદામનો ભૂકો તેમ જ પીળો કલર ઉમેરી મિક્સ કરી લો.

હવે કન્ડેન્સ્ડ મિલ્કમાં દૂધ મિક્સ કરી અલગ રાખો. એક કેકના ટિનમાં બટર લગાવી એના પર બિસ્કિટનો ભૂકો પાથરો. પછી એના પર માવાના મિશ્રણનું લેયર કરો. એના પર અખરોટના ટુકડા પાથરો. હવે એના પર બદામ-ખજૂરવાળું તૈયાર કરેલું લેયર પાથરો. એના પર સિલોનીઝ ખમણનું લેયર કરવું. હવે એના પર કન્ડેન્સ્ડ મિલ્કનું મિશ્રણ પાથરી દો. એના પર ખમણેલી ચૉકલેટ ભભરાવો. ત્યાર બાદ કાજુ-બદામ, કિસમિસ અને ટૂટી-ફૂટી ભભરાવો. હવે પ્રી હીટ કરેલા અવનમાં ૧૬૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ૧૫-૨૦ મિનિટ માટે એને બેક કરો. ઠંડું થયા બાદ એના ટુકડા કરી લો.

(કુકરમાં બનાવવા માટે કુકરની જાળી પર ટિન મૂકી એના પર થાળીને ઊંધી મૂકી ધીમા તાપે ૧૫-૨૦ મિનિટ માટે બેક કરવું)શાહી ડિઝાઇનર મીઠાઈ


સામગ્રી

બેઝ માટે

 એક કપ કાજુ અથવા બદામનો પાઉડર

 •  પોણો કપ સાકર
 •  પોણો કપ પાણી
 •  એક ચમચો ઘી
 • ડિઝાઇનર શીટ


 બજારમાં મળતી કેક માટેની

 • ટ્રાન્સફર સીટ
 •  જોઈતા પ્રમાણમાં મેલ્ટ કરેલી વાઇટ ચૉકલેટ
 • ફ્લેવર માટે
 •  બનાના પાઉડર
 •  કોકોનટ મિલ્ક પાઉડર અથવા ગુલાબની પાંદડીઓ


રીત

સૌથી પહેલા એક પૅનમાં સાકર અને પાણી મિક્સ કરી ચીકણી ચાસણી તૈયાર કરો. એમાં ઘી ઉમેરી કાજુ અથવા બદામનો પાઉડર મિક્સ કરી બેઝ બનાવી અલગ રાખો.

ટ્રાન્સફર શીટ પર વાઇટ ચૉકલેટ લગાવી એને ફ્રિજમાં સેટ કરવા મૂકો. સેટ થઈ જાય એટલે ડિઝાઇનર શીટને ફ્રિજમાંથી બહાર કાઢી એમાંથી ચૉકલેટ છૂટી પાડી લો. ફ્લેવરના પાઉડરને તૈયાર કરેલા બેઝના મિશ્રણ સાથ મિક્સ કરો. એનો ગોળો બનાવી કાજુ-કતરીની જેમ વણી લો. એના પર ઓગાળેલી વાઇટ ચૉકલેટનું પાતળું લેયર કરો. છેલ્લે એના પર ડિઝાઇનર શીટ ગોઠવી થોડું દબાવો અને મનગમતા શેપમાં કાપી લો.

(નોંધ : ચમચી = ટી-સ્પુન, ચમચો = ટેબલ-સ્પુન)

09 November, 2012 05:44 AM IST |

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

સેંકડો એન્ટ્રીઝમાંથી તમારા સુધી ચુનંદા રેસિપીઓ લાવવાનું કામ કર્યું હતું આ જજીઝે

મેગા પ્રાઇઝ વિનર્સને યુનોવાની ઘરઘંટી આપવા સંબંધી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

27 July, 2021 06:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૂડ એન્ડ રેસિપીઝ

એક ચમચી પાઉડર = તમારું ભોજન?

યસ, આ મીલ રિપ્લેસમેન્ટ સપ્લિમેન્ટ્સ પાઉડર આજકાલ યુવાનોને બહુ આકર્ષી રહ્યા છે, કેમ કે ૨૦૧૮માં આ સપ્લિમેન્ટનું માર્કેટ ૧૬ અબજ ડૉલર જેટલું હતું જે હવે લગભગ દોઢગણું થવા જઈ રહ્યું છે.

23 July, 2021 12:53 IST | Mumbai | Jigisha Jain
ફૂડ એન્ડ રેસિપીઝ

જાણો કઇ રીતે દેશી ગાયના ઘીનો ઉપયોગ ડાયેટમાં કરવાથી કેટલો ફાયદો થાય છે

એ2 દેશી ગાયના દૂધમાંથી બનેલું ઘી બીજા કોઇ પણ ઘી કરતાં સ્વસ્થ પસંદ છે અને તેમાં ભેંસના દૂધના ઘી કરતાં ઓછી કેલરીઝ હોય છે.

22 July, 2021 04:58 IST | Mumbai | Partnered Content

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK