પુરુષોના ફૉર્મલ વેસ્ટકોટને મહિલાઓએ હવે સ્ટાઇલિશ ક્રૉપ ટૉપ તરીકે અપનાવ્યો છે. જીન્સ, ટ્રાઉઝર્સ અને સ્કર્ટ સાથે આ ટ્રેન્ડી લુક ફૅશન જગતમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે. જાણો તેને સ્ટાઇલ કરવાની સરળ અને સ્માર્ટ રીતો.
શું તમે વેસ્ટકોટ સોલો ટૉપ તરીકે ટ્રાય કર્યો?
અત્યાર સુધી પુરુષોના સૂટ સુધી મર્યાદિત રહેલો વેસ્ટકોટ હવે મૉડર્ન વિમેન્સ ફૅશનનું નવું સ્માર્ટ ટૉપ બની ગયો છે. જો તમે તમારા રોજનાં રૂટીન આઉટફિટ્સથી કંટાળ્યા હો અને વૉર્ડરોબમાં કંઈક નવું, એલિગન્ટ અને ટ્રેન્ડી ઉમેરવા માગતા હો તો આ સીઝનમાં એક ક્લાસી વેસ્ટકોટ ચોક્કસ ટ્રાય કરવા જેવો છે
ફૅશનની દુનિયા સતત બદલાતી રહે છે. દર સીઝનમાં કેટલાંક જૂનાં ક્લાસિક્સ નવાં વાઇબ્સ સાથે કમબૅક કરતાં હોય છે, પરંતુ કેટલીક સ્ટાઇલ આખી કૅટેગરીને જ નવો મોડ આપી દે છે. આવો જ એક હૉટ અને વાઇરલ ટ્રેન્ડ અત્યારે ધૂમ મચાવી રહ્યો છે વેસ્ટકોટનો ક્રૉપ ટૉપ તરીકે ઉપયોગ. અત્યાર સુધી પુરુષોના થ્રી-પીસ સૂટ કે ફૉર્મલવેઅરનો હિસ્સો ગણાતાં બટનવાળાં સ્લીવલેસ જૅકેટ (વેસ્ટકોટ)ને હવે મહિલાઓએ પોતાની રીતે રી-ડિફાઇન કરી લીધું છે. હવે વેસ્ટકોટ માત્ર અંદર પહેરવા કે શર્ટ પર લેયરિંગ કરવા પૂરતો મર્યાદિત નથી રહ્યો, મહિલાઓ એને સીધા સિંગલ ટૉપ તરીકે વાઇડ-લેગ ટ્રાઉઝર્સ, જીન્સ કે ફ્લોઇ સ્કર્ટ સાથે પેર કરી રહી છે. ઇન્ટરનૅશનલ રનવેથી લઈને અર્બન ઇન્ડિયન સ્ટ્રીટ્સ સુધી આ લુક સુપરશાર્પ, બોલ્ડ અને ક્લાસી લાગી રહ્યો છે.
ADVERTISEMENT
વેસ્ટકોટ કેમ ટ્રેન્ડમાં?
૧. શાર્પ અને પાવરફુલ ફિટિંગ
વેસ્ટકોટની ટેઇલર્ડ કટિંગ અને બટનવાળી ડિઝાઇન શરીરને નૅચરલ શેપ આપે છે. એ પહેરતાં જ એક ઑટોમેટિક બૉસ લેડી વાઇબ્સ મળે છે જે તમને ફૉર્મલ અને ગ્લૅમરસ બન્ને લુક એકસાથે આપે છે.
૨. સુપરવર્સટિલિટી
એક જ વેસ્ટકોટને તમે આખો દિવસ અલગ-અલગ મૂડ પ્રમાણે સ્ટાઇલ કરી શકો છો. સવારે ઑફિસ કે પ્રેઝન્ટેશન વખતે ફૉર્મલ ટ્રાઉઝર સાથે અને સાંજે દોસ્તો સાથે ડિનર કે આઉટિંગ વખતે જીન્સ કે સ્કર્ટ સાથે એ એકદમ સેટ થઈ જાય છે.
વેસ્ટકોટને કઈ રીતે સ્ટાઇલ કરવો?
૧. વર્કવેઅર અને ફૉર્મલ લુક
જો તમારે ઑફિસ, કૉર્પોરેટ ઇવેન્ટ કે બિઝનેસની મીટિંગમાં એકદમ નીટ અને એલિગન્ટ દેખાવું હોય તો વેસ્ટકોટને મૅચિંગ વાઇડ-લેગ ટ્રાઉઝર સાથે સ્માર્ટલી ટક-ઇન કરો.
ટિપ : આ મૉનોક્રોમૅટિક (એક જ રંગના) લુક સાથે પૉઇન્ટેડ હીલ્સ કે બેઝિક પમ્પ્સ પેર કરવાથી હાઇટ લાંબી દેખાય છે અને લુક શાર્પ બને છે.
૨. કૅઝ્યુઅલ અને સ્ટ્રીટ-સ્ટાઇલ વાઇબ્સ
રોજના કંટાળાજનક ટી-શર્ટ કે કુરતીઓને બદલે બટનવાળા વેસ્ટકોટને સીધા હાઈ-વેસ્ટ વાઇડ-લેગ જીન્સ કે મમ જીન્સ સાથે પહેરી જુઓ.
ટિપ : આ ચિલ અને મૉડર્ન આઉટફિટ સાથે વાઇટ સિમ્પલ કે ચન્કી સ્નીકર્સ અને એક નાની શોલ્ડર બૅગ કૅરી કરવાથી પર્ફેક્ટ વીક-એન્ડ વાઇબ મળશે.
૩. બોહો-ઇન્ડો-વેસ્ટર્ન વાઇબ
જો તમને થોડો ગર્લી, પ્રિન્ટેડ અને ટ્રેડિશનલ ટચ ગમતો હોય તો વેસ્ટકોટને કલરફુલ ફ્લેરેડ સ્કર્ટ કે લૉન્ગ કૉટન/સિલ્ક સ્કર્ટ સાથે ટ્રાય કરો.
ટિપ : શાર્પ વુડન કે ફૅબ્રિક જૅકેટ અને ઘેરવાળા સ્કર્ટનું આ ફ્યુઝન અનોખી ઇન્ડો-વેસ્ટર્ન ઇમ્પ્રેશન આપે છે. આની સાથે ઑક્સિડાઇઝ્ડ સિલ્વર જ્વેલરી બહુ જ એસ્થેટિક લાગે છે.
લુકને પર્ફેક્ટ બનાવવા માટેની ખાસ ટિપ્સ
વેસ્ટકોટ વધુ પડતો લૂઝ કે વધુ પડતો ટાઇટ ન હોવો જોઈએ. કમર પાસેથી પ્રૉપર શેપ આપે એવું ફિટિંગ જ આ સ્ટાઇલની સાચી ઓળખ છે. વેસ્ટકોટની ડીપ V-નેકલાઇન પોતે જ એક સ્ટેટમેન્ટ છે તેથી ગળામાં માત્ર એક મિનિમલ ગોલ્ડન કે સિલ્વર ચેઇન અથવા નાનાં ઇઅર-રિંગ્સ જ પહેરવાં.
