Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > વૅલેન્ટાઇન ડેટ માટે પિક્ચર પર્ફેક્ટ દેખાવા આટલું જાણી લો

વૅલેન્ટાઇન ડેટ માટે પિક્ચર પર્ફેક્ટ દેખાવા આટલું જાણી લો

09 February, 2024 11:33 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

મનગમતી વ્યક્તિ ડેટ પર આવવા માટે હા પાડી દે ત્યારે પહેલી જ ડેટમાં શું કરવું અને શું નહીં એની ડેટિંગ ટિપ્સ આપે છે રિલેશનશિપ કોચ પૂર્વી દલાલ.

કાર્તિક આર્યન

ફૅશન & સ્ટાઇલ

કાર્તિક આર્યન


દર વૅલેન્ટાઇન્સ ડેમાં હંમેશાં કંઈ લાલ રંગ જ થીમ હોય એવું નથી. ખબર ન પડતી હોય કે કેવા આઉટફિટ સિલેક્ટ કરવા કે જેથી પાર્ટનરની નજર તમારા પરથી હટે જ નહીં અને ફરી-ફરી તમારા પ્રેમમાં પડતો જ રહે તો આજે જ જાણી લો ફૅશન એક્સપર્ટ‍્સ પાસેથી કેટલીક સ્ટાઇલિંગ ટિપ્સ

આમ તો પ્રેમ કરવાનો કોઈ દિવસ ન હોય, પણ એકબીજા પ્રત્યેનો પ્રેમ સેલિબ્રેટ કરવા માટેનો દિવસ એટલે વૅલેન્ટાઇન્સ ડે. આ દિવસે તમે મૂવી ડેટ પ્લાન ન કરો કે પછી ડિનર ડેટ પર ન જાઓ કે પછી કૉકટેલ પાર્ટી ન કરો તો કેમ ચાલે? વર્ષના ૩૬૫ દિવસમાં એક દિવસ તો એવો હોવો જોઈએને કે પ્યાર કે નામ એક સેલિબ્રેશન થાય. હવે કોઈ પણ વસ્તુ સેલિબ્રેટ કરવાની વાત આવે અને આપણે એ ઓકેઝન પર શું પહેરીને જવું એવો વિચાર ન આવે એવું બને? એમાં પણ જો પાછું પાર્ટનરને મળવા જવાનું હોય તો કયા આઉટફિટ પહેરવા એને લઈને આપણા માઇન્ડમાં કન્ફ્યુઝન જ કન્ફ્યુઝન હોય. હું કયા આઉટફિટ પહેરું, એ મારા પર સૂટ થશે, આ ઓલ્ડ ફૅશન તો નહીં લાગેને, એવું શું પહેરું કે હું બધાથી હટકે દેખાઉં અને મારા પાર્ટનરની મારા પરથી નજર જ ન હટે જેવા અનેક પ્રશ્નો આપણા મનમાં ઘુમરાય. આ સ્વાભાવિક પણ છે, કારણ કે વૅલેન્ટાઇન્સ ડેના દિવસે પાર્ટનરને મળવા જતી વખતે દરેક યુવાનના મનમાં એ ખ્યાલ તો હોય જ કે સજના હૈ મુજે સજના કે લિએ... તો ચાલો આજે આપણે ફૅશન એક્સપર્ટ પાસેથી લેટેસ્ટ ફૅશન ટ્રેન્ડ વિશે જાણીને સ્ટાઇલિંગ ટિપ્સ મેળવીએ જેથી તમે તમારો ફૅશનનો જલવો દેખાડીને પાર્ટનરને ઇમ્પ્રેસ કરી શકો. 

ડીપ નેક અને ડિફરન્ટ કટ્સ| વૅલેન્ટાઇન્સ ડે માટે ફૅશનમાં ગર્લ્સ શું પહેરવાનું પસંદ કરી શકે એ વિશે ફૅશન-ડિઝાઇનર કવિતા સંઘવી કહે છે, ‘આ વખતે ગર્લ્સ ડિફરન્ટ કટ્સ અને સ્ટાઇલના ડ્રેસ પર વધુ ફોકસ કરી રહી છે, જેમાં તેમની બૉડી લૅન્ગ્વેજ એન્હેન્સ થાય. એવા ડ્રેસ, જેને પહેરીને તેઓ સ્માર્ટ અને એલિગેન્ટ દેખાય તેમ જ પિક્ચર પણ સરસ આવે. જેમ કે આજકાલ વાઇડ અને ડીપ નેકલાઇન ધરાવતા ડ્રેસ ટ્રેન્ડમાં છે. એટલે યંગ ગર્લ્સ વી શેપની નેકલાઇન દસ-સાડાદસ ઇંચ ડીપ સુધી પ્રિફર કરે. આ ડ્રેસ પર જો ચોકર પહેરી લીધું હોય તો એક સ્માર્ટ અને નાઇસ લુક મળે. એમ પણ ટીન એજ ગર્લ્સ સ્કિની હોય છે. એટલે હેવી બસ્ટ ઓછું જોવા મળે છે. તો એમના પર ડીપ વી નેકના ડ્રેસ સૂટ થાય. ઈવન ગ્લાસ શેપ નેકલાઇન, વન-શૉલ્ડર, પફી સ્લીવ્ઝ, પ્લીટ્સની ડિઝાઇનવાળા વન-પીસ અને ગાઉન ટ્રેન્ડમાં છે. એ સિવાય ડ્રેસ સાથે શૂઝ અથવા ડ્રેસ સાથે જ્વેલરીને કૉન્ટ્રાસ્ટ કરીને પહેરવાનો પણ ટ્રેન્ડ છે. જેમ કે બ્લૅક કલરના વન-પીસ પર લીફી ગ્રીન કલરનો રુબીનો નેકલેસ પહેરી લો અથવા લીફી ગ્રીન કલરના વન-પીસ સાથે ફ્યુશિયા પિન્ક કલરનાં શૂઝ. કૉન્ટ્રાસ્ટ કલર હોય તો એના પર તરત અટેન્શન જાય.’



નૉર્મલ કરતાં કંઈક જુદું | વૅલેન્ટાઇન્સ ડેટમાં છોકરાઓએ શું પહેરવું એ સવાલનો એક જ જવાબ છે. સિમ્પલ રૂલ રાખવાનો, જે તમે નૉર્મલ લાઇફમાં વધુ પહેરતા હો એ વસ્તુ તમારે વૅલેન્ટાઇન ડેટ પર નહીં પહેરવાની એમ જણાવતાં પરિણી અમૃતે કહે છે, ‘વૅલેન્ટાઇન ડેટ પર કૉટન ટ્રાઉઝર સાથે સ્માર્ટ શર્ટ (બૉડી શેપ એન્હેન્સ કરે એવા થોડાં ફિટેડ શર્ટ) પ્રિફર કરવાં જોઈએ જે તેમને સેમી ફૉર્મલ લુક આપે. જેમ કે બેજ કલરના ટ્રાઉઝર સાથે વાઇટ, બ્લૅક અથવા લાઇટ બ્લુ કલરનાં શર્ટ હોય તો સ્માર્ટ લુક આપે. આમ તો વૅલેન્ટાઇન ડેટ પર જતી વખતે ડેનિમ જીન્સ પહેરવાનું અવૉઇડ જ કરવું જોઈએ જો તમે એને ડેઇલી લાઇફમાં પહેરતા હો. જો તમે એવી ઑફિસમાં કામ કરો છો જ્યાં ફક્ત ફૉર્મલ જ અલાઉડ હોય તો તમે વૅલેન્ટાઇન્સ ડે પર ડેનિમ પહેરી શકો જેથી તમે દરરોજ કરતાં કંઈક અલગ દેખાઓ. બ્લુ ડેનિમ સાથે સ્માર્ટ વાઇટ શર્ટ પ્રૉપર ટક ઇન કરેલું હોય, બ્રાઉન બેલ્ટ સાથે બ્રાઉન શૂઝ પહેરેલાં હોય તો એ તમને ક્લાસી લુક આપશે.’ 
કવિતા સંઘવીનું પણ કંઈક એવું જ કહેવું છે કે બૉય્ઝ વૅલેન્ટાઇન્સ ડેના દિવસે નૉર્મલ ટી-શર્ટ અને જીન્સના બદલે બીજું કંઈ ટ્રાય કરે તો વધુ સારું લાગે. જેમ કે બૉય્ઝ પાર્ટીવેઅર શર્ટ અને નીચે ચિનોઝ પહેરી શકે. બૉય્ઝમાં પણ આજકાલ લો કટનો ટ્રેન્ડ ચાલે છે, જેમાં તેઓ ઉપરનાં બે બટન ઓપન રાખે છે. બૉય્ઝ માટે આ વખતે વૅલેન્ટાઇન્સ ડે માટે શું નવું છે એ જણાવતાં પરિણી અમૃતે કહે છે, ‘બૉય્ઝ માટે એવાં શર્ટ્સ અવેલેબલ છે જેના કૉલર પર પાર્ટનર માટેનો લવ મેસેજ લખેલો હોય, જે કૉલર ઊંચો કરવા પર સામેવાળી વ્યક્તિ રીડ કરી શકે. એ સિવાય એવાં વાઇટ શર્ટ્સ પણ છે જેના પર એમ્બ્રૉઇડરીથી રેડ કલરનાં સ્મૉલ હાર્ટ્સ બનેલાં હોય. બટ આવા આઉટફિટ પહેરવાની ડેરિંગ બહુ ઓછા લોકો કરે.’ 


પ્લેસ જોઈને ડિસાઇડ કરો આઉટફિટ | આજકાલ લોકો ગૂગલ પર હોટેલનું એસ્થેટિક ઍમ્બિયન્સ જોઈને પછી એના હિસાબે અટાયર ડિસાઇડ કરવાનો ટ્રેન્ડ છે જેથી તેમના આઉટફિટ ડેકોર સાથે મર્જ ન થઈ જાય એમ જણાવતાં ફૅશન ડિઝાઇનર પરિણી અમૃતે કહે છે, ‘જો તમારે એવી એસ્થેટિક હોટેલમાં ડિનર ડેટ પર જવાનો પ્લાન હોય જ્યાંનું ડેકોર બેજ, ક્રીમ કલરનું હોય તો તમારે રેડ, પિન્ક જેવા બ્રાઇટ કલરના આઉટફિટ પહેરવા જોઈએ જેથી એ એકદમ ઊઠીને આવે અને એમાં તમારા પિકચર પણ સારા આવશે. તો હવે આજકાલ લોકો આ બધી વસ્તુનો વિચાર કરીને પછી એ હિસાબે સ્ટાઇલિંગ કરે છે.’

ફર્સ્ટ ડેટ પર કઈ વાતનું રાખશો ધ્યાન?
વૅલેન્ટાઇન્સ ડે એટલે તમને જેના પર ક્રશ હોય તેને ડેટ માટે પૂછવાનો એક સોનેરી અવસર. મનગમતી વ્યક્તિ ડેટ પર આવવા માટે હા પાડી દે ત્યારે પહેલી જ ડેટમાં શું કરવું અને શું નહીં એની ડેટિંગ ટિપ્સ આપે છે રિલેશનશિપ કોચ પૂર્વી દલાલ.

 ડેટ પર જતી વખતે એક યુવક તેની પાર્ટનરને જેટલું સેફ, સિક્યૉર અને સ્પેશ્યલ ફીલ કરાવે એટલું સારું. દરેક યુવતીનું એવું સપનું હોય છે કે હું મારા લાઇફ-પાર્ટનરના જીવનની ક્વીન હોઉં. એ મને ક્વીન જેવી ટ્રીટમેન્ટ આપે. તેને રિસીવ કરવા જાય તો ચૉકલેટ કે ફ્લાવર ગિફ્ટમાં આપે, એ બેસે તો તેની ચૅર પાછળ ખેંચીને બેસાડે, કારમાં જઈ રહ્યા હો તો તેના માટે ડોર ઓપન કરે. 
 યુવક હંમેશાં યુવતીને ક્વીન જેવી ટ્રીટમેન્ટ આપવા ઇચ્છતા જ હોય છે, પણ એ માટે તમારે તમારો મૂડ સારો રાખવો જરૂરી છે. તમે હૅપી છો તો તમને હૅપીઅર બનાવવાનું કામ યુવક કરશે, પણ તમારો મૂડ ડાઉન છે તો એમાં તે કંઈ નહીં કરે શકે. એટલે તમારા માટે જ્યારે કોઈ યુવક એફર્ટ્સ લેતો હોય તો તમારે તેને અપ્રિશિએટ કરવો જોઈએ. બીજું, યુવકોમાં થોડો મેલ ઈગો હોય. એટલે તેમને બીજા સાથે કમ્પેર કરવાને બદલે તેમના પર ફુલ્લી ફોકસ કરીને તેમને વર્ધી ફીલ કરાવજો. જેમ યુવતી એક યુવક પાસેથી સેફ ફીલિંગની આશા રાખે છે તેમ યુવક પણ એક યુવતી પાસેથી અપ્રિશિએશન એક્સપેક્ટ કરે છે. 


પહેલી જ ડેટમાં જતા હો ત્યારે લાંબી-લાંબી કમિટમેન્ટની વાતો નહીં કરવાની. યુવતીઓને એવું હોય કે સિક્યૉરિટીને લઈને ફ્યુચરની બધી વાતો કરવાનું બહુ ગમે, જ્યારે યુવકોને એ મોમેન્ટને એન્જૉય કરવાનું બહુ ગમે.  

પહેલી ડેટમાં હંમેશાં આલતુફાલતુ વાતો કરવામાં ટાઇમ વેસ્ટ કરવા કરતાં મીનિંગફુલ કન્વર્સેશન કરવી જોઈએ. એ લોકો ઇચ્છે તો એવા ક્વેશ્ચન પર ડિસકસ કરી શકે કે હું એવું શું કરું કે તને ગમે? મારામાં કઈ આદત હોય તો તને ગમે? તને લાઇફમાં કઈ વસ્તુનો ફિયર છે? જીવનમાં તારું સપનું શું છે? હું પ્રેમને કયા વેથી એક્સપ્રેસ કરું તો તને ગમે? એકબીજા વિશે જાણ્યા પછી ફૅમિલી, ફ્રેન્ડ સર્કલ વિશે ડિસકસ કરી શકે, જેથી બંને એકબીજાની લાઇફ વિશે વધુમાં વધુ જાણી શકે. 

બંનેએ રિલેશનશિપને રિસ્પેક્ટ આપવો. બંનેને એકબીજાની જરૂર છે જ. એકબીજાની જે ભિન્નતા છે એને આપણે એન્જૉય કરીશું. અફકોર્સ, ડિફરન્સિસ છે એટલે જ ઍટ્રૅક્ટ થયાં છે. 

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2024 11:33 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK