Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > વરસાદમાં ઑફિસમાં કયાં શૂઝ પહેરીને જવું?

વરસાદમાં ઑફિસમાં કયાં શૂઝ પહેરીને જવું?

Published : 31 July, 2023 04:36 PM | Modified : 31 July, 2023 04:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉર્પોરેટ્સ કે ઈવન ફૉર્મલ વેઅર પહેરવાનું કમ્પલ્સરી હોય એવી ઑફિસમાં જવાનું હોય ત્યારે જબરી મીઠી મૂંઝવણ અનુભવાય. લુક સાથે મૅચ પણ થાય અને પગ ભીના થઈને તકલીફ પણ ન પડે એ માટે શું કરવું એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

ફૅશન & સ્ટાઇલ- હેતા ભૂષણ

પ્રતીકાત્મક તસવીર


વરસાદમાં મોજમસ્તી માટે પલળવાનું હોય ત્યાં સુધી ઠીક છે પણ ઑફિસ જવા નીકળવાનું હોય ત્યારે તમે ગમે એટલું સાચવો, તમારાં પગ અને શૂઝ તો પલળે, પલળે ને પલળે જ.  એટલે જ જ્યારે પ્રોફેશનલ અને ફૉર્મલ ડ્રેસઅપ સાથે વરસાદમાં કામ પર જવાનું હોય તો સૌથી પહેલાં વિચાર આવે કે પગમાં શું પહેરવું? કેવાં વૉટરપ્રૂફ રેઇની શૂઝ સારાં લાગશે જે પાણીમાં ખરાબ નહીં થાય અને તમારા પ્રોફેશનલ લુકને પણ ખરાબ નહીં કરે. દહિસર ઈસ્ટમાં રહેતા ડિઝાઇનર ફુટવેઅર મૅન્યુફૅક્ચરર, એક્સપોર્ટર અને ફુટવેઅર ડિઝાઇનર પાર્થ સંતોકી કહે છે, ‘કોઈ પણ ફુટવેઅર પહેરીએ એ વરસાદથી ભીનાં થવાનાં જ છે એટલે ફુટવેઅર વૉટરપ્રૂફ હોવાં જોઈએ સાથે-સાથે કમ્ફર્ટેબલ અને જલદીથી સુકાઈ જાય એવાં હોવાં જોઈએ. PU લેધર શૂઝ અને લોફર્સ મૉન્સૂન માટે બેસ્ટ છે.’

PU લેધર શૂઝ



પૉલિ સિન્થેટિક લેધર શૂઝ ઑફિસ વર્કિંગ પ્રોફેશનલ માટે બેસ્ટ ઑપ્શન અને પર્ફેક્ટ ચૉઇસ છે. આ શૂઝ્ને ફોકસ લેધર શૂઝ કે માઇક્રો લેધર શૂઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શૂઝ સ્લિપઑન શૂઝ અને લેસઅપ એટલે કે દોરીવાળાં શૂઝ બંને વરાઇટીમાં વિવિધ રંગમાં અને ડિઝાઇનમાં મળે છે. પ્રિન્ટવાળાં શૂઝ પણ આ મટીરિયલમાંથી બને છે. ખાસ પ્રોફેશનલ ડ્રેસિંગનો જ એક ભાગ છે એટલે ફૉર્મલ આઉટફિટ સાથે જ એ પહેરવામાં આવે છે. આ મટીરિયલમાંથી બનેલાં શૂઝ એકદમ ઓછું પાણી શોષે છે. એકદમ લાઇટ વેઇટ હોય છે અને એકદમ અફૉર્ડેબલ રેન્જમાં ૫૦૦થી ૨૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે. આ શૂઝ એકદમ ભીનાં થઈ જાય તો સુકાતાં ૬થી ૧૦ કલાક લાગે છે. થોડાં સ્લિપરી પણ હોય છે. આ શૂઝની વર્કિંગ લાઇફ લગભગ એક વર્ષની છે પણ જો રોજ પહેરવામાં ન આવે તો એ થોડો વખતમાં ખરાબ થઈ જાય છે.


લોફર્સ (ટ્રૂ મૉકેસિન શૂઝ)

સામાન્ય રીતે લેધર શૂઝ વરસાદમાં પહેરવાં ન જોઈએ, કાપરણ કે વરસાદમાં લેધર શૂઝ ભીનાં થાય પછી લેધર કડક થઈ  જાય છે અને ડંખે છે એટલે કે ભીનાં થઈને સુકાયેલાં લેધર શૂઝ પગમાં વાગે છે. લેધરનાં શૂઝ્ને સુકાતાં ૧૨થી ૧૬ કલાક લાગે છે અને એટલે ભીના થયા બાદ શૂઝના સોલનું પેસ્ટિંગ નબળું પડે છે. પરંતુ આ ટ્રૂ મૉકેસિન શૂઝ એટલે કે લોફર્સ કૅટેગરીનાં શૂઝ વરસાદમાં પહેરી શકાય છે, કારણ કે એની બેઝિક મેકિંગ પ્રોસેસમાં શૂઝના સોલ અને ઉપરના ભાગને એકસાથે સીવવામાં આવે છે એટલે એ મજબૂત રહે છે. એના સોલમાં  થર્મો પ્લાસ્ટિક રબર મટીરિયલ વપરાયેલું હોય છે જે મજબૂત અને ઍન્ટિસ્કિડ હોય છે. બેઝિક ૧૦૦૦થી ૩૦૦૦ રૂપિયા સુધીની રેન્જમાં મળે છે અને બ્રૅન્ડેડ લોફર્સ બ્રૅન્ડ વૅલ્યુ પ્રમાણે મોંઘાં હોય છે.


ખરીદતી વખતે ધ્યાન રાખવું?

મૉન્સૂન ફુટવેઅરની પસંદગી કરતી વખતે ખાસ શું ધ્યાન રાખવું એ વિશે ૧૨ વર્ષનો અનુભવ ધરાવતા ફુટવેઅર ડિઝાઇનર પાર્થ સંતોકી કહે છે, ‘માત્ર કિંમત નહીં, એના વિવિધ પાર્ટની ક્વૉલિટી પર ધ્યાન આપવું જોઈએ. રબર, સિન્થેટિક ફૅબ્રિક અને ટ્રીટેડ લેધર અથવા તો PU સિન્થેટિક લેધરથી બનેલાં શૂઝથી પગ વરસાદમાં ભીના થતાં બચે છે. વરસાદમાં ભીનાં શૂઝ સાથે અમુક જગ્યાએ ચાલવામાં લપસવાનો ડર રહે છે એટલે ઍન્ટિસ્કિડ સોલવાળાં શૂઝ પસંદ કરવાં. શૂઝની નીચેના સોલ પ્લેન નહીં પણ ગ્રૂવ્ડ પૅટર્નવાળાં હોય એનું ધ્યાન રાખવું. બરાબર પગના માપનાં અને સપોર્ટ આપતાં શૂઝ કે અન્ય ઑપ્શન્સ પસંદ કરવા. તમારા પગને આખો દિવસ બરાબર વેન્ટિલેશન અને કુશન મળે એવા અને બ્રીધેબલ મટીરિયલ પસંદ કરવું. મૉન્સૂનમાં પણ સ્ટાઇલ સાથે કૉમ્પ્રોમાઇઝ શું કામ કરવું જોઈએ, તમારી સ્ટાઇલ અને આઉટફિટ સાથે મેળ ખાતાં શૂઝ કે બીજા ઑપ્શન્સ પસંદ કરવા. ફૉર્મલ સ્ટાઇલ માટે લોફર્સ કે પીયુ શૂઝ બેસ્ટ ઑપ્શન છે, જ્યારે કૅઝ્યુઅલ લુક માટે ઘણા ઑપ્શન્સ છે.’

ક્લોથ શૂઝ કૉલેજિયનોમાં

વરસાદમાં કૅન્વસ કે જીન્સ જેવા ક્લોથ મટીરિયલમાંથી બનેલાં સ્પોર્ટ્સ શૂઝ અથવા ક્લોથ સ્નીકર્સ... આ શૂઝમાં સ્ટાઇલ અને કમ્ફર્ટ બંને હોય છે અને સ્પોર્ટી ડિઝાઇન સાથે અનેક વરાઇટી મળે છે. વૉટર રેઝિસ્ટન્ટ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. કપડું જલદી પાણી શોષે છે એટલે કપડામાંથી બનેલાં આ શૂઝ ભીનાં જલદી થઈ જાય છે પણ ઊભા રાખી પંખા નીચે સૂકવવામાં આવે તો જલદીથી સુકાઈ પણ જાય છે. આ શૂઝ કૉલેજ ગોઇંગ ટીનેજર્સ અને સિનિયર સિટિઝન્સ માટે ઑપ્શન છે જેમણે ફૉર્મલ વેઅરમાં ઑફિસ જવાનું હોતું નથી.

કૅઝ્યુઅલ લુકમાં શું પહેરાય?

ઑલ વેધર ચુક્કા બુટ્સ, રબર પેની ડ્રાઇવર, પૉલિસિન્થેટિક લેધર બૂટ્સ, સ્લિપઑન્સ, વૉટર રેઝિસ્ટન્ટ વૉકિંગ શૂઝ, વૉટરપ્રૂફ પેની લોફર્સ, વૉટરપ્રૂફ વિન્ગ ટિપ ડર્બી જેવી અનેક વરાઇટી મળે છે. કૅઝ્યુઅલ કૅટેગરીમાં ક્લોથ શૂઝ કે ઑલ વેધર શૂઝની સાથે સૅન્ડલ્સ, ચંપલ, સ્લાઇડ, ક્રૉક્સ, ફ્લિપ ફ્લૉપ વગેરે-વગેરે આ બધું જ બીચ શૉર્ટ્સ, થ્રી-ફોર્થ પૅન્ટ, ઍન્કલ લેન્ગ્થ પૅન્ટ, કાર્ગો પૅન્ટ, જીન્સ ઍન્ડ જૅકેટ, જીન્સ ઍન્ડ ટી-શર્ટ, કૉટન ટ્રાઉઝર વગેરે ટ્રેન્ડી આઉટફિટ પર પહેરી શકાય. બીચ પર ભીની રેતીમાં, મૉલ, થિયેટર કે લાઉન્જ વેઅર તરીકે હરવાફરવામાં કૉલેજના યુવાનો પસંદ કરે છે. કૅરફ્રી કૅઝ્યુઅલ લુક સાથે આ બધા જ સારા લાગે છે.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2023 04:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK