Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ડ્રેસ-કોડ પ્રમાણે કેવી રીતે તૈયાર થશો તમે?

ડ્રેસ-કોડ પ્રમાણે કેવી રીતે તૈયાર થશો તમે?

Published : 04 March, 2016 04:59 AM | IST |

ડ્રેસ-કોડ પ્રમાણે કેવી રીતે તૈયાર થશો તમે?

ડ્રેસ-કોડ પ્રમાણે કેવી રીતે તૈયાર થશો તમે?


srk kaif arjun

શાહરુખ ખાન - કૉકટેલ પાર્ટી, કૅટરિના કૈફ - ફૉર્મલ વેઅર અને અજુર્ન કપૂર - કૅઝ્યુઅલ વેઅર



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા


આજની તારીખમાં ડ્રેસ-કોડ પાર્ટ ઑફ ધ પાર્ટી બની ગયો છે. ડ્રેસ-કોડ વગર કોઈ પણ પાર્ટી શરૂ નથી થતી. ક્યારેક ફૉર્મલ તો ક્યારેક કૉકટેલ તો ક્યારેક બીચવેઅર. આજકાલ પ્રસંગોમાં ડ્રેસ-કોડ રાખવાનું કૉમન થઈ ગયું છે, પણ ડ્રેસ-કોડના હિસાબે તમારે કયાં કપડાં પહેરવાં એની પ્રૉપર જાણ હોવી જરૂરી છે, નહીં તો આ કૉમન વસ્તુ પાર્ટીમાં તમને અનકૉમન કૅટેગરીમાં મૂકી દે છે. બીજું, તમે જ્યારે ડ્રેસ-કોડના હિસાબે કપડાં પહેરીને જાઓ છો તો તમે પણ કોઈ પણ ચિંતા વગર પાર્ટીની મજા લઈ શકો છો. તો ચાલો જાણીએ ફૅશન-ડિઝાઇનરો પાસેથી કે પાર્ટીમાં કયા ડ્રેસ-કોડમાં કયાં કપડાં પહેરવાં જોઈએ?

ફૉર્મલ ડ્રેસ-કોડ

સૌથી પહેલાં આવે છે ફૉર્મલ ડ્રેસ-કોડ. એ સૌથી કૉમન ડ્રેસ-કોડ છે જે નૉર્મલી બધી પાર્ટીઓમાં હોય છે. ફૉર્મલ ડ્રેસ-કોડમાં તમે ઑફિસમાં પહેરાતાં ફૉર્મલ કપડાં પહેરી શકો છો એમ જણાવતાં મલાડમાં પોતાના નામનું બુટિક ચલાવતી ફૅશન-ડિઝાઇનર ચાર્મી શાહ કહે છે, ‘ફૉર્મલમાં મહિલાઓને શર્ટ સાથે હાઈ-વેસ્ટ સ્કર્ટ અને એની સાથે હાઈ હીલ્સ તેમને ફૉર્મલ લુક આપે છે. જો તમારે સ્કર્ટ ન પહેરવું હોય તો ટ્રાઉઝર પર શર્ટ અને એની સાથે વેસ્ટ કોટ તમને સ્માર્ટ લુક આપશે. જો વેસ્ટર્ન ન પહેરવો હોય તો ફૉર્મલ વેઅરમાં તમે કૉટનની કુરતી અને એની સાથે લેગિંગ્સ પણ ટ્રાય કરી શકો છો. ઍક્સેસરીઝની વાત કરીએ તો આમાં બહુ હેવી ઍક્સેસરીઝ પહેરવી નહીં, નાનાં ઇઅર-રિંગ્સ સારાં લાગશે.’

ફૉર્મલમાં પુરુષો માટે શો ઑપ્શન છે એ વિશે જણાવતાં પોતાનું બુટિક ચલાવતા અવેશ દાદલાણી કહે છે, ‘મેન્સ માટે તો ફૉર્મલ વેઅરમાં સૂટ સિવાય બીજો કોઈ ઑપ્શન નથી. એમાં તેઓ ટૂ-પીસ કે પછી થ્રી-પીસ સૂટ પહેરી શકે છે. ફુટવેઅરમાં ઑક્સફર્ડ શૂઝ વધારે સારાં લાગશે.’

કૅઝ્યુઅલ ડ્રેસ-કોડ

જીન્સ અને ટી-શર્ટ જેવો કૅઝ્યુઅલ ડ્રેસ આપણે રેગ્યુલર પહેરતા હોઈએ છીએ, પણ જ્યારે કોઈએ પોતાની પાર્ટીમાં ડ્રેસ-કોડ કૅઝ્યુઅલ વેઅર રાખ્યો હોય ત્યારે શું પહેરી જવું? ત્યારે તો કંઈ હટકે પહેરી જવું જોઈએ જેનાથી તમે પાર્ટીમાં બધા કરતાં અલગ દેખાઓ. ફૅશન-ડિઝાઇનર ચાર્મી શાહ કહે છે, ‘કોઈ પાર્ટીનો ડ્રેસ-કોડ જ્યારે કૅઝ્યુઅલ વેઅર હોય તો એમાં મહિલાઓએ કેપ્સ પહેરવી જોઈએ. આ કેપ્સ એટલે માથા પરની ટોપી નહીં પણ એક પ્રકારનું કૅઝ્યુઅલ વેઅર છે, જે આજકાલ ફૅશન-માર્કેટમાં બહુ ઇન છે. આ કેપ્સ થોડું પૉન્ચો જેવું હોય છે જેને તમારે તમારા શોલ્ડર પર પહેરવાનું હોય છે. કેપ્સની અંદર સિમ્પલ ટી-શર્ટ પહેરી શકો છો. આ તમને કમ્ફર્ટ સાથે સ્માર્ટ લુક આપશે. કેપ્સની નીચે ડેનિમ જીન્સ સારાં લાગશે. જો તમારે કેપ્સ ન પહેરવું હોય તો તમે ડેનિમની ડન્ગ્રી પણ પહેરી શકો છો. એ સિવાય શૉર્ટ્સ અને કૅઝ્યુઅલ ટી-શર્ટ પણ સારાં લાગશે. ઍક્સેસરીઝમાં તમે સ્ટોનના લાઇટ નેક્લેસ પહેરી શકો છો. ફુટવેઅરમાં સ્લિપર અને સ્ર્પોટ્સ શૂઝ સારાં લાગશે.’

પુરુષો માટે કૅઝ્યુઅલ વેઅરમાં ડેનિમ જીન્સ સિવાય બીજો કોઈ સારો ઑપ્શન નથી એમ જણાવતાં ફૅશન-ડિઝાઇનર અવેશ દાદલાણી કહે છે, ‘ડેનિમ જીન્સની ઉપરની લેન્ગ્થ અને થાઇ લેન્ગ્થનાં ટી-શર્ટ આજકાલ ટ્રેન્ડમાં છે. એના સિવાય તમે આ જ ટી-શર્ટ નીચે ચિનોઝ પણ પહેરી શકો છો. ફુટવેઅરમાં ચંપલ સૌથી બેસ્ટ ઑપ્શન છે.’

બીચવેઅર ડ્રેસ-કોડ

આપણે જ્યારે માત્ર આપણા મિત્રોને પાર્ટી આપવાની હોય તો બીચવેઅર ડ્રેસ-કોડ એક સારો ઑપ્શન છે. બીચવેઅર ડ્રેસ-કોડનું નામ આવતાં જ પહેલાં મનમાં સ્વિમસૂટ આવે. અમુક લોકોને એ ફાવે છે તો અમુક લોકો એને કૅરી નથી કરી શકતા. એટલે બીચવેઅરમાં તમે બીજું શું પહેરી શકો છો? ચાર્મી શાહ કહે છે, ‘જે મહિલાઓને બીચવેઅરમાં સ્વિમસૂટ ન પહેરવો હોય એ મહિલાઓ માટે બીચવેઅરનો નવો ટ્રેન્ડ નીકળ્યો છે જેમાં આગળથી તમારું ટૉપ ક્રૉપ ટૉપ જેવું હોય અને પાછળ એ ફ્લોઇંગ હોય અને એટલું લાંબું હોય જે તમારા પગ સુધી આવતું હોય. એટલે તમે ચાલો તો એ જમીન પર ઘસડાતું હોય. આ ડ્રેસ બીચવેઅરમાં તમને હૉટ ઍન્ડ સેક્સી લુક આપે છે. એની નીચે તમે શૉર્ટ્સ પહેરી શકો છો. એ સિવાય તમે ટ્રાન્સપરન્ટ શર્ટ અને અંદર ટuુબ અથવા સ્વિમસૂટની ઉપર પણ પહેરી શકો છો. ઍક્સેસરીઝમાં ઍન્કલેટ સ્માર્ટ લાગશે. એ સાથે ગળામાં લાંબી માળા અને હાથમાં બહુબધાં બ્રેસલેટ તમને કૂલ લુક આપે છે. પગમાં સ્લિપર વધારે સારાં લાગશે.’

બીચવેઅર ડ્રેસ-કોડમાં પુરુષોએ શું પહેરવું જોઈએ એની જાણકારી આપતાં અવેશ દાદલાણી કહે છે, ‘પુરુષો માટે બીચવેઅર ડ્રેસ-કોડમાં શૉર્ટ્સ અને ઉપર શૉર્ટ સ્લીવ્સ અથવા તો ફુલ સ્લીવ્સનાં કૉટનનાં શર્ટ્સ એ સૌથી સારો ઑપ્શન છે જેમાં શર્ટ ફ્લોરલ પ્રિન્ટ હોય તો એ તમને વધારે કૂલ લુક આપશે. ફુટવેઅરમાં ટૉન્ગસ પહેરી શકો છો.’

કૉકટેલ પાર્ટીનો ડ્રેસ-કોડ


કૉકટેલ પાર્ટી આજકાલ બહુ કૉમન થઈ ગઈ છે. કોઈનો બર્થ-ડે હોય કે કોઈની બૅચલર પાર્ટી હોય કે પછી કોઈ ઇવેન્ટની પાર્ટી, કૉકટેલ પાર્ટી આજકાલ બહુ કૉમન થઈ ગઈ છે; પણ આ કૉમનમાં પાર્ટીમાં પહેરી શું જવું એનું બધાને કન્ફ્યુઝન હોય છે. ચાર્મી શાહ કહે છે, ‘તમે કૉકટેલ પાર્ટીમાં મિની સ્કર્ટ સાથે ટૉપ પહેરી શકો. એ સિવાય ડ્રેપ ડ્રેસ પણ બહુ સારા લાગે છે જેમાં વન-પીસ આવે છે. ડ્રેપ ડ્રેસમાં આખો ડ્રેસ રૅપ-અરાઉન્ડ જેવો હોય છે; પણ અલગ નહીં, એકબીજાથી કનેક્ટેડ હોય છે. એને સીધો પહેરવાનો હોય છે. ડ્રેપ ડ્રેસમાં વન-પીસ સિવાય તમે ધોતી પણ ટ્રાય કરી શકો છો. ધોતી પર ક્રૉપ ટૉપ પહેરી શકાય. એ સિવાય ગાઉન પણ પહેરી શકો છો જેમાં સાઇડમાં અથવા આગળ સ્લિટ હોય.’પુરુષો માટે કૉકટેલ પાર્ટીમાં સૂટ અથવા બ્લેઝર અને ટ્રાઉઝર સિવાય બીજો કોઈ ઑપ્શન નથી.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2016 04:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK