આલિયા ભટ્ટ કહે છે કે હાલમાં તો તેની દીકરી અલગ-અલગ ક્ષેત્રોમાં હાથ અજમાવી રહી છે
આલિયા તેની દીકરી રાહા સાથે
આલિયા ભટ્ટ હાલમાં પોતાની ફિલ્મ ‘આલ્ફા’ને લઈને ચર્ચામાં છે. હાલમાં તેણે ફિલ્મના પ્રમોશન માટેની એક ઇવેન્ટમાં પોતાની દીકરી રાહા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મારી દીકરી રાહા ખૂબ જ ફિલ્મી સ્વભાવની છે અને જાણે સ્ટેજ માટે જ જન્મી હોય એવું લાગે છે.
રાહાની પસંદગી અને નાપસંદગી વિશે વાત કરતાં આલિયાએ કહ્યું હતું કે ‘હું હંમેશાં અભિનેત્રી બનવા માગતી હતી. બાળપણમાં હું અરીસાની સામે ઊભી રહીને પર્ફોર્મ કરતી હતી. રાહાને જોઈને લાગે છે કે તે પણ સ્ટેજ માટે જ બની છે. સાચું કહું તો તેને ઘણી બાબતોમાં રસ છે. હાલમાં તેને સ્પોર્ટ્સમાં પણ ઘણો રસ છે. રમતગમત અને વિવિધ પ્રવૃત્તિઓ પ્રત્યે તેની ઊંડી રુચિ છે. તે ખૂબ ફિલ્મી પણ છે અને જાણે સ્ટેજ માટે જ જન્મી હોય એમ લાગે છે. તે ગીતો ધ્યાનથી સાંભળે છે અને તેને ડાન્સ કરવો ગમે છે. તે ડાન્સનાં સ્ટેપ્સ ખૂબ ઝડપથી શીખી લે છે. મારી નાની દીકરીનો હજી વિકાસ થઈ રહ્યો છે. તે આસપાસની બાબતોને સમજી રહી છે અને અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનો હાથ અજમાવી રહી છે. તે પોતાની રીતે લીડર છે અને દરેક બાબતને લઈને તેની પોતાની અલગ વિચારસરણી છે.’
