Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સત્ય જીવી ન શકાય તો એની નજીક જઈ શકાય એવું કરવું

સત્ય જીવી ન શકાય તો એની નજીક જઈ શકાય એવું કરવું

Published : 27 May, 2026 01:47 PM | IST | Mumbai
Morari Bapu

જીવનમાં પણ આ જ વાતને સ્વીકારવી જોઈએ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


૩ વિદ્યાર્થીઓ હતા. આ વિદ્યાર્થીઓનો એક મોટી સ્કૂલમાં ઇન્ટરવ્યુ હતો. બધી તૈયારીઓ કરીને વિદ્યાર્થીઓ તો પહોંચ્યા સ્કૂલમાં. સાક્ષાત્કારમાં બેઠેલા મહાનુભાવો સમક્ષ એક વિદ્યાર્થી હાજર થયો. તેને સવાલ પુછાયો : આઠની અંદર બીજા ૧૧ ભેળવીએ તો કેટલા થાય?

વિદ્યાર્થીએ જવાબ આપતાં કહ્યું : ત્રેવીસ.



નાપાસ! ૮ અને ૧૧ તો ૧૯ થાય. પેલાએ તો સીધું જ કહી દીધું કે ૨૩ થાય. નાપાસ! ગલત જવાબ!


બીજો વિદ્યાર્થી ગયો. તેને પણ એ જ પૂછવામાં આવ્યું કે ભાઈ, આઠની અંદર જો ૧૧ ઉમેરવામાં આવે તો કેટલા થાય? પેલાએ જવાબ આપ્યો અને કહ્યું, ૨૧ થાય. ૮ અને ૧૧ તો ૧૯ થાય, ૨૧ ક્યાં થાય? નાપાસ. તે વિદ્યાર્થીને પણ નાપાસ કરીને બહાર મોકલી દેવામાં આવ્યો. હવે આવ્યો ત્રીજા વિદ્યાર્થીનો વારો.

તે ત્રીજો વિદ્યાર્થી પાસ થઈ ગયો. તેને પણ એ જ સવાલ પુછાયો હતો કે આઠમાં ૧૧ નાખીએ તો કેટલા થાય. તેણે પણ સાચો જવાબ નહોતો આપ્યો. તેણે કહ્યું હતું કે આઠમાં ૧૧ નાખીએ તો ૨૦ થાય અને એ પછી પણ તે પાસ થઈ ગયો. પાસ થઈને વિદ્યાર્થી બહાર આવ્યો. બહાર બધા ભેગા થયા હતા. બધા એકબીજાને પૂછે કે તેં શું જવાબ આપ્યો ને તેં શું જવાબ આપ્યો. પહેલાંએ કહ્યું કે મેં ૨૩ કહ્યું અને એ જવાબ ખોટો પડ્યો. બીજાએ કહ્યું કે મેં ૨૧ કહ્યા અને એ પણ જવાબ ખોટો પડ્યો. વારો આવ્યો ત્રીજાના જવાબનો. ત્રીજાએ કહ્યું, મેં ૨૦ કહ્યા. ૨૦ પણ ખોટો જવાબ હતો, પણ પેલા ત્રીજા વિદ્યાર્થીએ કહ્યું કે હું પાસ થઈ ગયો. એવું કેવી રીતે બને?


થવા જોઈએ ૧૯ અને આણે કહ્યા ૨૦, તો પછી તે પાસ કેવી રીતે થાય? બધા વિચારમાં હતા ત્યાં જ અંદર બેઠા હતા તે અધિકારી બહાર આવ્યા. બધાએ તેમને પૂછ્યું કે આ વિદ્યાર્થીએ પણ ખોટો જવાબ આપ્યો છે તો પછી તે પાસ કેવી રીતે થયો, ખોટો તો તે પણ છે.

અધિકારીએ કહ્યું કે તેનો જવાબ સત્યની વધારે નજીક છે. પહેલાએ ૨૩ કહ્યું જે સત્યથી વધારે દૂર છે, ૨૧ કહ્યું તેનો જવાબ સત્યથી થોડો દૂર છે; પણ ૨૦ જવાબ સત્યની સૌથી વધારે નજીક છે એટલે તેને પસંદ કર્યો.

જીવનમાં પણ આ જ વાતને સ્વીકારવી જોઈએ. આપણે સત્ય બરાબર જીવી ન શકતા હોઈએ ત્યારે એ સત્યની નજીક જઈ શકાય એટલું તો કરવું જ જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 01:47 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK