વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ પાંચ મે એટલે કે આજે થવા જઈ રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. ત્યારે આવો જાણીએ જ્યોતિષ અનુસાર કઈ રાશિઓએ શું દાન કરવું જોઈએ, જેથી તેના પર ચંદ્ર ગ્રહણની નકારાત્મ અસર થાય નહીં.
05 May, 2023 12:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
Holi 2023: હોળીના અવસરે રંગોનું ખાસ મહત્વ હોય છે. કહેવાય છે કે રાશિ પ્રમાણે રંગોની હોળી રમવાથી ભાગ્યોદય પર પણ અસર થાય છે પણ કઈ રાશિ પ્રમાણે કયો રંગ તમારે માટે શુભ છે અને કયો રંગ અશુભ માનવામાં આવે છે તે જાણો અહીં...
આજે એટલે કે 18 ફેબ્રુઆરી 2023ના રોજ ભારતમાં મહાશિવરાત્રીનું પર્વ ધૂમધામથી ઉજવવામાં આવે છે. અનેક શિવ ભક્તો સવારે વહેલા નાહી-ધોઈને શિવ આરાધના માટે તૈયાર હોય છે તો કેટલાક ચાર પહોરની પૂજા કરીને શિવની આરાધના કરે છે. શિવના અસંખ્ય નામોમાં કોઈ તેમને ભોળાનાથ માનીને પૂજે છે તો કોઈ તેમના અર્ધનારીશ્વર સ્વરૂપને, તો કોઈક તેમના મહાકાલ રૂપને આમ એક જ શિવના અનેક રૂપ જે પ્રખ્યાત છે તે પૂજનીય છે પણ શિવના અનેક એવા પણ સ્વરૂપ છે જે ઓછા જાણીતા છે પણ તેમ છતાં એ શિવભક્તો દ્વારા પૂજનીય તો છે જ.
ભગવાન શ્રીરામ ભક્તિમાં જેમ હનુમાન મોખરે રહ્યા, શિવ ભક્તિમાં રાવણ અને કૃષ્ણ ભક્તિમાં મીરા, નરસિંહ અને સુદામાના ઉદાહરણ આપવામાં આવે છે ત્યારે અનેક એવા જ્ઞાની સંતો થઈ ગયા છે જેમણે શિવ સુધી પહોંચવાના અનેક સરળ માર્ગો જણાવ્યા છે અને શિવને પામ્યા છે. પણ આવા માર્ગો મોટેભાગે સંસ્કૃત અથવા અન્ય ભાષાઓમાં લખાયેલા હોવાથી ગુજરાતી શિવભક્તો માટે ભાષા દ્વારા છુપાયેલો ગૂઢાર્થ તેમની ભક્તિ, અધ્યાત્મમાં બાધારૂપ બને છે. ત્યારે ગુજરાતી ભાષામાં શિવપુરાણ આવી ગયું છે પરંતુ આજથી લગભગ 1100 વર્ષ પહેલા જે ઉત્પલ દેવ થઈ ગયા તેમણે જે શિવસ્તોત્રાવલિની રચના સંસ્કૃતમાં કરી હતી તેની શોધ કરી સંપૂર્ણ રિસર્ચ બાદ ગૌરાંગ અમીને ગુજરાતીમાં ખાસ આ પુસ્તક બહાર પાડ્યું છે.
ગુજરાતી ભાષામાં લગભગ આવું કોઈ પુસ્તક આ પહેલા લખાયું નથી. જો તમે શિવભક્ત છો અથવા અધ્યાત્મમાં માનો છો ત્યારે તો આ પુસ્તક તમારે માટે જ છે. તો જાણો આ પુસ્તકમાં એવું શું ખાસ છે કે તમારે આ પુસ્તક જીવનમાં એકવાર તો વાંચવું જ જોઈએ. તો ગૌરાંગ અમીને જણાવેલી એવી ખાસ વાતો જે તમને આ પુસ્તક ખરીદવા અને વાંચવા માટે જગાડશે ઉત્સુકતા.
18 February, 2023 03:31 IST | Mumbai | Shilpa Bhanushali
આ વર્ષે મહાશિવરાત્રી (Mahashivratri 2023)નો તહેવાર 18 ફેબ્રુઆરીએ ઊજવવામાં આવશે, પરંતુ ભગવાન શિવને સમર્પિત આ તહેવાર પહેલાં જ બે મોટા ગ્રહોની દિશા (Mahashivratri Horoscope) બદલાઈ રહી છે. સૂર્ય 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ્યો હતો અને ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ એટલે કે શુક્ર પણ મીન રાશિમાં પ્રવેશ્યો છે. મહાશિવરાત્રી પહેલાં મુખ્ય ગ્રહોના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. મહાશિવરાત્રી પહેલાં ગ્રહોની આ બદલાયેલી દિશા પાંચ રાશિઓ માટે સારા દિવસો લાવી શકે છે.
દરેક રાશિની પોતાની અલગ પ્રકૃતિ હોય છે અને દરેક રાશિના લોકોને તેમના ગ્રહોની સ્થિતિ અનુસાર પ્રેમમાં સફળતા અને દગો મળે છે. ગ્રહોની સારી સ્થિતિ લાભ આપે છે અને ખરાબ સ્થિતિ મુશ્કેલીઓ ઊભી કરે છે. એવું કહેવાય છે કે, વ્યક્તિ સાથે પ્રેમમાં પડવું એ નસીબના હાથમાં છે. પરંતુ જરૂરી નથી કે દરેક વખતે વ્યક્તિ પ્રેમમાં સફળ થાય. ક્યારેક લોકો સાથે છેતરપિંડી પણ થાય છે. ચાલો વેલેન્ટાઈન ડે (Valentine’s Day)ના અવસર પર જાણીએ કે પ્રેમના મામલામાં કઈ રાશિના જાતકોનો સ્વભાવ કેવો હોય છે અને તેમને કેવું પરિણામ મળવાની શક્યતા વધુ હોય છે. કઈ રાશિના જાતકો પ્રેમમાં સફળ થાય છે અને કઈ રાશિના જાતકો પ્રેમમાં છેતરાય છે? જાણી લો અહીં…
(તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ગ્રહોના રાજા સૂર્ય (Sun Gochar) 14 જાન્યુઆરીના ધનુ પરથી નીકળીને મકર રાશિમાં (Makar Zodiac Rashi) પ્રવેશ કરશે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરતા જ ખરમાસ પૂરો થશે અને લગ્ન-વિવાહ જેવા શુભ તેમજ માંગલિક પ્રસંગો પર મૂકાયેલા પ્રતિબંધ પણ ઊઠી જશે. સૂર્ય મકર રાશિમાં ગોચર મેષ, સિંહ, તુલા, ધનુ, મકર અને મીન રાશિવાળાને પણ ઉત્તમ પરિણામ આપશે. જ્યારે વૃષભ અને કન્યા રાશિના જાતકોના ખર્ચ વધી શકે છે. તો જાણો આગામી સૂર્ય ગોચર કઈ રાશિઓ માટે શુભ રહેશે. મકર સંક્રાંતિ (Makar Sankranti) પછી કોને થશે લાભ અને કોનો વધશે ખર્ચ.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.