ફ્લૅટના પ્રવેશદ્વાર પાસે અમુક ચીજવસ્તુઓ રાખવી એ અત્યંત ઇચ્છનીય છે તો અમુક ચીજવસ્તુઓ ક્યારેય ન રાખવી એ પણ આગ્રહપૂર્વક શાસ્ત્રોમાં કહેવાયું છે
શુક્ર-શનિ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ફ્લૅટ નાના હોય એટલે ફ્લૅટના મેઇન ડોરની બહારના ભાગનો પણ ઉપયોગ થતો હોય છે. જોકે એ ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે એ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે ઘરનો મેઇન ડોર લક્ષ્મીનું પ્રવેશદ્વાર છે. જો પ્રવેશદ્વાર પર અમુક ચીજવસ્તુઓ રાખવામાં આવે તો એ લક્ષ્મીને આવકારવાનું કામ કરે છે તો અમુક ચીજવસ્તુઓ અજાણતાં પણ ઘરના પ્રવેશદ્વાર પાસે પડી હોય તો એ લક્ષ્મીને જાકારો આપવાનું કામ કરે છે એટલે જ આજે આપણે વાત કરવાની છે ફ્લૅટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે શું રાખવું જોઈએ અને પ્રયત્ન કરીને પ્રવેશદ્વાર પાસે શું રાખવાનું ટાળવું જોઈએ.