કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર સંબંધોની માવજત કરજો. અંગત અને વ્યવસાયી સંબંધોમાં વધુ ફ્લેક્સિબલ અને મજબૂત બનવાનો સભાનપણે પ્રયત્ન કરજો.

પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર સંબંધોની માવજત કરજો. અંગત અને વ્યવસાયી સંબંધોમાં વધુ ફ્લેક્સિબલ અને મજબૂત બનવાનો સભાનપણે પ્રયત્ન કરજો. તમને નવી તક પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ તમે એને ઓળખી જવા સજ્જ હોવા જોઈએ. કામમાં કે આળસમાં ક્યાંય અતિરેક કરતા નહીં. ખપ પૂરતું કામ કરવું જરૂરી છે.
લિબ્રા જાતકો મિત્ર તરીકે કેવા હોય છે?
લિબ્રા જાતકો સામાન્ય રીતે ઘણી સહેલાઈથી મિત્ર બની જતા હોય છે. તેઓ સામેવાળી વ્યક્તિને પણ ઝડપથી રાહતભરી પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. તેમને મનોરંજન તથા સામાજિક મેળમિલાપ ગમતાં હોય છે. તેઓ એકસાથે અનેક ગ્રુપમાં સામેલ હોય છે. તેમને હળવાશમાં અને મોજમાં રહેવાનું પસંદ હોય છે. તેઓ કોઈ પણ કામ માટે ના પાડતા નથી. સુલેહ કરાવવાની ખૂબી તેમનામાં જન્મજાત હોય છે. તેમને મિત્રો વચ્ચે સુમેળ જાળવવાનું ગમે છે. આથી જ મિત્રો સાથે કોઈ સમસ્યા ઊભી થાય તો તેઓ કોઈ મક્કમ પગલું ભરી શકતા નથી.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
શરીરના સંકેતોને ઓળખો અને બાહ્ય દેખાવ ઉપરાંતનો વિચાર કરો. કોઈ માહિતીની જરૂર હશે તો મિત્ર કે સામાજિક વર્તુળની કોઈ વ્યક્તિ મદદરૂપ થશે.
જીવનસુધાર માટે સૂચન : આવશ્યક ફેરફારો કરવામાં બાધાકારક આદતો કે વિચારોનો ત્યાગ કરવો. પોતાની ઇચ્છાઓ પૂરી કરવાનો વિચાર કરવાને બદલે સમગ્ર પરિસ્થિતિનો વિચાર કરીને કામ લેવું.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
હાલની લાભપ્રદ સ્થિતિનો યોગ્ય ઉપયોગ કરવાનું તમારા હાથમાં છે. પોતાનામાં આત્મવિશ્વાસ રાખો અને આંતરિક શક્તિનો ઉપયોગ કરો. તમારે કોઈ સંશોધન કે તપાસ કરવાની હોય તો એમાં ઊંડા ઊતરી જવું.
જીવનસુધાર માટે સૂચન : પોતાની જન્મજાત આવડતોને એળે જવા દેવી નહીં. કાળબાહ્ય થઈ ગયેલી જૂની અને રૂઢિગત વિચારસરણીનો ત્યાગ કરવો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
જીવનના કોઈ ત્રિભેટે ઊભા હો તો અંદાજના આધારે કામ લેવું નહીં. ઝીણી વિગતો પર ધ્યાન આપવું અને પોતાના કોચલામાંથી બહાર આવવાની તૈયારી રાખવી.
જીવનસુધાર માટે સૂચન: વ્યક્તિત્વની બીજી બાજુનો સામનો કરવાની તૈયારી રાખવી અને એના માટે જે કરવું પડે એ કરવાની પણ તૈયારી રાખવી. જો તમે સંકલ્પ કરશો તો કોઈ પણ વ્યસન કે બદીને દૂર કરી શકશો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
બીજાઓને મદદ કરવામાં પોતાના હાથ દાઝે નહીં એનો ખ્યાલ રાખો, ભલે તમને લાગે કે મદદ કરવાની તમારી જવાબદારી છે. તબિયત સાચવો. નાની તકલીફો તરફ દુર્લક્ષ કરવું નહીં.
જીવનસુધાર માટે સૂચન : પોતાનો માર્ગ સમજદારીપૂર્વક નક્કી કરીને એના પર અડગ રહો. અંતરાત્માનો અવાજ સાંભળો, પછી ભલે એમાં તમારે અઘરા નિર્ણયો લેવા પડે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કોઈને જવાબ આપતી વખતે બારીકીપૂર્વક વિચાર કરી લેવો અને કોઈ વ્યક્તિ તમારી પાસે ન કહેવા જેવું કહેવડાવી દે એવું કરતા નહીં.
જીવનસુધાર માટે સૂચન : ખરી સમજ તમારી અંદર જ રહેલી છે અને હવે એ વાતનો સ્વીકાર કરવાનો સમય હવે આવી ગયો છે. બધા સંકોચ છોડીને પરિસ્થિતિનો સર્વાંગી વિચાર કરવો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
અભિપ્રાય બધાની પાસે લેવા ને એમાં પોતાનું મંતવ્ય ઉમેરીનેે સારામાં સારા નિર્ણયો લેવા. તરત કોઈ નિષ્કર્ષ પર પહોંચી જવાને બદલે તટસ્થપણે વિચાર કરવો.
જીવનસુધાર માટે સૂચન : તમને મોકળાશ મળે એ જરૂરી છે. મોજ પડતી હોય એવી હૉબી માટે સમય ફાળવવો. પૂરેપૂરા નિષ્ણાત બની જવાનો આગ્રહ રાખવો નહીં. પોતાની અભિવ્યક્તિ માટે ઉપયોગ કરવો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
આસપાસના તથા બીજા બધા લોકો સાથેના વ્યવહારની સમીક્ષા કરવી. નવી પરિસ્થિતિમાં ઢળવા માટે આવશ્યક ફેરફારો કરવા પડશે.
જીવનસુધાર માટે સૂચન : તમને જીવનનો આનંદ માણવા દેતી ન હોય એવી દરેક બાબતને તમારા મનમાંથી દૂર કરી કાઢો. જે સાચું છે એ બાબતે બાંધછોડ કરવી નહીં, પછી ભલે તમારે એમાં અઘરી પસંદગી કરવી પડે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
ભૂતકાળની પ્રામાણિક સમીક્ષા કરવી. કામ નવી રીતે કરવાની જરૂર હોય તો એનો વિચાર કરવો. પડકારોનો સામનો કરવા આંટીઘૂંટીઓને સમજી લેવી.
જીવનસુધાર માટે સૂચન : તમે સંવેદનશીલ હોવાથી લાગણીઓથી બંધાઈ જાઓ છો. તમને જે નકારાત્મક લાગતું હોય એના પર ધ્યાન આપવાનું બંધ કરીને જેમાં આનંદ મળતો હોય એવી પ્રવૃત્તિઓ કરો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
બીબાઢાળ વર્તનથી કે ભૂતકાળમાં અટવાઈ જવાને કારણે તમારી પ્રગતિ રૂંધાઈ શકે છે. બીજાઓની સલાહ સાંભળો, પરંતુ આંખ મીંચીને અનુસરણ કરવાને બદલે વિચારોમાં સ્પષ્ટતા લાવો.
જીવનસુધાર માટે સૂચન : સલાહ કે સધિયારો આપવો હોય તો સૂઝબૂઝનો ઉપયોગ કરવો અને કોમળતાથી વાત કરવી. તમારી પાસેથી તેમને બધા જ જવાબ મળી રહે એ જરૂરી નથી.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
વિચારોમાં સ્પષ્ટતા રાખવી, જેથી તમે અસરકારક સંવાદ સાધી શકો. તમારા કૌશલ્ય સાથે જેમનો મેળ બેસતો હોય અને જેઓ તમને પૂરક થઈ શકતા હોય એવા લોકો સાથે સહકાર સાધવો.
જીવનસુધાર માટે સૂચન : તમને પ્રિય હોય એવી કોઈ સખાવતી પ્રવૃત્તિ પસંદ કરો. માણસ સ્વાર્થનો ત્યાગ કરે ત્યારે જ તેના જીવનમાં ખરી શાંતિ આવે છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
આત્મવિશ્વાસથી સ્થિતિનો સારો ઉપયોગ કરી લેવો. પોતાની શક્તિઓને કામે લગાડવી. તમે કોઈ વચન આપો તો પાળવામાં કચાશ રાખતા નહીં.
જીવનસુધાર માટે સૂચન : તમે કોઈ ડરને કારણે પાછીપાની કરો છો કે કેમ એ વાતનો પ્રામાણિકપણે વિચાર કરી લેજો. જ્યાં ડર હોય ત્યાં પ્રેમ હોઈ શકતો નથી એ વાત બરાબર સમજી લેવી.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
નવી તકો ઝડપવા સજ્જ રહેવું અને વ્યાવસાયિક તથા અંગત વર્તુળમાં થનારી વાતો પર લક્ષ આપવું. નવું કરવા માટે જૂનાનો ત્યાગ કરવાની તૈયારી રાખજો.
જીવનસુધાર માટે સૂચન : યોગ્ય નિર્ણય લેવાની અને એને અનુરૂપ જીવન જીવવાની હિંમત રાખજો. ક્યારેક માણસ પાસે પડકારોનો સામનો કરવા સિવાય કોઈ ઉપાય બચતો નથી.

