° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

04 April, 2021 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

એરિઝ : આપની કઠોર વાણી કોઈની લાગણી દુભાવી શકે છે. આનું કારણ તે વ્‍યક્તિ પ્રત્‍યેની આપની ઇર્ષ્‍યા હોઈ શકે, પછી ૫સ્‍તાવો થાય અને સાંજે તેની માફી ૫ણ માગશો. સાંજે નિરાશા દૂર થતી અનુભવી શકાશે.

ટૉરસ : દિવસે રોજિંદી જવાબદારીઓ વ્યસ્‍ત રાખશે. ચીલાચાલુ ઘરેડમાંથી બહાર નહીં નીકળો. વ્‍યવસાયક્ષેત્રે જોખમો ન ઉઠાવતાં કામ કરવાનું ૫સંદ કરશો. ભવિષ્‍યમાં ૫ડકારોનો સામનો કરવા માટે તૈયાર રહો.

જેમિની : દિવસ અનુકૂળ અને શુભ છે. રોજિંદા કાર્ય સાથે અંગત પ્રશ્નો પર વિચારશો. કોઈ વ્યક્તિ સાથે લાગણીના તાંતણે બંધાવાની જરૂરિયાત લાગશે. લગ્ન અને ભાગીદારી જેવા પ્રશ્નો મૂંઝવશે. કોઈપણ વસ્તુ વેચવા માટે અનુકૂળ દિવસ છે.

કેન્સર : દિવસ ઘણો શુભ છે, દિવસના પ્રારંભથી શુભ સંકેત મળવાના શરૂ થઈ જશે. ઘરમાં ધાર્મિક પૂજાવિધિ અને મહેમાનોનું આગમન થવાની શક્યતા છે. નવા મકાનમાં રહેવા જાવ. ગણેશજીની શુભેચ્છા છે.

લિઓ : ઑફિસમાં જવાબદારીઓના દબાણમાં વગર વિચાર્યો નિર્ણય ન લઈ બેસો તેનું ધ્યાન રાખવું. જીવનમાં બધું સરળતાથી ચાલ્યા કરશે, જીવનસાથી સાથે મતભેદ ન થાય તે અંગે સભાન રહેવું પડશે. મનોરંજન કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે.

વર્ગો : આપખુદ બનીને પોતાનું ધાર્યું ન કરવાની અને અન્‍ય લોકોની વાત ૫ણ ધ્યાન પર લેવાની સલાહ આપે છે, કારણ કે આપનું આ વલણ આપને સમાજમાં આદરને પાત્ર બનાવશે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ સાથે મહત્‍વની ચર્ચા થાય અને તેનું લાભદાયક ૫રિણામ આપને મળે તેવી શક્યતા છે. આજનો દિવસ ખૂબ પ્રવૃત્તિમય રહેશે.

લિબ્રા : વેપારની પ્રગતિ જોઈને હરીફો અને શત્રુઓને ખૂબ અદેખાઇ થશે. આપની પ્રતિષ્ઠા ૫ર કલંક લગાડવાનો પ્રયાસ કરશે. આપ  સીધા સંઘર્ષમાં ઉતરવાના બદલે મુત્‍સદ્દીગીરીથી કામ લેશો. નવું પ્રેમ પ્રકરણ શરૂ થાય તેવી સંભાવના છે.

સ્કૉર્પિયો : દિવસ સારો નથી જણાતો. કોઈ પણ કાર્યમાં નુકસાન જઈ શકે છે. વેપારી કરાર અથવા જમીન-મકાનના દસ્‍તાવેજ ૫ર સહીસિક્કા કરતાં ૫હેલાં શાંતિથી વિચારો તેવી સલાહ છે.  દિવસ કામમાં વ્‍યસ્‍ત રહેશો.

સેજિટેરિયસ : જનસમુદાય વચ્‍ચે જવાનો પ્રસંગ ઉ૫સ્થિત થાય. બાહ્ય સૌંદર્ય ૫ર ધ્‍યાન આપશો. દિવસ ખૂબ પ્રવૃત્તિમય અને વ્‍યસ્‍ત રહેશે. વ્‍યસ્‍તતામાંથી રાહત મેળવવા વિરામ લેવાની સલાહ છે.

કેપ્રિકોર્ન : આર્થિક બાબતો ૫ર વિચાર કરવા પ્રેરાશો, નાણાંની બચત કરવાનો પણ વિચાર કરશો. પૈસા બચાવવાની સલાહ છે. આપ નાણાંની બચત કરી શકશો.

એક્વેરિયસ : આજે ખરીદી કરવા માગતા હો તો દિવસ યોગ્ય નથી. રોજબરોજની વસ્‍તુઓ તમે ખરીદી શકો છો, મોટી ખરીદી આજે ન કરવી જોઈએ. થોડા દિવસ માટે થંભી જશો તો  વાજબી ભાવમાં મળી શકશે.

પાઇસિસ : થોડો ચુસ્‍ત દિવસ હશે. નાની-નાની બાબતો આપને ઉદાસ ન બનાવી દે તેની તકેદારી રાખવી, બાહ્ય અસરોના કારણે જિંદગીમાં ઘેરી નિરાશા છવાઇ છે, ૫રંતુ આપનું મનોબળ મજબૂત હોવાથી નિરાશાઓને આસાનીથી ખંખેરી શકશો. સુખી બનવા જાગૃતિ જરૂરી છે.

04 April, 2021 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

11 April, 2021 07:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

વાંચો કેવું રહેશે બાર રાશિઓનું આખું સપ્તાહ

21 March, 2021 08:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

14 March, 2021 07:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK