Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

04 December, 2022 08:22 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

તમને કોઈ ફાયદો થવાનો ન હોય એ રસ્તે જવું જ નહીં. જો તમારે એ રસ્તે જવું જ પડે એવું હોય તો જે યોગ્ય હોય એટલું જ કામ કરવું. જો તમારું બજેટ મર્યાદિત હોય તો ખર્ચ કરવા પરથી ધ્યાન હટાવીને રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરો.

પ્રતીકાત્મક તસવીર

રાશિફળ

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
તમને કોઈ ફાયદો થવાનો ન હોય એ રસ્તે જવું જ નહીં. જો તમારે એ રસ્તે જવું જ પડે એવું હોય તો જે યોગ્ય હોય એટલું જ કામ કરવું. જો તમારું બજેટ મર્યાદિત હોય તો ખર્ચ કરવા પરથી ધ્યાન હટાવીને રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી સામેના પડકારો અને અવરોધોનો હલ થોડા બિનપરંપરાગત રસ્તે જ મળશે. પોતાને જેમાં ફાવી ગયું હોય એવી સ્થિતિમાંથી પડકારવાળી સ્થિતિમાં આવવાની તૈયારી રાખવી.

સૅજિટેરિયસ જાતકો જીવનસાથી તરીકે કેવાં હોય છે?
જીવનસાથી તરીકે તમને સેજિટેરિયસ વ્યક્તિ મળી હોય તો તમારો સમય ઘણો જ સકારાત્મક રીતે તથા બધા સાથે હળીમળીને રહેવામાં વીતશે. તમને ક્યારેય કંટાળો નહીં આવે. જોકે ક્યારેક તેમની પ્રામાણિકતાને લીધે તકલીફ થઈ શકે છે. તેમના જીવનસાથીએ હસતું મોં રાખીને બધું સહન કરવાની તૈયારી રાખવી. સેજિટેરિયસ વ્યક્તિઓને સાહસ કરવાનું અને નવી-નવી વસ્તુઓ શીખવાનું ગમતું હોય છે. તેઓ જીવનસાથીને જોડે રાખીને પણ આ બધું કરવા તત્પર હોય છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


ભૂતકાળના કોઈ બનાવની અસર તમારા હાલના નિર્ણય પર પડવા દેતા નહીં. વ્યાયામ કરવાનું ટાળજો, કારણ કે પીઠમાં ઈજા થવાનું જોખમ છે.
જીવનસુધાર માટે સૂચનઃ તમને સફળતા મળવામાં જ છે. અધવચ્ચે કામ અટકાવી દેતા નહીં. શિસ્તબદ્ધ રીતે અને અવિરતપણે કામ કરતા રહેજો. જરૂર પડ્યે નવી કાર્યશૈલી અપનાવવી. 

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


ઉપરીઓ અને પરિવારજનો સાથે વાતચીત કરતી વખતે સંભાળીને બોલવું. વ્યવસાય અને અંગત ક્ષેત્રે બીજા સાથે કામ કરવા સાનુકૂળ સમય છે. 
જીવનસુધાર માટે સૂચનઃ ક્યાંક અટકી ગયા હો તો પરિસ્થિતિની સમીક્ષા કરીને શક્તિઓને બીજે વાળો. ક્યારેક કામ અટકાવી દેવાને બદલે માર્ગ બદલી કાઢવામાં જ શાણપણ હોય છે. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

સંપૂર્ણ જાણકારી મેળવ્યા વગર કોઈ પ્રતિક્રિયા આપશો તો પરિસ્થિતિ વધુ ગૂંચવાશે. વિકલ્પો વિશે સ્પષ્ટતા ન હોય અથવા કોઈ રીતે મૂંઝાઈ ગયા હો તો નિર્ણય લેવાનું ટાળવું.
જીવનસુધાર માટે સૂચનઃ જીવનમાં આંતરિક અને બાહ્ય બધો જ ગૂંચવાડો દૂર કરવો. તમને ઉપયોગી ન હોય એવી વસ્તુઓનો ત્યાગ કરી જીવન વધારે સરળ બનાવવું. 

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

સંબંધની બાબતો તમારા વિચારોમાં પૂરેપૂરી સ્પષ્ટતા હોય ત્યારે જ નિર્ણયો લેવા. જરૂર હોય ત્યારે જ બોલવું અને ગુસ્સે કે ભાવુક થવાનું ટાળવું.
જીવનસુધાર માટે સૂચનઃ અંતરાત્માના અવાજને અનુસરવું, પછી ભલે એમાં તર્ક લાગતો ન હોય. ઉપરવાળો તમને માર્ગદર્શન આપી રહ્યો છે એ સમજી લેવું. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

ભૂતકાળને લગતી કોઈ બાબત હોય તો રાબેતા મુજબની પ્રતિક્રિયા આપવાને બદલે અંતરાત્માના અવાજને અનુસરજો. પાળી ન શકાય એવું કોઈ વચન આપવું નહીં.
જીવનસુધાર માટે સૂચનઃ લક્ષ્ય સુધી પહોંચવા નાનાં-નાનાં પગલાં પણ ઉપયોગી હોય છે. ઉતાવળ કરતા નહીં. બધું પોતાના સમયે અને પોતાની રીતે થઈ જતું હોય છે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

છેલ્લા થોડા વખતથી જેમના સંપર્કમાં ન હો એવા મિત્ર કે સંબંધીનો સંપર્ક ફરી સક્રિય કરો. લાંબા ગાળાના પરિણામ વિચારીને નિર્ણયો લેવા.
જીવનસુધાર માટે સૂચનઃ પોતાની જાત સાથે પ્રામાણિક બનજો. અન્યોના અનુભવો પરથી બોધપાઠ લેજો અને પોતાની સમજશક્તિનો ઉપયોગ કરીને સારા વિકલ્પની પસંદગી કરજો. 

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

સંબંધો પર ધ્યાન આપજો અને અવિચારી બોલવાને લીધે મનદુઃખ થઈ જાય નહીં એનું ધ્યાન રાખજો. આશાવાદી બનવું સારું છે, પણ કારકિર્દીમાં બિનજરૂરી જોખમો લેતા નહીં.
જીવનસુધાર માટે સૂચનઃ જ્યારે જરૂર હોય ત્યારે જ કોઈની સહાય અને સહકાર લેવાં. પોતાના હાથમાં ન હોય એવી પરિસ્થિતિને કાબૂમાં લેવાની કોશિશ કરવી નહીં.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કામધંધાના સ્થળે ઝીણી-ઝીણી બાબતોનું ધ્યાન રાખો. દરેક દસ્તાવેજને અને પ્રેઝન્ટેશનને તપાસી લો. ક્યાંક અટવાઈ ગયા હો તો જરૂરી ફેરફાર કરીને તમે માર્ગ કાઢી શકશો.
જીવનસુધાર માટે સૂચનઃ જૂના-જાણીતા વાતાવરણમાંથી બહાર આવીને નવા પડકારોનો સ્વીકાર કરો અને કાર્યશૈલીમાં પરિવર્તન લાવો. ભૂતકાળને બદલે ભવિષ્ય પર નજર રાખો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

વર્તમાન અને સંભવિત ક્લાયન્ટ્સ સાથે વાતચીતમાં સાવચેતી રાખવી, તમને પછીથી પસ્તાવો થાય એવો કોઈ શબ્દ બોલાઈ જાય એવું જોખમ છે. પડકારભરી સ્થિતિમાં મૂંઝાવાને દલે એનો હલ વિચારો.
જીવનસુધાર માટે સૂચનઃ જ્યારે તમને બેચેની લાગતી હોય ત્યારે એવા પ્રસંગો યાદ કરો જ્યારે તમને ભગવાનનો પાડ માનવાનું મન થયું હોય.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

જે પરિસ્થિતિનો કોઈ હલ જ ન હોય એમાં દલીલબાજી કરવાનું ટાળજો. પારિવારિક નાણાકીય બાબતોમાં વધુપડતી સાવચેતી રાખજો.
જીવનસુધાર માટે સૂચનઃ લક્ષ્યોથી વિચલિત થયા વગર પોતાના માર્ગ પર ચાલ્યે રાખો. ક્યારેક સફળતા મળવાની તૈયારી હોય એવો સમય જ સૌથી વધુ મુશ્કેલ હોય છે. 

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

પરિસ્થિતિની સમીક્ષા કરીને ફાજલ વસ્તુઓ અને બાબતોનો ત્યાગ કરવા માટે સારો સમય છે. બિનજરૂરી ખર્ચને બદલે રોકાણ કરવા પર ધ્યાન આપો.
જીવનસુધાર માટે સૂચનઃ જે અગત્યનું હોય એનો જ વિચાર કરો. નિરર્થક બાબતોમાં મૂલ્યવાન સમય બગાડવો નહીં. ઘણું કરવાનું છે એટલે નાહક સમય વ્યર્થ ન કરો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

તમારે કોઈ લેવાદેવા ન હોય એ વાતથી દૂર રહેવું, પોતાનાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું. નાણાકીય જોખમો લેવાનું ટાળવું. સલામત રોકાણ કરવું.
જીવનસુધાર માટે સૂચનઃ ફુરસદ માણવા માટે અને આરામ કરવા માટે સમય ફાળવવો. માણસ નિરાંતે બેઠો હોય એવા સમયે ઘણા અનુત્તર પ્રશ્નોના હલ મળી આવતા હોય છે. 

Whatsapp-channel Whatsapp-channel

04 December, 2022 08:22 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK