Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

10 December, 2023 07:29 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

 મજબૂત પાયાઓ રચો અને ધીરજ રાખો, કારણ કે સફળતા રાતોરાત મળતી નથી. અંગત અને વ્યવસાયી જીવનમાં વધુ સંપર્કો બનાવવા માટે સારો સમય છે.

પ્રતીકાત્મક તસવીર સાપ્તાહિક રાશિફળ

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય...   
 મજબૂત પાયાઓ રચો અને ધીરજ રાખો, કારણ કે સફળતા રાતોરાત મળતી નથી. અંગત અને વ્યવસાયી જીવનમાં વધુ સંપર્કો બનાવવા માટે સારો સમય છે. જેમના પર વિશ્વાસ કરી શકાય એવું ન હોય તેમની સાથે કળપૂર્વક કામ લેવું અને ટેન્શનને કારણે જરૂરી કામ તરફ દુર્લક્ષ કરવું નહીં. 

સૅજિટેરિયસ જાતકોની અજાણી બાજુ   
સૅજિટેરિયસ જાતકો આખાબોલા અને પ્રામાણિક હોય છે. પોતાની વાતોની અસર સામેવાળા માણસ પર કેવી થશે એનો તેઓ વિચાર કરતા નથી. આને કારણે ક્યારેક બીજાઓને માઠું લાગી શકે છે અથવા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જવું પડે છે. તેઓ ગાડરિયા પ્રવાહમાં રહેવામાં માનતા નથી અને ક્યારેક જૂના વિચારો ધરાવતા પરિવારજનો સાથે તેમનું ઘર્ષણ થતું હોય છે. સૅજિટેરિયસ જાતકો ક્યારેક પોતાના વિચારોમાં જ મશગૂલ અને લઘરવઘર રહેતા હોય છે. બીજા લોકોને એ ગમે નહીં એવું શક્ય છે. એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં તમામ ઉપલબ્ધ વિકલ્પોનો વિચાર કરી લેવો. રોકાણના પોર્ટફોલિયોની સમીક્ષા કરીને આવશ્યક ફેરફારો કરવા માટે સાનુકૂળ સમય છે. 
કારકિર્દી વિશે સલાહ : કાયદાને લગતી સમસ્યા ઊભી થઈ હોય તો કાળજીપૂર્વક હાથ ધરવી અને કોઈ ભૂલ થઈ જાય નહીં એની તકેદારી લેવી. સ્વયં રોજગાર કરનારાઓ અને પ્રોફેશનલો માટે સારો સમય છે.   

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


પરિસ્થિતિનો વિશાળતામાં વિચાર કરવો અને લાંબા ગાળાની દૃષ્ટિ રાખીને ઉત્તમ વિકલ્પની પસંદગી કરવી. બજેટને વળગી રહેવું. વધુપડતો કે બિનજરૂરી ખર્ચ કરવો નહીં. 
કારકિર્દી વિશે સલાહ : જો કોઈ વ્યૂહ ઘડવાનો હોય કે પછી કોઈ ફેરફાર લાવવાનો હોય તો અંતરાત્માના અવાજને અનુસરવો. તમને ખીજ ચડે એવો વ્યવહાર કરનારા સહકર્મીઓને દાદ આપવી નહીં.  

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

તમારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં આવી રહેલા ફેરફારોનો વિચાર કર્યા પછી જ નક્કી કરવું કે હવે શું કરવાની જરૂર છે. ઘરમાં થયેલો કંકાસ આપોઆપ દૂર થઈ જશે એવું માનીને એના તરફ દુર્લક્ષ કરવું નહીં. 
કારકિર્દી વિશે સલાહ : કારકિર્દીને લગતો નિર્ણય લેવાની જરૂર પડે તો પોતાની અપેક્ષાઓ બાબતે સ્પષ્ટતા રાખવી. મીટિંગો અને સહકર્મીઓ જોડે સઘન વિચારણા કરવા માટે સારો સમય છે.   

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

  જે ખરેખર કરવાની જરૂર હોય એની સાથે બાંધછોડ કર્યા વગર તમારા માટેની સંતુલિત પરિસ્થિતિ શોધી કાઢવી. લાગણીઓના તાણાવાણામાં ગૂંચવાઈ જાઓ નહીં એનું ધ્યાન રાખવું. 
કારકિર્દી વિશે સલાહ : કોઈ કામ અટકી પડ્યું હોય તો ધીરજ રાખવી અને ઉપલબ્ધ સમયનો રચનાત્મક ઉપયોગ કરવો. હાલ જેનું આયોજન થઈ રહ્યું હોય એવા પ્રોજેક્ટ વિશે અત્યારથી વાતો કરવી નહીં. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

 અંગત હોય કે વ્યવસાયી જીવન હોય, ગ્રુપમાં રહીને કામ કરવા માટે સાનુકૂળ સમય છે. કુંવારાઓ માટે પણ સમય સારો છે, પરંતુ તેમણે પોતાની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા રાખવી. 
કારકિર્દી વિશે સલાહ : વિશ્વસનીય વ્યક્તિની સલાહ સાંભળવી, પરંતુ નિર્ણય પોતાની રીતે લેવો. જે કામ બીજાઓ કરી શકતા હોય એની પાછળ પોતાની શક્તિઓ ખર્ચવી નહીં.   

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

જરૂર પડે ત્યારે બોલવામાં સંકોચ કરવો નહીં અને અહમને વચ્ચે આવવા દેવો નહીં. દોસ્તી 
અને બીજા સંબંધો માટે સમય સારો છે. 
કારકિર્દી વિશે સલાહ : ઝીણી-ઝીણી બાબતોમાં માથું મારનારા બૉસ સાથે પનારો પડ્યો હોય તો ધીરજની કસોટી થશે. તમે જે ડેટા રજૂ કરો છો એ નવીનતમ અને ચોકસાઈભર્યો હોય એની તકેદારી લેવી.    

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

 તમે કોઈ આદત બદલવા ઇચ્છતા હો તો એના મૂળ સુધી જવું. મોટું રોકાણ કરતાં પહેલાં સમગ્ર આર્થિક સ્થિતિનું આકલન કરી લેવું. કોઈ પણ સલાહનું આંધળું અનુકરણ કરવું નહીં.  
કારકિર્દી વિશે સલાહ : નવાં-નવાં કૌશલ્યો પ્રાપ્ત કરવાની તૈયારી રાખવી. નવા કૉન્ટ્રૅક્ટ માટે વાટાઘાટ કરી રહ્યા હો તો થોડી વધુ જહેમત અને ધીરજની જરૂર પડશે.  

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

પરંપરાઓનું પોતાનું આગવું મૂલ્ય હોય છે, પરંતુ જો તમે જડતા રાખો અને વિચારોમાં ફ્લેક્સિબિલિટી રાખો નહીં તો મુશ્કેલી સર્જાઈ શકે છે. ફ્લેક્સિબલ રહીને તમે પોતાનાં લક્ષ્યો સહેલાઈથી હાંસલ કરી શકશો.  
કારકિર્દી વિશે સલાહ : બૉસ અને ઉપરીઓ જોડેની વાતચીતમાં સંભાળવું. ઘરે રહીને બિઝનેસ કરનારાઓએ લાંબા ગાળા સુધી ટકાવીને રાખી શકાય એવા જ ફેરફારો કરવા.   

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કાનાફૂસીની વાતો સાંભળવામાં કંઈ ખોટું નથી, પરંતુ એક જ બાજુની વાત સાંભળીને કોઈ નિર્ણય લેવો નહીં. અગત્યના સંબંધોને આવશ્યક સમય આપવો અને માવજત કરવી. 
કારકિર્દી વિશે સલાહ : નાની અને મોટી બધી જ બાબતો પર લક્ષ આપવું. કોઈ પણ પ્રકારના ડેટા અને હિસાબ-કિતાબનું કામ સંભાળતા જાતકોએ પોતાનું કામ ફરી-ફરી તપાસી લેવું.    

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તમે પોતાની ફરજ માનતા હો તો પણ પોતાના ગજા બહારનું કામ માથે લેવું નહીં. પોતાની શક્તિઓને ઓળખીને એનો અસરકારક ઉપયોગ કરવો.  
કારકિર્દી વિશે સલાહ : કારકિર્દીમાં પ્રગતિ કરવા માટે શું થઈ શકે એનો વિચાર કરવો. બૉસ અને ઉપરીઓ જોડે સારા સંબંધો રાખવા.   

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

 હાલ કોઈ બીમારી સતાવતી હોય કે તબિયત નરમ હોય તો એના મૂળ કારણ સુધી જવું. મિત્રો અને પરિવારજનો જોડે નકામા ઘર્ષણમાં ઊતરવું નહીં. 
કારકિર્દી વિશે સલાહ : પોતાના લક્ષ્ય પરથી નજર હટવી જોઈએ નહીં. ખાસ કરીને એવા સમયે જ્યારે તમારે નિશ્ચિત સમયમર્યાદામાં કામ પૂરું કરવાનું હોય. ઑફિસમાં ચાલતી કૂથલીઓથી દૂર રહેવું, કારણ કે તમે કહેલી વાતનો તમારા વિરુદ્ધ જ ઉપયોગ થઈ શકે છે.   

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

ઘર તરફ પણ એક નજર કરી લેવી. આવશ્યક સમારકામ કે સુધારા-વધારા કરાવી લેવા. મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ જોડેનો સંવાદ સ્પષ્ટ અને નિખાલસ રાખવો. 
કારકિર્દી વિશે સલાહ : બૉસ અને ઉપરીઓ સાથેના સંવાદમાં સ્પષ્ટતા રાખવી, પરંતુ નમ્ર અને પ્રોફેશનલ વર્તન કરવું. પ્રોજેક્ટ્સ પર પૂરેપૂરું લક્ષ આપવું.   

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2023 07:29 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK