જાણો કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું
પ્રતીકાત્મક તસવીર
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમને જ્યારે બીજાઓ કરતાં વધારે અટેન્શન મળવું જોઈએ એવું લાગે એ વખતે થોડોઘણો પોતાનો પણ પ્રચાર કરી લેજો. નબળી પાચનશક્તિ ધરાવતા હોય તેમણે થોડી વધારે સાવચેતી રાખવી.
જીવનસુધાર માટે સૂચનઃ જીવન એમ ને એમ પસાર થવા દેવાને બદલે સક્રિય થઈ જાઓ અને લક્ષ્ય નક્કી કરીને આગળ વધો. દરેક દિવસનું ઉમંગભેર સ્વાગત કરો.
ADVERTISEMENT
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરવો અને કંઈક વધુ શીખીને પોતાનો ઉત્કર્ષ કરવા માટેની તકનો મહત્તમ લાભ લેવો. નાણાકીય લક્ષ્યોની સમીક્ષા કરી લેવી અને જરૂર પડ્યે એમાં ફેરફાર કરવો.
જીવનસુધાર માટે સૂચનઃ તમારી જૂનીપુરાણી વિચારધારા અથવા તો આદતને છોડી દેવી. પોતે ખરેખર કોઈ લક્ષ્ય હાંસલ કરવા માગતા હો તો ધીરજપૂર્વક પરિશ્રમ કરતા રહેજો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
દરેક સમસ્યાનો કોઈ ઉપાય જરૂર હોય છે, પરંતુ તમારે એ ઉપાયને અનુરૂપ કાર્ય કરવાની તૈયારી રાખવી. જીવનસાથી માટે ઑનલાઇન શોધ કરનારા માટે સાનુકૂળ સમય છે.
જીવનસુધાર માટે સૂચનઃ જરા પણ સંકોચ કર્યા વગર અને હિંમત હાર્યા વગર આગળ વધતા રહેજો. કદમ ભલે નાનાં હોય, પણ અટકવું નહીં. તમારું દરેક પગલું તમને લક્ષ્ય તરફ દોરી જશે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તમારે કોઈ પરિવર્તન લાવવું હોય તો એની જવાબદારી પણ સ્વીકારી લેવાનું વલણ અપનાવવું. ઑનલાઇન રોજગાર કરનારાઓ માટે સારો સમય છે.
આરોગ્યવિષયક સલાહ: જેઓ સામાજિક કાર્યક્રમોમાં વધુપડતો સમય ગાળતા હોય તેમણે પૂરતો આરામ પણ કરી લેવો. મોટી ઉંમરનાં જાતકોએ આરોગ્ય સાચવવા પર વિશેષ ધ્યાન આપવું.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
નવા પ્રોજેક્ટનો મજબૂત પાયો રચવા તરફ લક્ષ્ય રાખવું. પોતાની લાભપ્રદ સ્થિતિનો ઉપયોગ કરવો.અંગત કે વ્યવસાયી જીવનમાં અધકચરાં કમિટમેન્ટ્સ ન કરવાંં.
જીવનસુધાર માટે સૂચનઃ અનિશ્ચિતતાભરી સ્થિતિના ડરને મનમાંથી કાઢી નાખજો. જીવનને નવી નજરે જુઓ અને બધું સારું થશે એવી આશા રાખો. નાની સિદ્ધિઓનો પણ મન મૂકીને આનંદ માણો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
સમગ્ર પરિવારનું બજેટ સહિયારું હોય તો બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખજો. કોઈ પણ અગત્યનો નિર્ણય લેતાં પહેલાં તમામ માહિતી ભેગી કરી લેજો.
જીવનસુધાર માટે સૂચનઃ બીજાઓએ તમારા પર લાદેલાં બંધનોને વશ થતા નહીં. સ્વતંત્રતાનો તમારો અધિકાર છે. તમે જે પરિસ્થિતિને પામી ગયા હો એનાથી આગળ વધીને કામ કરવું.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
તમે કોઈ મહત્ત્વપૂર્ણ લક્ષ્યો હાંસલ કરવા ઇચ્છતા હો તો એકાગ્રતા અને શિસ્ત રાખીને કામ કરજો. તબિયત સાચવવા તરફ ધ્યાન આપજો. ખાણી-પીણી હોય કે વ્યાયામ હોય, અતિરેક ટાળજો.
જીવનસુધાર માટે સૂચનઃ સ્વયંસ્ફુરણા પર વિશ્વાસ રાખજો. પોતાની સાથે પ્રામાણિક બનીને રહેજો અને જીવનમાં સચ્ચાઈ રાખજો. હંમેશાં કથની અને કરણી એકસમાન રાખજો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
અંગત અને વ્યવસાયી જીવનમાં સંબંધોને નવી નજરે જોવાનું રાખજો. શ્વસનતંત્રમાં ઍલર્જીની તકલીફ ધરાવતા લોકોએ વધારે સાવચેતી રાખવી.
જીવનસુધાર માટે સૂચનઃ જરૂર પડ્યે જીવનની ગતિ ધીમી પાડી દેજો અને જે મહત્ત્વનું હોય એના વિશે પુનઃવિચાર કરી લેજો. જો તમે હાલ રિલૅક્સ રહેશો તો તમારી ખરી શક્તિનો પરિચય થશે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
મુક્તપણે વાત કરજો અને લાભમાં હોય એ માહિતીનો ઉપયોગ કરજો. યોગ્ય સમયે અને યોગ્ય રીતે. જીવનસાથીને ઑનલાઇન શોધનારાઓએ પસંદગી બાબતે સ્પષ્ટતા રાખવી.
જીવનસુધાર માટે સૂચનઃ આત્મચિંતન કરવા માટે સમય ફાળવજો. ત્યાર બાદ જ મક્કમતાપૂર્વક અને સમજી-વિચારીને આગળ વધજો. આરામ માટે સમય કાઢજો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જેના પર વિશ્વાસ રાખતા હો તેમની સલાહ શાંતિથી સાંભળજો અને શક્ય હોય તો અનુસરજો. તમારું મન મોકળું રાખજો. નવાં રોકાણો કરતાં પહેલાં પૂરતી રિસર્ચ કરી લેજો જેથી પાછળથી પસ્તાવો ન થાય.
જીવનસુધાર માટે સૂચનઃ પરિવર્તન હંમેશાં અગવડભર્યું હોય છે, પરંતુ એનું પરિણામ સારું આવતું હોય છે. હિંમતભર્યાં પગલાં લેતાં અચકાશો નહીં.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
પોતાની કાળજી લેજો અને રોજિંદા જીવનમાં શિસ્તબદ્ધ રહેજો. પૂરતી ઊંઘ લેવી. જેનો કોઈ ઉપયોગ ન હોય એવી પરિસ્થિતિથી દૂર ચાલ્યા જવું.
જીવનસુધાર માટે સૂચનઃ લાગણીઓના ઘા રૂઝવવા પર ધ્યાન આપજો. અન્યોને ક્ષમા આપી સકારાત્મક પરિવર્તન લાવવું. કોઈ મર્યાદા લાગતી હોય તો એ તમે જ સર્જેલી હશે એટલું ધ્યાન રાખજો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
તમે કોઈ નિર્ણય લેવા માગતા ન હો તો કોઈ પણ પરિસ્થિતિને અવગણવાને બદલે નિર્ણાયક રીતે આગળ વધજો. હાઈ બ્લડ-પ્રેશર કે હૃદયરોગની તકલીફ ધરાવતા લોકોએ થોડી વધુ કાળજી લેવી.
જીવનસુધાર માટે સૂચનઃ પોતાને શું જોઈએ છે એના વિશે સ્પષ્ટતા રાખવી અને બાંધછોડ કરવી નહીં. તમે જેના પર લક્ષ આપશો એ હાંસલ કરી શકશે. ડર અને શંકા રાખીને વિચલિત થતા નહીં.
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય : તમે અસાધારણ કે તમારા સ્વભાવથી વિપરીત કોઈ નિર્ણય લેવાના હો તો પૂરેપૂરો વિચાર કરીને જ આગળ વધજો. તમારા પ્રતિભાવ બાબતે સભાનતા રાખજો અને કોઈ પણ બાબતે પોતાનું ધોરણ નક્કી કરતાં પહેલાં સાચી માહિતી પ્રાપ્ત કરી લેજો. સ્થિરતા ન હોય એવાં રોકાણોથી દૂર રહેજો. રોકાણો વૃદ્ધિ કરનારાં જોઈએ. નોકરી કે કારકિર્દીમાં પરિવર્તન લાવવા ઇચ્છતી વ્યક્તિએ આખરી નિર્ણય લેતાં પહેલાં એને લગતા લાભ-ગેરલાભનો વિચાર કરી લેવો.
જીવનસાથી તરીકે કૅપ્રિકોર્ન જાતકો કેવાં હોય છે? : કૅપ્રિકૉર્ન જાતકો વિશ્વાસુ હોય છે. તેમની સાથે રહેવામાં મોજ પડતી હોય છે. તેઓ બોલવા કરતાં કરી બતાવવામાં વધુ માનતા હોય છે. મિત્રને જરૂર પડે ત્યારે મદદ કરવા દોડી આવનારાઓમાં તેઓ પહેલા હોય છે. આ સ્વભાવને લીધે ક્યારેક લોકો તેમનો ગેરલાભ ઉઠાવતા હોય છે. કૅપ્રિકૉર્ન જાતકો માટે ક્યારેક પરિવારજનો કરતાં મિત્રો વધુ મહત્ત્વના હોય છે. તેઓ મિત્રોના કલ્યાણને પોતાનું કર્તવ્ય માનતા હોય છે. સાથે એ પણ સાચું છે કે જો પોતાના મિત્ર ક્યાંય ખોટા હશે તો કૅપ્રિકૉર્ન જાતકો સાચું કહેતાં અચકાશે નહીં.


