Valentine’s Day 2024: જો તમે તમારી રાશિ પ્રમાણે તમારા લવ પાર્ટનરને ગિફ્ટ આપો તો તમારા પ્રેમમાં પણ વધારો થતો હોય છે.
વેલેન્ટાઈન ડે સ્પેશિયલ ગિફ્ટ માટેની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- બંને વચ્ચેના સંબંધમાં વધુ નિકટતા આવતી હોય છે
- વૃષભ રાશિના જાતકો માટે હૉમ ડેકોરેશનની વસ્તુઓ આપવી જોઈએ
- ધનુ રાશિનો સ્વામી ગુરુ હોવાથી આવા જાતકોને મોંઘી ગિફ્ટ આપવી જોઈએ
Valentine’s Day 2024: ફેબ્રુઆરીનો મહીનો આવી ગયો અને એમાં પણ પ્રેમી પંખીડાઓ જેની રાહ જોતાં હોય છે એ વેલેન્ટાઈન ડે (Valentine’s Day 2024)ને હવે ગણતરીના જ કલાક બાકી છે ત્યારે એકબીજાને ગિફ્ટ આપવાની પ્રથા તો કેમ ભૂલાય? પણ હા, આ સમયે જો તમે પાર્ટનરની રાશિ પ્રમાણે તમારા લવ પાર્ટનરને ગિફ્ટ આપો તો તમારા પ્રેમમાં પણ વધારો થતો હોય છે. વળી, બંને વચ્ચેના સંબંધમાં વધુ નિકટતા આવતી હોય છે.
આવો, જાણીએ કે તમે રાશિ પ્રમાણે વેલેન્ટાઈન ડે પર તમારા ગમતા પાર્ટનરને કઈ ગિફ્ટ આપી શકો છો?
ADVERTISEMENT
મેષ:
જો આપણે મેષ રાશિના જાતકોની વાત કરીએ તો તેઓનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોને લાલ ગુલાબ અને રોમેન્ટિક કાર્ડ આપવામાં આવે તો તે યોગ્ય રહેશે. હા, એમાં ગુલાબના ફૂલ, ગ્રીટિંગ કાર્ડ, ઘડિયાળ, કપડાં પણ યોગ્ય જ છે.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે વેલેન્ટાઈન ડે (Valentine’s Day 2024) પર પોતાના લવર્સને હૉમ ડેકોરેશનની વસ્તુઓ, સ્વેટર અથવા કોસ્મેટિક વસ્તુઓ આપવી જોઈએ.
મિથુન:
મિથુન રાશિના લોકો માટે પણ પ્રેમના દિવસો પર એક સૂચન છે કે તેઓ જો આવા લોકોને ઘડિયાળ, શૂઝ અથવા શર્ટ ગિફ્ટ કરાય તો તે વધુ ફાયદાકારક રહેશે.
કર્ક:
જે જાતકોની રાશિ કર્ક છે તેઓને પોતાના પાર્ટનર વેલેન્ટાઈન ડે (Valentine’s Day 2024) પર પરફ્યુમ, બ્રેસલેટ અથવા પર્સ આપે તો બેસ્ટ છે. કારણકે આ રાશિના લોકોનો સ્વામી ચંદ્રમા છે.
સિંહ:
સિંહ રાશિનો સ્વામી સૂર્ય હોવાથી આ રાશિના જાતકોને ઓરેન્જ ગુલાબ સાથે વાદળી ડ્રેસ જો આપવામાં આવે તો એ શુભ ગણાય છે.
કન્યા:
કન્યા રાશિના જાતકોને જો લાલ અને વાદળી ગુલાબ આપવામાં આવે અને એમાં પણ આખો ગુલદસ્તો આપવામાં આવે તો તે પરસ્પર રોમાન્સ વધારી શકે છે.
તુલા:
તુલા રાશિનો સ્વામી શુક્ર હોઈ આ લોકોને ગુલાબી રંગનું ગુલાબ આપવું જોઈએ. અથવા તો પછી સફેદ રંગનો ડ્રેસ પણ આપી જ શકાય છે.
વૃશ્ચિક:
જો વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરી તો તેઓ માટે લાલ રંગનું ગુલાબ કે અન્ય ફૂલ બેસ્ટ છે. તેઓને ઈલેક્ટ્રોનિક વસ્તુ પણ અપાય તો બેસ્ટ રહેશે.
ધનુ:
ધનુ રાશિનો સ્વામી ગુરુ છે. માટે આવા જાતકોને જો મોંઘી ગિફ્ટ અપાય તો તે પરસ્પર પ્રેમ વધારી શકે છે. એટલે જ કે સોનાનું પેન્ડન્ટ વગેરે આપી શકાય.
મકર:
મકર રાશિવાળા લોકોને શૂઝ, કપડાં, નાઈટ લેમ્પ આપી શકાય છે.
કુંભ:
કુંભ રાશિના લોકો માટે મેકઅપ કીટ, નેકલેસ કે પછી બ્લ્યુ ફૂલ આપવું યોગ્ય માનવામાં આવે છે.
મીન:
છેલ્લી રાશિ મીન રાશિના જાતકો માટે વેલેન્ટાઈન ડે (Valentine’s Day 2024) નિમિત્તે ઘડીયાળો, ઓડિયો બુક અને યલો કલરના ફૂલ આપવા યોગ્ય છે.

