° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


રાશિફળ 2019: કરિયર, નોકરી, વેપાર, શિક્ષા, સ્વાસ્થ્ય, યાત્રા, પ્રેમ

27 December, 2018 10:00 PM IST |

રાશિફળ 2019: કરિયર, નોકરી, વેપાર, શિક્ષા, સ્વાસ્થ્ય, યાત્રા, પ્રેમ

કેવુ રહેશે તમારૂ 2019

કેવુ રહેશે તમારૂ 2019

મેષ રાશિવાળા લોકોને મળશે મકાન-વાહનનું સુખ, પરંતુ રાખવી પડશે સાવધાનીઓ

મેષ રાશિવાળા માટે આ વર્ષ મિશ્ર રહેશે કેટલીક ખુશીઓ અને વાહન કેટલીક મુશ્કેલીઓ ભરેલુ રહેશે. તમે નવું વાહન ખરીદી શકશો. દામ્પત્ય જીવનમાં ઉતાર ચઢાવ રહેશે.પરંતુ સ્વાસ્થ્ય ચિંતાનો વિષય રહેશે. દામ્પત્ય જીવનમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. માન સમ્માન રાખવાનો પ્રયત્ન કરવુ. આ રાશિ તમારા પ્રિય સ્ટાર અજય દેવગણની પણ છે, જેને જોઈને તમે અંદાજો લગાવી શકો છો મેષ રાશિ વાળા લોકોના જીવન વિશે.

વૃષભ રાશિ વાળા લોકોના જીવન ઉતાર-ચડાવ ભર્યો રહેશે, કેટલીક વાતો પ્રત્યે રહેશો સચેત

વૃષભ રાશિવાળા લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ 2019 સારૂ રહેશે જ્યારે વિદ્યાર્થીઓ માટે ઠીક રહેશે. અવિવાહિતો માટે વિવાહના યોગ અને દામ્પત્ય માટે સુખ શાંતિ રહેશે. વ્યવહાર અને વાણી પર સંયમ રાખવો. વર્ષ 2018માં હોલિવૂડ એક્ટર નિક જોનાસ સાથે લગ્ન કરનારી પ્રિયંકા ચોપડાની રાશિ પણ વૃષભ છે.

મિથુન રાશિ વાળાને રહેશે ભાગ્યનો સાશ રહેશે, પ્રગતિના પંથે પર આગળ વધો

મિથુન રાશિ વાળા માટે વર્ષના પ્રારંભિક દિવસે સારા પરંતુ જુલાઈ પછી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ઓગસ્ટ પછી પદમાં વધારો, ઉચ્ચ અધિકારીઓ ની પ્રશંસા જેવી સફળતા મળી શકે છે.

કર્ક રાશિ વાળા લોકો ખર્ચ પર કંટ્રોલ જરૂરી, સંતાન પ્રાપ્તિનો યોગ, પરંતુ નોકરીમાં સાવઘાની જરૂરી.

કર્ક રાશિવાળા લોકોને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો પરેશાન કરશે. જરૂર વગરના ખર્ચાઓથી બચવું, સંચિત કરેલુ ધન ઓછુ થઈ શકે છે. ગૃહ ક્લેશ થવાની સંભાવના રહેશે સ્વયં પર અને વાણી પર કાબૂ રાખવો યોગ્ય વિકલ્પ છે. સ્ટાર અને આ વર્ષે ચર્ચામાં રહેલા રણવીર સિંહની રાશિ પણ કર્ક છે.

સિંહ રાશિવાળા ખરીદિ શકે છે મકાન. ધન, પદ અને પ્રતિષ્ઠામાં થશે વધારો, દુશ્મનો રહેશે ભયભીત

સિંહ રાશિ ધરાવનાર જન્મજાતથી કુશળ અને નિડર હોય છે અને તેમના આ જ ગુણ માટે આ વર્ષ નિખરીને સામે આવશે . આ વર્ષે તેમના શત્રુઓ ભટભીત રહેશે . તમારા આ સ્વભાવની જીવનસાથી સાથેના વ્યવહાર પર અસર ન થાય તેનુ ધ્યાન રાખવુ. સાથે જ આ વર્ષે સ્વાસ્થ્યનુ પણ ધ્યાન રાખવુ . સૈફ અલી ખાન અને કરિના કપૂરના પુત્ર તૈમુરની રાશિ પણ સિંહ છે.


કન્યા રાશિ વાળા લોકો માટે બિઝનેશમાં જોરદાર ધનલાભની સંભાવના , જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે

કન્યા રાશિવાળા લોકો માટે પરિવાર અને દામ્પત્ય બન્ને જગ્યાએ સંબંધો સામાન્ય રહેશે. જો કે વ્યવસાય અને નોકરીમાં સફળતા મળવાની તકો વધુ છે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સામાન્ય રીતે સારૂ રહેશે જો કે તે માટે તેમને પુરતી મહેનત કરવી પડશે. રણવીર કપૂરની રાશિ પણ કન્યા છે જે અત્યારે યુવા દિલોની ધડકન માનવામાં આવે છે.


તુલા રાશિવાળા લોકોની સ્થાવત મિલકતો અને બેંક બેલેન્સ વધશે, કોર્ટ-કચેરીના ચક્કરોથી મળશે છુટકારો

જો સંતા ન પ્રાપ્તિ સુખની દ્રષ્ટિએ જોઈએ તો તુલા રાશિ વાળા લોકો માટે આ વર્ષ ઘણુ સારૂ રહેશે. એમની ધન સંપતિમાં વઘારો થશે. દામ્પત્ય જીવનમાં કેટલાક તણાવની પણ સંભાવના છે, પરંતુ સમજદારીનો પરિચય આપશો તો તે ગંભીર બનશે નહી. અમિતાભ બચ્ચન અને દીપિકા પાદૂકોણ જેવા સ્ટાર્સની રાશિ તુલા છે.

વૃશ્ચિક રાશિવાળા લોકોને ચલ સંપતિમાં વધારો થશે. સ્વાસ્થ્ય અને દેવુ ચિંતાનું કારણ બની શકે છે.

આ વર્ષે વૃશ્ચિક રાશિવાળા લોકો શારિરીક અને આર્થિક સ્વાસ્થ્ય એમ તો સારી રહેશે પરંતુ બન્નેને મૌસમ અને આકસ્મિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. કિંગ ખાન શાહરુખ ખાનની રાશિ વૃશ્ચિક છે.

ધન રાશિવાળા લોકો માટે વેપારમાં નવી પાર્ટનરશિપ કરતી વખતે સાવચેત રહેવુ યોગ્ય, વાહનના પ્રયોગમાં સાવધાની રાખવી

ધન રાશિવાળા આ વર્ષે તમારી સતર્કતા અને પુર્વાનુમાનની કુશળતાની પરિક્ષા થશે. જો સારી રીતે તેનો પ્રયોગ કરવામાં આવ્યો તો વેપાર સુરક્ષિત રહેશે અને ઈજાઓથી બચવું, નહીતો મુશ્કેલીઓ આવી શકે છે. રાજકારણીય પરિવાર માંથી આવતા બોલીવૂડ એક્ટર રિતેષ દેશમુખની રાશિ ધન છે.

મકર રાશિવાળા વેપારમાં વિચારીને નિર્ણય લે, અચલ સંપતિને લઈને વિવાદ થઈ શકે છે.

મકર રાશિવાળા લોકોને આ વર્ષે સમજદારીથી કામ કરવુ પડશે. સંપતિને થઈને વિવાદ થઈ શકે છે. પિતા અને નાના ભાઈઓ સાથે સાવધાની પૂર્વક વ્યવહાર કરવો. ડાન્સના નાયક એવા રિતિક રોશનની રાશિ મકર છે.

કુંભ રાશિ ધરાવનાર માટે પ્રમોશનનાં યોગ, મકાન-વાહન ખરીદિ શકો છો.

કુંભ રાશિવાળા લોકો માટે આર્થિક સુખની દ્રષ્ટિએ આ વર્ષ સારૂ રહેશે. આવકમાં વધારો થઈ શકે છે. અચલ સંપતિ પ્રાપ્ત થવાના યોગ છે. નવા વાહન ખરીદિ શકો છો. અભિષેક બચ્ચનની રાશિ પણ કુંભ છે.

મીન રાશિવાળા લોકો વેપારમાં લાભ થવાની આશાઓ, પરંતુ અનુચિત પ્રેમ સંબંધથી બચવુ.

મીન રાશિવાળા લોકો વેપાર જોડાયેલા લોકો માટે ખુબજ મહત્વનું રહેશે. રૂટિન લાઈફથી સાવધાન રહેવુ. વિશેષ રૂપથી પ્રેમ સંબંધોને લઈને સાવધાન રહેવુ. આમિર ખાન અને આલિયા ભટ્ટની રાશિ પણ મીન છે.

27 December, 2018 10:00 PM IST |

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક ભવિષ્ય

02 May, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

25 April, 2021 08:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

18 April, 2021 07:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK