Karwa Chauth 2023: જ્યારે ચતુર્થી તિથિની સમાપ્તિ 1 નવેમ્બરના રોજ રાતે 9.19 વાગ્યે થશે. આ કારણે કરવા ચોથનું વ્રત અને પૂજન 1 નવેમ્બરના રોજ રાખવામાં આવશે. કરવા ચોથ વ્રત ઉદયાતિથિથી માન્ય થાય છે.
કરવા ચોથ માટેની ફાઈલ તસવીર
Karwa Chauth 2023 Moonrise Time: હિંદુ ધર્મમાં કરવા ચોથ વ્રતનું ખાસ મહત્વ છે અને દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ આ વ્રત ઉજવવામાં આવે છે. આ વર્ષે કરવા ચોથ 2023 1 નવેમ્બર 2023ના રોજ ઉજવાશે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિની લાંબી ઊંમર માટે નિર્જળા વ્રત કરે છે. હિંદુ પંચાંગ પ્રમાણે, આ વર્ષે આસો મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 31 ઑક્ટોબર (મંગળવાર) રાતે 9.31 વાગ્યે શરૂ થશે. જ્યારે ચતુર્થી તિથિની સમાપ્તિ 1 નવેમ્બરના રોજ રાતે 9.19 વાગ્યે થશે. આ કારણે કરવા ચોથનું વ્રત અને પૂજન 1 નવેમ્બરના રોજ રાખવામાં આવશે. કરવા ચોથ વ્રત ઉદયાતિથિથી માન્ય થાય છે.
કાશીના જ્યોતિષાચાર્ય પંડિત સંજય ઉપાધ્યાય પ્રમાણે, કરવા ચોથના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ સાંજે ભગવાન ગણેશ, ચોથ માતા અને કરવા માતાની પૂજા કરે છે. પછી ચંદ્રોદય બાદ ચંદ્રમાને અર્ધ્ય આપે છે. હકીકતે કરવા ચોથ પર વ્રતી સૌભાગ્યવતી મહિલાઓ ચંદ્ર જોયા બાદ જ વ્રત ખોલે છે. આ જ કારણ છે કે તેમને કરવા ચોથ પર ચંદ્રના દર્શન થાય તેની રાહ જોવાતી હોય છે. કરવા ચોથ પર સૂર્યાસ્ત બાદ પ્રદોષ કાળમાં પૂજા થાય છે. તો જાણો આ વખતે મુંબઈ, દિલ્હી સહિત દેશના મોટા શહેરમાં કયા સમયે થશે ચંદ્ર દર્શન?
ADVERTISEMENT
કરવા ચોથ 2023 શુભ મુહૂર્ત
કરવા ચોથના ઉપવાસનો સમયઃ સવારે 6:36 થી રાતે 8:26 સુધી.
કરવા ચોથ પૂજા મુહૂર્ત: સાંજે 5:36 થી સાંજે 6:54 સુધી.
કરવા ચોથ પર ચંદ્રોદયનો સમય: રાત્રે 8:15, 1 નવેમ્બર 2023 (રાજધાની દિલ્હી)
દેશના મોટા શહેરોમાં કરવા ચોથ પર ચંદ્રોદયનો સમય
દિલ્હી- રાત્રે 8:15 વાગ્યે
મુંબઈ- રાત્રે 8:59 વાગ્યે
પુણે- રાત્રે 8:56 વાગ્યે
પટના- સાંજે 7:51 વાગ્યે
રાંચી- સાંજે 7:56 વાગ્યે
જોધપુર- રાત્રે 8:26 વાગ્યે
ઉદયપુર- રાત્રે 8:41 વાગ્યે
જયપુર - રાત્રે 8:19 વાગ્યે
ભોપાલ- રાત્રે 8:29 વાગ્યે
જબલપુર- રાત્રે 8:19 વાગ્યે
ઈન્દોર- રાત્રે 8:37 વાગ્યે
રાયપુર- રાત્રે 8:17 વાગ્યે
દેહરાદૂન- રાત્રે 8:06 વાગ્યે
વડોદરા- રાજ 8 : 49 વાગ્યે
અમદાવાદ- રાત્રે 8:50 વાગ્યે
શિમલા-8:07 વાગ્યે
ચંદીગઢ- રાત્રે 8:10 વાગ્યે
અમૃતસર- રાત્રે 8:15 વાગ્યે
કોલકાતા - સાંજે 7:46 વાગ્યે
ચેન્નાઈ- રાત્રે 8:43 વાગ્યે


