Karwa Chauth 2023: આ દિવસે મહિલાઓ પતિની લાંબી ઊંમરની કામના કરે છે. તેમની માટે વ્રત રાખે છે. તેમની સુખ સમૃદ્ધિ માટે કરવા માતાની પૂજા કરે છે. કરવા ચોથનું વ્રત કુમારિકાઓ પણ કરી શકે છે.
કરવા ચોથ માટેની પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
Karwa Chauth 2023: આવતી કાલે 1 નવેમ્બર 2023ના રોજ કરવા ચોથનો (Karwa Chauth 2023) તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. કરવા ચોથ આસો મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પતિની લાંબી ઊંમરની કામના કરે છે. તેમની માટે વ્રત રાખે છે. તેમની સુખ સમૃદ્ધિ માટે કરવા માતાની પૂજા કરે છે. કરવા ચોથનું વ્રત કુમારિકાઓ પણ કરી શકે છે. એવી માન્યતા છે કે તેમને સારા વરની પ્રાપ્તિ થશે.
શાસ્ત્રો પ્રમાણે, કોઈપણ મહિનાની ચોથની પૂજા ગણેશજીને સમર્પિત કરવામાં આવે છે. માનવામાં આવે છે કે કરવા ચોથના દિવસે શિવ પરિવાર એટલે કે ભગવાન શિવ, માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયની પૂજા ચંદ્રોદયના એક કલાક પહેલા કરવી જોઈએ. આમ કરવાથી બધા ફળની પ્રાપ્તિ થાય છે. કરવા ચોથના દિવસે વ્રત અર્ધ્ય આપીને જ ખોલવામાં આવે છે. જાણો અર્ધ્ય આપતી વખતે કઈ ભૂલ ન કરવી જોઈએ.
ADVERTISEMENT
Karwa Chauth 2023: શાસ્ત્રો પ્રમાણે, જો તમે ચતુર્થીના દિવસે ચંદ્રમાને જુઓ છો તો તમે અપયશના શિકાર બની શકો છો આથી ચતુર્થીના ચંદ્રને જોતી વખતે ચાળણી કે કોઈ જાળીવાળી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. અથવા ચંદ્રને નીચે લાવીને અર્ધ્ય આપવામાં આવે છે. આથી ચંદ્ર સાથે સીધા સંપર્કથી બચી જવાય છે. તેનું કારણ છે કે ચતુર્થીનો ચંદ્ર ઉંમર વધારે છે, વાંધા ઘટાડે છે, જીવન પણ લંબાવે છે. પણ, જીવનમાં અપયશ પણ આપી શકે છે. આથી જે મહિલાઓ કરવા ચોથનું વ્રત કરે છે, કાં તો તેમણે ચાળણીનો ઉપયોગ કરવો અથવા ચંદ્રનો પડછાયો પાણીમાં જોવો.
Karwa Chauth 2023: ધ્યાનમાં રાખવું કે અર્ધ્ય આપતી વખતે સૌથી પહેલા પતિને પાણી પીવડાવવું. ત્યાર બાદ જ મહિલાએ પાણી ગ્રહણ કરવું. અર્ધ્યવાળા કળશનું પાણી પીવું ન જોઈએ. ત્યાર બાદ પતિને પાંચ મેવા, ફળ ખવડાવવા જોઈએ. અર્ધ્ય આપતી વખતે તેને ચૂંદડી સાથે પકડી રાખવા જરૂરી છે, જેને તમે કથા સાંભળતી વખતે પહેરી હોય. તે સમયે સૌથી પહેલા ચાળણીમાં દીવો રાખી ચંદ્રને જોવું. ત્યાર બાદ તે જ ચાળણીથી પતિને જોવું.
આ પણ વાંચો : Karwa Chauth: સૌભાગ્યવતી મહિલાઓ માટે ખાસ તહેવાર, જાણો પૂજન વિધિ અને મૂહુર્ત
Karwa Chauth 2023: કેટલાય લોકો પ્રગટાવેલો દીવો પાછળ ફેંકી દે છે, આમ કરવાથી કરવા માતા નારાજ થઈ જાય છે. જ્યાં અર્ધ્ય આપવામાં આવે છે, ત્યાં જ તે દીવો છોડી દેવો જોઈએ. અર્ધ્ય પછી સાત્વિક ભોજન ગ્રહણ કરવું. એવું એટલા માટે માનવામાં આવે છે કારણકે આ પૂજા ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.

