Kaal Bhairav Jayanti 2023: હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 4 ડિસેમ્બર, સોમવારના રોજ રાત્રે 09:59 વાગ્યાથી શરૂ થઈ રહી છે.
શંકર ભગવાનની ફાઇલ તસવીર
Kaal Bhairav Jayanti 2023: હિન્દુ ધર્મમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કાલ ભૈરવની પૂજા કરવાથી કાર્યમાં સફળતા મળે છે. તેટલું જ નહીં, કાલ ભૈરવની પૂજા અર્ચના કરવાથી ખરાબ વસ્તુઓ દૂર થવા લાગે છે. તંત્રજ્ઞાન શિખત લોકો તો કાલ ભૈરવ જયંતિ પર વિશેષ પૂજા કરતાં હોય છે. જો તમે પણ કાલ ભૈરવ દેવના આશીર્વાદ લેવા માંગતા હોવ તો તો માર્ગશીર્ષ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ પૂજા દરમિયાન રાશિ પ્રમાણે મંત્રોનો જાપ કરવો જોઈએ.
કાલ ભૈરવ જયંતિ (Kaal Bhairav Jayanti 2023) દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે કાલ ભૈરવ જયંતિ 5 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેમજ તેમના માટે ઉપવાસ પણ રાખવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન કાલ ભૈરવની પૂજા કરવાથી વિશેષ કાર્યમાં સફળતા મળે છે.
ADVERTISEMENT
આ વર્ષે ક્યારે છે કાલ ભૈરવ જયંતિ?
હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 4 ડિસેમ્બર, સોમવારના રોજ રાત્રે 09:59 વાગ્યાથી શરૂ થઈ રહી છે. તેમ જ તે 5મી ડિસેમ્બરે સવારે 12:37 કલાકે પૂરી થશે. આ રીતે જોતાં ઉદયતિથિ અને નિશિતા પૂજા મુહૂર્તના આધારે કાલ ભૈરવ જયંતિ (Kaal Bhairav Jayanti 2023) 5 ડિસેમ્બર, મંગળવારે ઉજવવામાં આવશે. શિવ ભક્તો કાલ ભૈરવ સ્વરૂપની વિશેષ પૂજા-અર્ચના કરશે.
શા માટે કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે?
મોટેભાગે દરેક પ્રકારની સિદ્ધિ માટે કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. એમઆ પણ જે લોકો નકારાત્મક વાતો કે મૃત્યુથી ડરતા હોય છે તેઓ કાલ ભૈરવની પૂજા કરે છે. કાલ ભૈરવ એ ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે ભગવાન બ્રહ્માએ ભગવાન શિવનું અપમાન કર્યું અને તેમનું ચોથું માથું ગુસ્સામાં બળવા લાગ્યું, ત્યારે ભગવાન શિવે કાલ ભૈરવની રચના કરી. તેણે ભગવાન બ્રહ્માનું ચોથું માથું કાપી નાખ્યું. આ વાર્તા સ્કંદપુરાણમાં વિગતવાર આપવામાં આવી છે.
આ વર્ષે કાલ ભૈરવ જયંતિ માટે શું છે પૂજા મુહૂર્ત?
કાલ ભૈરવ જયંતિ (Kaal Bhairav Jayanti 2023)ના દિવસે પૂજા માટેનો શુભ સમય બપોરે 11:45થી 12:39 સુધીનો માનવામાં આવી રહ્યો છે. નિશિતા મુહૂર્તમાં કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. કાલ ભૈરવ જયંતિના દિવસનો શુભ સમય અથવા સારામાં સારું મુહૂર્ત સવારે 11.51થી 12.32 સુધીનું છે.
કાલ ભૈરવ જયંતિ સાથે છે આ વિશેષ યોગ
કાલ ભૈરવ જયંતિ (Kaal Bhairav Jayanti 2023) પર પ્રીતિ યોગ બીજા દિવસે રાત્રે 10.42થી 11.30 વાગ્યા સુધીનો છે. કાલ ભૈરવની નિશિતા પૂજા સમયે પ્રીતિ યોગ રચાઇ રહ્યો છે. તે પહેલા સવારથી વિષ્કંભ યોગ પણ રચાઇ રહ્યો છે. સાથે જ કાલ ભૈરવ જયંતિ પર પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો યોગ પણ બની રહ્યો છે.