Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Janmashtami : ૧૮ ઑગસ્ટ કે ૧૯ ઑગસ્ટ ક્યારે છે જન્માષ્ટમી? જાણી લો શુભ મુહૂર્ત

Janmashtami : ૧૮ ઑગસ્ટ કે ૧૯ ઑગસ્ટ ક્યારે છે જન્માષ્ટમી? જાણી લો શુભ મુહૂર્ત

18 August, 2022 12:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ વર્ષે જન્માષ્ટમીની તારીખને લઈને ભક્તોમાં મૂંઝવણ છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


દર વર્ષે ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે જન્માષ્ટમીની ચોક્કસ તારીખને લઈને મૂંઝવણની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો ૧૮મી ઑગસ્ટે જન્માષ્ટમી ઉજવશે તો કેટલાક લોકો ૧૯મી ઑગસ્ટે જન્માષ્ટમી ઉજવવાનું આયોજન કરી રહ્યા છે.

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં આઠમે થયો હતો. આપણે જાણીએ છીએ કે આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ૧૮ અથવા ૧૯ ઑગસ્ટના રોજ ઉજવવામાં આવશે. તેમજ જન્માષ્ટમી પર કયા કયા શુભ યોગ બનશે તે પણ જાણીએ.



જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાતોના મતે, આ વખતે ભાદ્રપદ કૃષ્ણ પક્ષની આઠમ તિથિ ૧૮ ઑગસ્ટે રાત્રે ૯.૨૧ વાગ્યાથી શરૂ થઈ રહી છે. જે ૧૯ ઑગસ્ટે રાત્રે ૧૦.૫૯ કલાકે સમાપ્ત થશે. આ સાથે ૧૮ ઑગસ્ટે બપોરે ૧૨.૦૩ વાગ્યાથી ૧૨.૪૭ વાગ્યા દરમિયાન નિશીથ કાલ પૂજા થશે. આવી સ્થિતિમાં ભગવાનની પૂજા માટે ૪૪ મિનિટ મળશે. આ સાથે જન્માષ્ટમીનો ઉપવાસ ૧૯ ઑગસ્ટના રોજ સવારે ૫.૫૨ વાગ્યા પછી કરી શકાય છે. આ વખતે જન્માષ્ટમીનું વ્રત ૧૮ ઑગસ્ટે રાખવામાં આવશે.


જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાતો કહી રહ્યાં છે કે, ભગવાન કૃષ્ણનો જન્મ આઠમે રાત્રે બાર વાગે થયો હતો. આ વર્ષે ૧૮ ઑગસ્ટે આવો યોગ બની રહ્યો છે. જ્યારે કેટલાક પંડિતોનું માનવું છે કે ૧૯ ઑગસ્ટે આખો દિવસ આઠમની તિથિ રહેશે. આવી સ્થિતિમાં જે લોકો ઉદયા તિથિને ઓળખે છે તેઓ ૧૯ ઑગસ્ટે જન્માષ્ટમી ઉજવશે. જોકે, જો ધાર્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ભગવાન કૃષ્ણનો જન્મ આઠમની તિથિના રોજ રાત્રે ૧૨ વાગ્યે થયો હતો. એટલે ૧૮ ઑગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરવી યોગ્ય માનવામાં આવે છે.

જનમાષ્ટમી પર બની રહ્યાં છે આ શુભ યોગ :


  • અભિજિત મુહૂર્ત : ૧૮ ઑગસ્ટના રોજ ૧૨.૦૫ કલાકથી બપોરે ૧૨.૫૬ કલાક સુધી
  • ધ્રુવ યોગ : ૧૮ ઑગસ્ટના રોજ રાત્રે ૮.૪૧ કલાકથી ૧૯મી ઑગસ્ટના રોજ રાત્રે ૮.૫૯ કલાક સુધી
  • વૃધ્ધિ યોગ : ૧૮ ઑગસ્ટના રોજ ૮.૫૬ કલાકથી ૧૮ ઑગસ્ટના રોજ રાત્રે ૮.૫૯ કલાક સુધી
Whatsapp-channel Whatsapp-channel

18 August, 2022 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK