Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Amalaki Ekadashi: આંબળા સાથે જોડાયેલું ધાર્મિક મહાત્મ્ય જાણો, ઉપવાસના અનેક છે ફાયદો

Amalaki Ekadashi: આંબળા સાથે જોડાયેલું ધાર્મિક મહાત્મ્ય જાણો, ઉપવાસના અનેક છે ફાયદો

02 March, 2023 09:45 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આમલકી એકદાશી(Amalaki Ekadashi ) નો વિધિસર ઉપવાસ કરવાથી, જીવનસાથી સંબંધિત, સિક્ષણ સંબંધિત અને સંતાન સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા ભગવાનનો આર્શિવાદ પ્રાપ્ત થાય છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


આજે ફાગણ માસની બીજી એકાદશી છે, આ દિવસને આંબળાની એકાદશી (Amalaki EKadashi) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે ઉદયતિથિ અનુસાર આ વખતે ઉપવાસ 3જી માર્ચે કરવામાં આવશે. પરંતુ એકાદશીની તિથિ 2 માર્ચ રહેશે. આ વખતે એકદાશી 2જી માર્ચે એટલે કે ગુરુવારે આવી છે. આવો અદ્ભૂત સંયોગ ક્યારેક જ સર્જાતો હોય છે કે એકાદશી અને ગુરુવાર એકસાથે હોય. ગુરુવારનો દિવસ વિષ્ણુ ભગવાનની પૂજા કરવા માટે સર્વશ્રષ્ઠ માનવામાં આવે છે. માટે જ આ દિવસે એકદાશી આવતાં તેનું મહાત્મ્ય વધી જાય છે.

  • આમલકી એકાદશી 2023 મુહૂર્ત (Amalaki Ekadashi Muhurat)
  • ફાગણ શુક્લ આમલકી એકાદશી તિથિ શરૂ થાય છે - 2 માર્ચ, 2023, સવારે 6.39 કલાકે
  • ફાગણ શુક્ત આમલકી એકાદશી તિથિ પૂર્ણ થાય છે- 3 માર્ચ, 2023, સવારે 9.12
  • આમલકી એકાદશીના ઉપવાસનો સમય - સવારે 06.48 - સવારે 09.09 (4 માર્ચ 2023)


ઉલ્લેખનીય છે કે આંબળાની એકાદશીને `આમલકી એકદાશી` અને `રંગભરી એકાદશી` તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે તેનો ઉપવાસ 3જી માર્ચે રાખવામાં આવશે. આ દિવસે સંપૂર્ણ ભક્તિ-ભાવ સાથે પૂજા-અર્ચના કરી વિષ્ણુ ભગવાનની આરાધના કરી વ્રત રાખવું. આમલકી એકાદશી વ્રતની અસરથી સાધક જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મેળવીને વિષ્ણુલોકની પ્રાપ્તિ કરે છે. આ વ્રત રાખવાના ઘણા ફાયદા છે.


આમલકી એકાદશી પર આવું ઉપાયો કરવાથી મળશે સફળતા

  • એકાદશીના દિવસે આંબળાના ઝાડને સ્પર્શ કરી તેને પ્રણામ કરવું જોઈએ
  • જીવનસાથીના મનની ઈત્છા પૂર્ણ કરવા માટે તમારે સતત સાત વખત આંબળાના વૃક્ષ પર દોરો ચડાવી વૃક્ષ પાસે ઘીનો દિવો પ્રગટાવવો જોઈએ
  • સારા સ્વાસ્થ્ય માટે આંબળાની પૂજા કરી તેનું દાન કરવું જોઈએ
  • ઓફિસમાં તમારી સાથે કોઈ વિપરિત સ્થિતિ ન ઉભી થાય તે માટે આંબળાના ઝાડને જળપાન કરાવવું જોઈએ અને વૃક્ષ નીચે લાગેલી માટીમાંથી તિલક કરવું જોઈએ
  • શિક્ષણમાં ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે દૂધમાં કેસર અને ખાંડનું મિશ્રણ કરી ભગવાન વિષ્ણુને ભોગ લગાવવો જોઈએ, સાથે જ ભગવાનનો આર્શિવાદ લઈ એક વિદ્યા યંત્ર ધારણ કરવું જોઈએ
  • પારિવારિક સંબંધોને બહેતર બનાવવા માટે શ્રી વિષ્ણુ ભગવાનના મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ.. મંત્ર છે-`ઓમ નમો ભગવતે નારાયણાય`.
  • સંતાન સુખ માટે 11 નાના બાળકોને આંબળાની કેન્ડી અથવા આંબળાનો મુરબ્બાનું સેવન કરાવવું જોઈએ 

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2023 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK