ગ્રાઉન્ડ પર ફુટબોલ રમતાં દેખાયા રણબીર-અર્જુન, એક્ટર્સનું જોવા મળ્યું બોન્ડિંગ
Updated: 22nd July, 2019 16:36 IST | Shilpa Bhanushali
અર્જુન અને રણબીર બન્નેનો ઑલ બ્લેક લુક જોવા મળ્યા. અભિનેતાએ પાપારાઝીને જોઇને પોઝ પણ આપ્યા.
1/10
અર્જુન કપૂર અને રણબીર કપૂર સારા મિત્રો છે. બન્નેને સ્પોર્ટમાં સારો એવો રસ છે. ઘણીવાર તે રજાઓ દરમિયાન એક સાથે ફુટબૉલ રમતાં હોય છે.
2/10
ફુટબૉલ ગ્રાઉન્ડ પર રણબીર કપૂર અને અર્જુન કપૂરની સાથે તેમના ઇંડસ્ટ્રીના અન્ય ફ્રેન્ડ્સ પણ હાજર હતા.
3/10
ફુટબૉલ મેચ દરમિયાન અર્જુન અને રણબીરની બૉન્ડિંગ પણ જોવા મળી. ચાહકોને તેમની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.
4/10
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે
5/10
બ્રહ્માસ્ત્ર એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. જેમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મોની રૉય, અને નાગાર્જુન મુખ્ય ભૂમિકામાં છે.
6/10
અર્જુન કપૂરની પાનીપત પાઇપલાઇનમાં છે. તેની છેલ્લી ફિલ્મ રિલીઝ ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ હતી.
7/10
અર્જુન કપૂરની ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડએ બૉક્સ ઑફિસ પર સામાન્ય કમાણી કરી હતી.
8/10
અર્જુન કપૂર પ્રોફેશનલ કરતાં પણ પર્સનલ લાઇફને કારણે વધુ ચર્ચામાં છે. કે તે મલાઇકા અરોરાને ડેટ કરી રહ્યો છે.
9/10
રણબીર કપૂરની છેલ્લી ફિલ્મ રિલીઝ સંજૂ હતી. ફિલ્મે બૉક્સઑફિસ પર જબરજસ્ત કમાણી કરી હતી. સંજૂમાં રણબીર કપૂરે સંજય દત્તનું પાત્ર ભજવ્યૂ હતું. જેમાં તેના કામના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા.
10/10
ફોટોઝ વિશે
બોલીવુડના બે હેન્ડસમ અભિનેતા રણબીર કપૂર અને અર્જુન કપૂરે સ્પોર્ટી સ્પિરિટ સાથે સન્ડે અન્જૉય કર્યો. રણબીર કપૂર અને અર્જુન કપૂરની કેટલીય તસવીરો સામે આવી છે, જેમાં તે બન્ને ફુટબૉલ રમતાં જોવા મળે છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK