કહેવાય છે કે ટીવી પ્રોડ્યુસર એક્તા કપૂરને જય ભાનુશાળીની સ્માઈલ એટલી ગમી ગઈ કે એક્તા કપૂરે તેને 'કયામત સે કયામત' સિરીયલમાં લૉન્ચ કરી દીધો. આ સિરીયલમાં જય ભાનુશાળીએ નીવનું પાત્ર ભજવ્યું હતું. જય ભાનુશાળી આ સિરીયલ બાદ જુદા જુદા શૉ હોસ્ટ કરી ચૂક્યો છે. નાના પડદાના હોટ એન્કરે માહી વિજ સાથે લગ્ન કર્યા છે, પત્ની સાથે તે ડાન્સ રિયાલિટી શૉ 'ઝલક દિખલા જા'માં પણ ભાગ લઈ ચૂક્યો છે.