છેલ્લા 6 વર્ષથી ચાલતી એકતા કપુરની આ સીરિયલ થઇ રહી છે બંધ

Apr 16, 2019, 17:49 IST

કૃષ્ણાની 'નાગિન 3'માં એન્ટ્રી થતાં જ ફરી એકવાર કૃષ્ણા અને અનીતા મા-દીકરીનો રૉલ ભજવતી જોવા મળશે.

છેલ્લા 6 વર્ષથી ચાલતી એકતા કપુરની આ સીરિયલ થઇ રહી છે બંધ
યે હે મોહબ્બતે

એકતા કપૂરની સીરિયલ યે હે મહોબ્બતે બંધ થઇ રહી છે. જો કે આ પહેલા પણ આ સીરિયલ બંધ થવાની છે એવા સમાચાર આવ્યા હતાં પણ તે સમયે સીરિયલના કલાકારોએ આ બાબતે કોઇ પણ ચોખવટ કરી ન હોતી. પરંતું આ વખતે આ શૉ બંધ થઇ રહ્યો છે તેની માહિતી આ શૉની ઓનસ્ક્રિન વહુ આલિયાએ આપી છે.

છ વર્ષથી આ સીરિયલ ચાલી રહી હતી

એકતા કપૂરની આ સીરિયલ છ વર્ષથી ચાલી રહી છે. જે હવે બંધ થવા જઇ રહી છે. યે હે મહોબ્બતે સીરિયલમાં આલિયા ઉર્ફે કૃષ્ણા મુખર્જી ભલ્લા પરિવારની વહુ અને ઇશિતાની દીકરીનું પાત્ર ભજવે છે તેણે એક ઇન્ટરવ્યૂમાં આ શૉના ઑફએર જવાની વાત કરી હતી. કૃષ્ણાએ કહ્યું કે "યે હે મહોબ્બતે શૉ જૂનમાં બંધ થઇ જશે." જૂનમાં આ સીરિયલનો છેલ્લો એપિસોડ કયા દિવસે ટેલિકાસ્ટ થશે તેની માહિતી નથી.

શોની TRPમાં સતત ઘટાડો થયો

યે હે મહોબ્બતે સીરિયલની ટીઆરપીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શૉની સ્ટોરીની વાત કરીએ તો હવે તેમાં કંઇ પણ નવું બતાવવા જેવું નથી. આ સીરિયલ ઘણાં વખતથી ટૉપ 10ની બહાર છે. એવામાં શૉ બંધ થવાનું મોટું કારણ આ હોઇ શકે છે. થોડાંક સમય પહેલા જ્યારે શૉમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને અનીતા હસનંદાની સાથે આ બાબતે વાત કરવામાં આવી તો તેમણે વાત બદલી દીધી.

મીડિયાએ જ્યારે દિવ્યાંકા ત્રિપાઠીને પૂછ્યું ત્યારે તેણે ન તો શૉ બંધ થવા પર ચોખવટ કરી કે ન તો શૉના આગળ વધવા પર. તો બીજી તરફ જ્યારે આ પ્રશ્ન અનીતાને પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, "આ બાબતે મને કોઇ જ માહિતી નથી. આ અફવાઓ તમને કોણે કહી? આ સીરિયલ છેલ્લા 6 વર્ષોથી ચાલી રહી છે અને લોકોને ગમે પણ છે. એવામાં મેકર્સ આ સીરિયલ બંધ કેમ કરશે?"

આ પણ વાંચો : જય ભાનુશાળી : જાણો કેવી છે સ્ટાર ગુજરાતી એન્કરની લવ લાઈફ

દરમિયાન એવું પણ કહેવાઇ રહ્યું છેકે શૉમાં આલિયાનું પાત્ર ભજવતી કૃષ્ણા ટૂંક સમયમાં એકતા કપૂરની બીજી સીરિયલ 'નાગિન 3'માં એન્ટ્રી કરવાની છે. કહેવાય છે કે સીરિયલમાં તે હુકમની દીકરી તાપસીનું પાત્ર ભજવશે. સીરિયલમાં અત્યારે તાપસીને નાની ઉંમરની બતાવાઇ છે પણ ટૂંક સમયમાં તે મોટી થઇ જશે. કૃષ્ણાની 'નાગિન 3'માં એન્ટ્રી થતાં જ ફરી એકવાર કૃષ્ણા અને અનીતા મા-દીકરીનો રૉલ ભજવતી જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK