કંગના અને તાપસી વચ્ચે શરૂ થયું શાબ્દિક યુદ્ધ

Published: Jul 05, 2020, 19:08 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

તાપસી પર આરોપ મૂકતાં કંગનાની ટીમે જણાવ્યું કે તે કંગનાની સ્ટ્રગલનું શ્રેય છીનવવા માગે છે

કંગના રનોટ અને તાપસી પન્નુ વચ્ચે સોશ્યલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. તાપસી પર આરોપ મૂકતાં કંગનાની ટીમે જણાવ્યું કે તે કંગનાની સ્ટ્રગલનું શ્રેય છીનવવા માગે છે. એ વિશે ટ્વિટર પર કંગનાની ટીમે ટ્વીટ કર્યું હતું, ‘બહારથી આવેલા કેટલાક ચાપલૂસો કંગનાએ શરૂ કરેલા અભિયાનને ખતમ કરવા માગે છે. એ લોકો મૂવી-માફિયાની ગુડ બુક્સમાં સામેલ થવા માગે છે. કંગના પર શાબ્દિક હુમલો કરવા માટે તેમને ફિલ્મો અને અવૉર્ડ્સ પણ મળે છે. તેઓ જાહેરમાં મહિલાઓની પજવણી કરે છે. તાપ,સી તને શરમ આવવી જોઈએ. તું કંગનાએ કરેલી સ્ટ્રગલ્સનો જશ ખાટવા માગે છે સાથે જ તેની વિરુદ્ધ પણ ઊભી રહે છે.’

તો બીજી તરફ તાપસીએ નામ લીધા વગર વળતો વાર કર્યો છે. ટ્વિટર પર તાપસીએ એક નોટ શૅર કરી છે. એ નોટમાં લખ્યું છે કે ‘તમારા જીવનમાં કડવા અને નાખુશ લોકોને તમને નીચા દેખાડવા માટે આવવા ન દો. તેમના વર્તનને એક ઉત્તમ ઉદાહરણ તરીકે અપનાવો કે આવું નીચલી કક્ષાનું વર્તન ન કરવું જોઈએ. સાથે જ ભગવાનનો આભાર માનવો કે સારું છે કે તમે તેમના જેવાં નથી.’

આ પોસ્ટને ટ્વિટર પર શૅર કરીને તાપસીએ ટ્વીટ કર્યું હતું, ‘છેલ્લા થોડા મહિનાથી મારી લાઇફમાં કેટલીક બાબતો ઘટી રહી છે. એનાથી લાઇફને જોવાનો મારો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. એનાથી મને અનેરી શાંતિ મળી છે એથી એને અહીં શૅર કરું છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK