Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તાપસી અને અનુરાગ ફરી સાથે કામ કરશે?

તાપસી અને અનુરાગ ફરી સાથે કામ કરશે?

12 February, 2021 11:26 AM IST | Mumbai
Agencies

તાપસી અને અનુરાગ ફરી સાથે કામ કરશે?

તાપસી અને અનુરાગ ફરી સાથે કામ કરશે?

તાપસી અને અનુરાગ ફરી સાથે કામ કરશે?


તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ ફરી નવી ફિલ્મ લઈને આવવાનાં હોય એવું લાગી રહ્યું છે. બન્નેએ સોશ્યલ મીડિયામાં લોકોને હાલમાં કન્ફ્યુઝ કર્યા છે. થોડા સમય પહેલાં જ તાપસીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે અનુરાગ કશ્યપ સાથે સાયન્સ-ફિક્શન ફિલ્મમાં કામ કરવાની છે. આ ફિલ્મનું વર્કિંગ ટાઇટલ ‘રિવાઇન્ડ’ રાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે જેનું શૂટિંગ ગોવામાં કરવામાં આવશે. એવામાં લોકોનું કુતૂહલ વધારતાં અનુરાગ કશ્યપે ટ્વિટર પર એક નોટ શૅર કરી હતી. એમાં લખ્યું હતું કે ‘કલ્ટ ટીમ સાથે કંઈક સ્પેશ્યલ કામ કરવાનો છું. વિચારો શું છે?’
એ નોટને ટ્વિટર પર શૅર કરીને અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું હતું કે ‘કન્ફ્યુઝ્ડ? હોના ભી ચાહિએ. અચ્છા હૈ. વેઇટ ઍન્ડ વૉચ.’
બીજી તરફ તાપસીએ પણ એક નોટ શૅર કરી હતી. એમાં લખ્યું હતું કે ‘હિમ્મત, ક્રીએટિવિટી, ક્લટર બ્રેકિંગ, કલ્ટ. ખૂબ જ ભાગ્યે આ બધું સાથે જોવા મળે છે. શું તમને આઇડિયા છે કે હું શેના વિશે કહું છું?’


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2021 11:26 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK