Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિશન મંગલ કેમ સાઇન કરી હતી તાપસીએ?

મિશન મંગલ કેમ સાઇન કરી હતી તાપસીએ?

13 July, 2020 06:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિશન મંગલ કેમ સાઇન કરી હતી તાપસીએ?

‘મિશન મંગલ’ની ટીમ સાથે તાપસી પન્નુ

‘મિશન મંગલ’ની ટીમ સાથે તાપસી પન્નુ


તાપસી પન્નુએ ‘મિશન મંગલ’માં કામ કરવા પાછળનું કારણ જણાવ્યું છે. આ ફિલ્મ ભારતના મંગળ મિશન પર આધારિત હતી. ફિલ્મમાં અક્ષયકુમાર, વિદ્યા બાલન, કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન અને શર્મન જોશી પણ જોવા મળ્યો હતો. ફિલ્મનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી, ‘ફિલ્મ ‘મિશન મંગલ’નાં શૂટના થોડા દિવસ પહેલાંની આ વાત છે. મને આજે પણ યાદ છે કે અમે બધા એકબીજા સાથે કામ કરવા માટે ખૂબ એક્સાઇટેડ હતા. આ સેટ અમારા માટે ખુશનુમા સ્થાન હતું, જ્યાં અમે બધા કંઈક એવું બનાવવા માગતા હતા જેના પર સૌને ગર્વ થાય. આ ફિલ્મમાં કામ કરવા પાછળ બે મુખ્ય કારણો છે. પહેલું એ કે હું આ સ્ટોરીનો ભાગ બનવા માગતી હતી, જેને વર્ષોનાં વર્ષો સુધી માણી શકાય. બીજું કારણ એ કે આ સુંદર કલાકારોની ટીમ સાથે મારે કામ કરવું હતું. હું જાણતી હતી કે દરેક ક્ષણને સેલિબ્રેટ કરવા માટેની અમારામાં ઊર્જા હતી.’


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2020 06:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK