કપિલ શર્માના ‘ધ કપિલ શર્મા શો’ની લોકપ્રિયતા આજે એટલી છે કે મોટા ગજાના કલાકારો પણ એમાં મહેમાન બનીને આવે છે. જોકે એક સમયે કપિલ તેના પ્રોફેશનલ અને પર્સનલ વિવાદને કારણે પણ ચર્ચામાં હતો. કપિલનો શો ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’ એકાએક બંધ થયો અને ઘણાને ખબર નહીં હોય કે એક લાંબા બ્રેક પછી ૨૦૧૮માં કપિલે ‘ફૅમિલી ટાઇમ વિથ કપિલ શર્મા’ નામના શોથી કમબૅક કર્યું હતું. ‘ફૅમિલી ટાઇમ વિથ કપિલ શર્મા’ મૂળ ગેમ-શો હતો જેમાં હોસ્ટ તરીકે કપિલ અને તાજેતરમાં ‘ભાભીજી ઘર પર હૈ’માં એન્ટર થયેલી અભિનેત્રી નેહા પેંડસે હતી, તો કિકુ શારદા અને ચંદન પ્રભાકર જેવા કૉમેડી કલાકારો પણ શોનો ભાગ બન્યા હતા. આ શોનું દુર્ભાગ્ય એ હતું કે એના ગણીને ફક્ત ત્રણ જ એપિસોડ પ્રસારિત થઈ શક્યા હતા. નાદુરસ્ત તબિયત ઉપરાંત કપિલના પ્રોફેશનલ અને પર્સનલ ઇશ્યુને લીધે આ શો આગળ ન વધી શક્યો. એક એપિસોડમાં રાની મુખરજી ગેસ્ટ તરીકે આવવાની હતી, પણ કપિલે શોનું શૂટિંગ જ કૅન્સલ કરી નાખ્યું હતું. મેકર્સ પાસે એપિસોડ બૅન્ક ન હોવાથી પહેલાં તો શો એક મહિના સુધી હોલ્ડ પર મૂકવામાં આવ્યો, પણ પછી સાવ બંધ જ થઈ ગયો.
Shilpa Shettyના બિકિની વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, જુઓ
28th February, 2021 17:20 ISTકંગના વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવ્યું હૃતિકે
28th February, 2021 15:44 ISTબૉલીવુડમાં કૉમ્પિટિશન ખૂબ હેલ્ધી હોય છે: જાહ્નવી કપૂર
28th February, 2021 15:42 ISTગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કર્યું અજય દેવગને
28th February, 2021 15:40 IST