કોઈ લૌટા દે બચપન કે દિન: વિવેક ઑબેરૉય
વિવેક ઑબેરૉય
વિવેક ઑબેરૉય તેના બાળપણના દિવસોને યાદ કરી રહ્યો છે. તેણે પોતાનો ફૅમિલી સાથેનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેનાં ડૅડી સુરેશ ઑબેરૉય, મમ્મી અને બહેન છે. વિવેક તેના ડૅડીના ખોળામાં બેઠો છે. આ ફોટો સાથે તેણે પોતાના બાળપણની યાદોને પણ તાજી કરી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિવેકે કૅપ્શન આપી હતી કે ‘ડૅડીના ખોળામાં બેસવું મારા માટે આખા વિશ્વનું સૌથી સુખી સ્થાન હતું. ફ્રેમમાં બે સુંદર મહિલાઓ છે, જે મારી પ્રેરણા અને અડગ શક્તિનો સ્રોત પણ છે. સૌને પ્રેમ. કોઈ લૌટા દે મુઝે બચપન કે દિન.’