Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આખરે વિવેકે માંગી માફી, ટ્વીટ કરીને કહી આ વાત

આખરે વિવેકે માંગી માફી, ટ્વીટ કરીને કહી આ વાત

21 May, 2019 12:52 PM IST | મુંબઈ

આખરે વિવેકે માંગી માફી, ટ્વીટ કરીને કહી આ વાત

વિવેકે માંગી માફી(તસવીર સૌજન્યઃ ANI)

વિવેકે માંગી માફી(તસવીર સૌજન્યઃ ANI)


બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉય એ સમયે વિવાદમાં આવ્યા હતા જ્યારે તેમણે ઐશ્વર્યા રાયની તસવીર પોસ્ટ કરી તેનો મજાક ઉડાવ્યો હતો. આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ આલોચના થઈ. હવે અહેવાલો છે કે વિવેક આ મામલે માફી માંગી લીધી છે અને પોતાનું ટ્વીટ હટાવી દીધું છે. વિવેકે ટ્વીટ કર્યું છે કે જો કોઈ પણ મહિલાને દુઃખ પહોંચ્યું છે તો હું માફી માંગું છું અને ટ્વીટ હટાવું છું.





વિવેકને આ મામલે સોમવારે મહિલા આયોગે નોટિસ આપી જવાબ માંગ્યો હતો. તો અભિનેત્રી સોનમ કપૂર, DCW પ્રમુખ સ્વાતિ માલિવાલ સહિત અનેક લોકોએ તેમની આલોચના કરી હતી. આ પર વિવેકે સોમવારે કહ્યું હતું કે જ્યારે મેં કાંઈ ખોટું કર્યું જ નથી તો હું માફી કઈ વાતની માંગું. મને નહીં લાગતું કે મેં કાંઈ ખોટું કર્યું છે.

વિવેકે જે મીમ શેર કર્યા હતા તેમાં ત્રણ ભાગ ઓપિનિયન પોલ, એક્ઝિટ પોલ અને પરિણામ છે. ઓપિનિયન પોલમાં ઐશ્વર્યા સલમાન સાથે નજર આવી રહી છે. એક્ઝિટ પોલમાં ઐશ્વર્યા વિવેક સાથે નજર આવી રહી છે. જ્યારે પરિણામમાં તે અભિષેક બચ્ચન અને આરાધ્યા સાથે જોવા મળી રહી છે.


આ પણ વાંચોઃ એ...ફસા, સોશિયલ મીડિયા પર વિવેક ઓબેરૉયના ટ્વીટ પર છે આવા રીએક્ન્સ

રાષ્ટ્રીય મહિલા આયોગે ઐશ્વર્યા રાય સાથે જોડાયેલું મીમ ટ્વિટ્ટર પર પોસ્ટ કરવા માટે વિવેકમે નોટિસ આપી જવાબ માંગ્યો હતો. મહારાષ્ટ્ર મહિલા આયોગે પણ જવાબ માંગ્યો હતો. વિવાદ વકરતા આખરે વિવેકે માફી માંગી લીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2019 12:52 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK