અનુષ્કા શર્માએ તાજેતરમાં જ દીકરીને જન્મ આપ્યો છે. આ ખુશખબરી તેમણે ક્રિકેટર પતિ વિરાટ કોહલીએ ચાહકો સાથે શૅર કરી છે. હજી ચાહકો દીકરીના નામ અને તેની એક ઝલકની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાનો બાયો બદલી લીધો છે.
વિરાટે ટ્વિટર પર બાયો બદલીને લખ્યું છે- A Proud husband and father
વિરાટે પત્ની અને દીકરી માટે પ્રેમ જે રીતે વ્યક્ત કર્યો છે તે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વિરાટે સોશિયલ મીડિયા પર અનુષ્કા સાથેની તસવીર પ્રૉફાઇલ પિક પણ મૂકી છે.
વિરાટ અને અનુષ્કાની દીકરીની એક ઝલક મેળવવા માટે મીડિયા, પાપારાઝી અને ચાહકો પણ આતુર છે. જે હૉસ્પિટલમાં અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો ત્યાં પણ 24 કલાક ભીડ એકઠી થયેલી જોવા મળે છે. એવામાં આ સિતારાઓએ પાપારાઝીને તેમની દીકરીની તસવીર ક્લિક ન કરવા માટે અનુરોધ કર્યો.
તમામ ફોટોગ્રાફરને સ્પેશિયલ રિક્વેસ્ટ કરી અનુષ્કા અને વિરાટે લખ્યું, "અમને આટલા વર્ષો સુધી આ રીતે પ્રેમ આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ખુશીની આ ક્ષણમાં તમારી સાથે ઉજવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. પણ અભિભાવક તરીકે અમે તમને બધાને એક ખૂબ જ સામાન્ય રિક્વેસ્ટ કરવા માગીએ છીએ. અમે અમારી બાળકીની પ્રાઇવસીને સુરક્ષિત રાખવા માગીએ છીએ જેની માટે અમને તમારી મદદની જરૂર પડશે."
વિરુષ્કાએ પાપારાઝીને ગિફ્ટ પણ મોકલી, જુઓ વીડિયો
View this post on Instagram
જણાવવાનું કે 11 જાન્યુઆરીના પિતા બનવાની ખુશખબરી આપતા વિરાટ કોહલીએ લખ્યું, "અમને બન્નેને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે આજે બપોરે અમારા ઘરે દીકરી થઇ. અમે તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભારી છીએ. અનુષ્કા અને દીકરી, બન્ને સ્વસ્થ છે."
Total Timepass: જાણો તાહિરા કશ્યપે શું શૅર કર્યું? તૈમુર કોનો વેલેન્ટાઇન છે
15th February, 2021 11:31 ISTવિરાટ અને અનુષ્કાએ Valentine's Dayના દિવસે શૅર કરી આ રોમાન્ટિક તસવીર, જુઓ
14th February, 2021 15:15 ISTકોણ છે અનુષ્કા શર્મા જેવી દેખાતી જૂલિયા માઇકલ, જાણો તેના વિશે વધુ
4th February, 2021 14:59 ISTઅનુષ્કા ને વિરાટની દીકરીનું નામ રાખવામાં આવ્યુ વામિકા
2nd February, 2021 15:36 IST