Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિદ્યા બાલન બની પ્રોડયુસર:શોર્ટ ફિલ્મ 'નટખટ'નું ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર

વિદ્યા બાલન બની પ્રોડયુસર:શોર્ટ ફિલ્મ 'નટખટ'નું ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર

27 May, 2020 11:11 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિદ્યા બાલન બની પ્રોડયુસર:શોર્ટ ફિલ્મ 'નટખટ'નું ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર

'નટખટ'નું ફર્સ્ટ લુક પોસ્ટર

'નટખટ'નું ફર્સ્ટ લુક પોસ્ટર


બૉલીવુડ એક્ટ્રેસ વિદ્યા બાલને પણ હવે પ્રોડયુર્સના લિસ્ટમાં પોતાનું નામ જોડી દીધું છે. વિદ્યાએ 'નટખટ' નામની શોર્ટ ફિલ્મ પ્રોડયુસ કરી છે. જેનો ફર્સ્ટ લુક ઈન્સ્ટાગ્રામ શેર કર્યો છે. વિદ્યા આ શોર્ટ ફિલ્મમાં અભિનય પણ કરી રહી છે.

શોર્ટ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર સોશ્યલ મિડિયા પર શેર કરીને વિદ્યાએ લખ્યું હતું કે, એક વાર્તા સાંભળશો? નિર્માત્રી અને અભિનેત્રી બંન્ને જવાબદારી જેમાં મેં ઉપાડી  છે તેવી મારી પ્રથમ ફિલ્મનો ફર્સ્ટ લુક. વિદ્યાની સાથે આ ફિલ્મને રૉની સ્ક્રૂવાલાએ પ્રોડયુસ કરી છે. ફિલ્મનું દિગ્દર્શન શાન વ્યાસે કર્યું છે.




આ શોર્ટ ફિલ્મમાં વિદ્યા સુરેખા નામની માતાનું પાત્ર ભજવી રહી છે. આ વિષે વાત કરતા વિદ્યાએ કહ્યું હતું કે, આ ફિલ્મને બનાવવાનું કારણ એ છે કે અત્યારના સમયમાં એની જરૂર છે. આ ફિલ્મનો વિષય બાળકોને શરૂઆતના વર્ષોમાં લિંગ સમાનતાનું મહત્વ સમજાવવા પર આધારિત છે. સમાજની માનસિકતામાં ઘર કરી ગયેલા હાનિકાર પુરૂષાર્થના વિચારોથી બાળકોને બચાવી શકાય એ માટેના પ્રયત્નો છે.


'નટખટ'ને જીઓ મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં બીજી જુને સાંજે 4.30 વાગે રજુ કરવામાં આવશે. આ પહેલા ફિલ્મને એમેઝોન પ્રાઈમ વિડિયો પર રિલિઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગયા વર્ષે જુલાઈ મહિનામાં વિદ્યાએ આ શોર્ટ ફિલ્મની જાહેરાત કરી હતી. ત્યારે વિદ્યાએ કહ્યું હતું કે, મે ક્યારેય નિર્માત્રી બનવાનું નહોતુ વિચાર્યું. પરંતુ અનુકંપા હર્ષ લિખિત વાર્તા અને શાન વ્યાસના દિગ્દર્શને મને એ દિશામાં જવા પ્રેરિત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2020 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK