Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વરૂણ ધવન 2020માં નતાશા સાથે કરશે લગ્ન, ડેવિડ ધવને આપી જાણકારી

વરૂણ ધવન 2020માં નતાશા સાથે કરશે લગ્ન, ડેવિડ ધવને આપી જાણકારી

28 April, 2019 02:52 PM IST | મુંબઈ

વરૂણ ધવન 2020માં નતાશા સાથે કરશે લગ્ન, ડેવિડ ધવને આપી જાણકારી

ડેવિડ ધવને આપી વરૂણના લગ્ન અંગે જાણકારી

ડેવિડ ધવને આપી વરૂણના લગ્ન અંગે જાણકારી


વરૂણ ધવન, જે લાંબા સમયથી બાળપણની મિત્ર નતાશા દલાલને ડેટ કરી રહ્યો છે, તે આવતા વર્ષે લગ્ન કરવા જઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ બંનેને લગ્નની વાતો ચાલી રહી હતી પરંતુ હવે તે કન્ફર્મ થયું છે.

ડેવિડ ધવને આપી લગ્નની તારીખ

વરૂણ ધવનના પિતા અને ફિલ્મકાર ડેવિડ ધવને મેન્સએક્સપી સાથેની વાતચીતમાં સ્વીકાર્યું છે કે, વરૂણ અને નતાશા 2020માં લગ્ન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, "તેમના લગ્ન લગભગ આવતા વર્ષે થઈ જશે. હું તેમના સંબંધોથી ખૂબ જ ખુશ છું. એક પિતાને આનાથી વધુ શું જોઈએ."



વરૂણને બર્થ ડે પર નતાશાએ કર્યું હતું વિશ


વરૂણ અને નતાશાએ હજી આ મામલે નહીં કહ્યું, પરંતુ ડેવિડ ધવનનું આ નિવેદન આ મામલે સૌથી આધિકારીક નિવેદન છે. તાજેતરમાં જ વરૂણ ધવને પોતાનો 32મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે નતાશાએ વરૂણ માટે ઈન્સ્ટાગ્રામ પર એક રોમેન્ટિક મેસેજ પણ લખ્યો હતો.

આ પણ વાંચોઃ કોણે વરૂણ ધવનને આપી તેની ગર્લફ્રેન્ડને મારી નાખવાની ધમકી?


વરૂણે પર્સનલ લાઈફને રાખી છે લોકોથી દૂર

વરૂણ નતાશા સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે પરંતુ તેણે પોતાના અંગત જીવનને મીડિયા અને લોકોથી દૂર જ રાખ્યું છે. જો કે થોડા સમયથી વરૂણ નતાશા વિશે જાહેરમાં બોલતો થયો છે. તેણે કોફી વિથ કરણમાં પણ નતાશાને લઈને વાત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2019 02:52 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK