કોણે વરૂણ ધવનને આપી તેની ગર્લફ્રેન્ડને મારી નાખવાની ધમકી?

મુંબઈ | Apr 07, 2019, 10:36 IST

કલંક સ્ટાર વરૂણ ધવન અનેક ચાહકો ધરાવે છે. અને હવે તેની એક સ્ટૉકરે તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલને મારી નાખવાની ધમકી આપી છે.

કોણે વરૂણ ધવનને આપી તેની ગર્લફ્રેન્ડને મારી નાખવાની ધમકી?
ચાહકે આપી વરૂણ ધવનની ગર્લફ્રેન્ડને નુકસાન પહોંચાડવાની ધમકી

અભિનેતા વરૂણ ધવન સામાન્ય રીતે તેના ચાહકો સાથે ખૂબ જ સારી રીતે વર્તે છે અને તેમને સેલ્ફી અને ઑટોગ્રાફ્સ પણ આપે છે. પરંતુ શુક્રવારે તેમની એક ચાહકે તેને તેની ગર્લફ્રેન્ડને મારી નાખવાની ધમકી આપી. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ કલંકના પ્રમોશન પછી ઘરે પાછા આવ્યા.

આ મહિલા ચાહક ઘણા સમયથી ઘર પાસે આંટા મારતી હતી
વરૂણની સિક્યુરિટી ટીમના એક સૂત્રએ મિડ-ડેને જણાવ્યું કે, "વરૂણની એક મહિલા ચાહક લાંબા સમયથી ઘરની આસપાસ આંટા મારી રહી હતી. પરંતુ અમે આવા લોકોથી ટેવાયેલા છીએ. એટલે અમે તેના પર ધ્યાન ન આપ્યું. અને મોટા ભાગે, ચાહકો સારા હોય છે અને તેમની લિમિટ ક્રોસ નથી કરતા. વરૂણ પણ ચાહકોની સેલ્ફીની રીક્વેસ્ટને માન આપે છે.

આ કારણથી મહિલાએ નતાશાને મારવાની ધમકી આપી
આ મહિલા ચાહક કેટલાક કલાકોથી રાહ જોઈ રહી હતી. વરૂણ ધવન પ્રમોશનમાંથી મોડા મોડા અને થાકેલા ઘરે આવ્યા અને આ ચાહક તેને મળવા માટે જીદ કરી રહી હતી. વરૂણ ખૂબ થાકેલા હોવાની તેમને આરામ કરવો હતો પરંતુ તેણીએ પાછા જવાની ના પાડી અને ધમકી આપી કે તે પોતાની જાતને ઈજા પહોંચાડશે. જ્યારે સિક્યુરિટીએ તેને વરૂણ ધવનને મળવાથી રોકી ત્યારે તેણે ધમકી આપી કે તે તેની નતાશા મેડમને નુકસાન પહોંચાડશે."

આ પણ વાંચોઃ વરુણ ધવને કલંકનો પ્લૉટ એક બુક પરથી લેવામાં આવ્યો હોવાની વાતને ફગાવી


મહિલા ચાહકે જીદ ન છોડતા પોલીસને બોલવામાં આવી
વરૂણ ધવન નતાશા દલાલને તે બોલીવુડમાં આવ્યો તે પહેલા જ ડેટ કરી રહ્યો છે. અને એવી અફવા પણ છે કે તેઓ આવતા વર્ષે લગ્ન કરી શકે છે. સૂત્રના જણાવ્યા અનુસાર
, "અમારે આ પછી થોડું ધ્યાન રાખવું પડશે, સામાન્ય રીતે ચાહકો આટલા અગ્રેસિવ નથી થતા. અમે વરૂણને કહ્યું ત્યારે તેમને પણ ચિંતા થઈ. તે કહેતી હતી કે, 'હું નતાશાને મારી નાખીશ'. પોણો કલાક બાદ પણ જ્યારે તેણે પાછા ફરવાની ના પાડી ત્યારે અમારે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવી પડી." આ મામલે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ગત રાત્રિએ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જો કે વરૂણ ધવનનું સ્ટેટમેન્ટ આ મામલે રેકોર્ડ કરવાનું બાકી છે, જે બાદ FIR દાખલ કરવામાં આવશે. અમે જ્યારે વરૂણ ધવનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે આ મામલો કોઈ કમેન્ટ કરવાની ના પાડી, અને તે ચાહકની ઓળખ છતી ન થાય તેવી પણ રીક્વેસ્ટ કરી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK