Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાની નવી ફિલ્મ માટે આ અભિનેતાએ ઘટાડ્યું 13 કિલો વજન, હવે દેખાય છે આવા

પોતાની નવી ફિલ્મ માટે આ અભિનેતાએ ઘટાડ્યું 13 કિલો વજન, હવે દેખાય છે આવા

22 October, 2019 12:37 PM IST | મુંબઈ

પોતાની નવી ફિલ્મ માટે આ અભિનેતાએ ઘટાડ્યું 13 કિલો વજન, હવે દેખાય છે આવા

વિકી કૌશલ

વિકી કૌશલ


ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકથી પોતાની ખાસ ઓળખ બનાવતા વિક્કી કૌશલ હવે અનેક ફિલ્મોમાં નજર આવવાના છે. ખાસ વાત એ છે કે વિકી કૌશલની આગામી ફિલ્મો પણ દેશભક્તિ સાથે જોડાયેલી છે અને વિકી કૌશલ તેના માટે ખાસ તૈયારી પણ કરી રહ્યા છે. હવે તેની એક ફિલ્મ આવવાની છે, જે ક્રાંતિકારી સરદાર ઉધમ સિંહના જીવન પર બની રહી છે. આ ફિલ્મ માટે વિક્કી કૌશલે પોતાનું વજન ઓછું કર્યું છે.

 
 
 
View this post on Instagram

Babaji, mehr bakshyo. ? #SardarUdhamSingh here we go!

A post shared by Vicky Kaushal (@vickykaushal09) onOct 3, 2019 at 9:48pm PDT




વિક્કી કૌશલ, કોઈ પણ ફિલ્મમાં કામ કરતા પહેલા તેના કિરદારમાં સારી રીતે ઘુસી જાય છે અને કિરદારને ન્યાય આપવા માટે મહેનત કરે છે. તેમની આ મહેતનું પરિણામ તેમની ફિલ્મોમાં જોવા મળે છે. આવું જ ફિલ્મ સંજૂ, ઉરી અને મસાનમાં થયું હતું. હવે ફિલ્મ ઉધમ સિંહના કિરદાર માટે તેમણે પોતાનું વજન ઓછું કર્યું છે.

અહેવાલો અનુસાર, વિક્કી કૌશલે ફિલ્મ માટે 13 કિલો વજન ઓછું કર્યું છે અને હાલમાં જ સામે આવેલી તેમના ફોટોમાં સાફ જોવા મળી રહ્યું છે કે તેમણે વજન ઓછું કર્યું છે. વિક્કી કૌશલે ઉધમ સિંહના જવાનીના સમય માટે વજન ઓછું કર્યું છે.


આ પણ જુઓઃ Diwali 2019: આ છે આ વર્ષના દિવાળી ટ્રેન્ડ્સ, તમે પણ કરો ટ્રાય

જણાવી દઈએ કે ઊધમ સિંહની બાયોપિકના સાથે એક્ટર સેમ માનેકશૉની બાયોપિક અને ભૂત પાર્ટ વનઃ ધ હૉન્ટેજ શિપમાં નજર આવશે. જે એક હૉરર ફિલ્મ છે. વિકીને હાલમાં જ ઉરી માટે નેશનલ અવૉર્ડ મળી ચુક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2019 12:37 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK