Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઉરી પછી હવે આ જાબાઝના પાત્રમાં જોવા મળશે વિકી કૌશલ

ઉરી પછી હવે આ જાબાઝના પાત્રમાં જોવા મળશે વિકી કૌશલ

30 April, 2019 03:32 PM IST |

ઉરી પછી હવે આ જાબાઝના પાત્રમાં જોવા મળશે વિકી કૌશલ

વિકી કૌશલ

વિકી કૌશલ


બ્લૉકબસ્ટર ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકના હીરો વિકી કૌશલે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆતમાં જે ઇતિહાસ રચ્યો છે તે કોઈનાથી છૂપાયેલું નથી. તેની બહાદૂરીના કિસ્સાઓ આગળ પણ ચાલતાં રહેશે જ્યારે શૂજિત સરકારની આગામી ફિલ્મમાં સ્વતંત્રતા સેનાની સરદાર ઉધમ સિંહનું પાત્ર ભજવી રહ્યો છે.

વિકીએ ફિલ્મનું શુટીંગ શરૂ કર્યું



મળતી માહિતી મુજબ શુજિત સરકારે આ ફિલ્મની શૂટિંગ શરૂ કરી દીધી છે. શૂટિંગ લોકેશન પરથી વિકી અને શૂજિતની કેટલીક તસવીરો પણ શેર થઇ છે. આ ફિલ્મ આવતાં વર્ષે એટલે કે 2020માં રિલીઝ થશે પણ તેની તારીખ હજી નક્કી નથી.


Vicky Kaushal

રીયલ ઘટના પર બની રહી છે આ ફિલ્મ


આ ફિલ્મ ક્રાંતિકારી ઉધમ સિંહની બાયોપિક છે, જેમણે 1940ના નરસંહારનો બદલો લેવા માટે બ્રિટિશ ભારતમાં પંજાબના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડાયરની હત્યા કરી દીધી હતા. વિકીને કાસ્ટ કરવા બાબતે વાત કરતાં શૂજિત કહે છે કે, "જો તમે વિકીનો ટ્રેક રેકૉર્ડ જોશો તો તે ખૂબ જ બહાદૂરીનું કામ કરી રહ્યો છે અને તેણે ખૂબ જ શાનદાર વિકલ્પની પસંદગી કરી છે. હું એક એવો અભિનેતા ઇચ્છતો હતો, જે ફિલ્મ માટે પોતાનું હ્રદય અને આત્મા આપવા માટે પણ તૈયાર હોય. વિકી એક પંજાબી છોકરો છએ અને મારી ફિલ્મ એક પંજાબી માણસની સ્ટોરી છે. તેથી તે બધી રીતે મારી પસંદ બની ગયો."

આ પણ વાંચો : video : નેહા કક્કડનો નટખટ વીડિયો થયો વાયરલ, જુઓ શું છે વીડિયોમાં

નિર્દેશક શૂજિત સરકાર હંમેશાથી જ વિકી કૌશલની વિશલિસ્ટમાં રહ્યા છે. વિકીનું કહેવું છે કે, "આ એક સચ્ચો અનુભવ છે કારણ કે આ એક સપનાના સાચા થવા જેવું છે કારણકે હું તેમની સાથે કામ કરવા જઇ રહ્યો છું જેમનો હું હંમેશાથી જ મોટો પ્રશંસક રહ્યો છું. શૂજિત સર તેમની સ્ટોરીઝને જેવું મહત્વ આપે છે, તેમનો કેરેક્ટરને જોવાનો દ્રષ્ટિકોણ આ બધાનો જ હું ચાહક છું, આ સિવાય આ મારી માટે પણ મોટું સન્માન છે."

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2019 03:32 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK