Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કમાલની છે આ ધમાલઃ ટોટલ ધમાલનું ટ્રેઈલર રિલીઝ

કમાલની છે આ ધમાલઃ ટોટલ ધમાલનું ટ્રેઈલર રિલીઝ

21 January, 2019 05:27 PM IST |

કમાલની છે આ ધમાલઃ ટોટલ ધમાલનું ટ્રેઈલર રિલીઝ

મોટા પડદે ધમાલ મચાવશે ટોટલ ધમાલ

મોટા પડદે ધમાલ મચાવશે ટોટલ ધમાલ


12 વર્ષ પહેલા આવેલી સુપરહિટ કૉમેડી ફિલ્મ ધમાલના ત્રીજા ભાગનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે ટોટલ ધમાલ થવાની છે. ઈંદ્ર કુમારની કૉમેડી સીરિઝનો ત્રીજા ભાગમાં અજય દેવગણ, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, રીતેશ સહિતના સિતારાઓનો જમાવડો છે.

મોટા પડદે પોતાના અભિનયથી લોકોના દિલો પર રાજ કરનાર જોડી એટલે કે અનિલ કપૂર અને માધુરી દીક્ષિત 17 વર્ષ બાદ મોટા પડદા પર પાછા ફરી રહ્યા છે. ફિલ્મ ટોટલ ધમાલમાં અજય દેવગણ પ્રોડ્યૂસર છે અને લીડ રોલમાં પણ છે. 22 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ફિલ્મને વાઈલ્ડ એડવેંચર કૉમેડી નામ આપવામાં આવ્યું છે. આ રહ્યું ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર.

આ ફિલમમાં અજય દેવગણની એ જ ભૂમિકા છે જે આ પહેલાની ફિલ્મોમાં સંજય દત્તની હતી. અનિલ અને માધુરીની જોડી તો આ ફિલ્મનું ખાસ આકર્ષણ રહેશે. એ સિવાય રિતેશ દેશમુખ, અરશદ વારસી અને જાવેદ જાફરી પણ હશે, જે પહેલા ભાગમાં પણ હશે. અને સાથે જ જૉની લીવર, સંજય મિશ્રા, બમન ઈરાની અને પિતોબાશ પણ છે. આ વખતે 50 કરોડ રૂપિયા માટે તમામ ભાગદોડ છે.

ગયા વર્ષે મુંબઈમાં આ ફિલ્મનું મૂહૂર્ત થયું હતું અને આમિર ખાને ક્લેપ આપ્યું હતું. આ વખતે અનિલ અને માધુરીનો રોમાંસ નહીં પણ કૉમેડી જોવા મળશે. અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડીને 90ના દાયકાની સૌથી ઉમદા જોડીમાંથી એક માનવામાં આવે છે. બંનેએ તેજાબ, પરિંદા, રામ લખન, કિશન કન્હૈયા અને બેટા જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. લગભગ 17 વર્ષ પહેલા અનિલ અને માધુરીની ફિલ્મ 'પુકાર' આવી હતી.

આ પણ વાંચોઃ કપિલ શર્માએ વડા પ્રધાન મોદીની સેન્સ ઑફ હ્યુમરની પ્રશંસા કરી



વર્ષ 2007માં ધમાલ આવી હતી અને બાદલમાં તેની સિક્વલ ડબલ ધમાલ પણ આવી હતી. આ ફિલ્મમાં ક્રિસ્ટલ નામની એક વાંદરી પણ જોવા મળશે, જો કે હૉલીવુડની અનેક ફિલ્મોનો ભાગ પણ રહી છે. ક્રિસ્ટર જાણીતી એનિમલ એક્ટ્રેસ છે. આ પહેલી હિંદી ફિલ્મ હશે જેનો તે હિસ્સો બનશે.


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2019 05:27 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK