Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક્શન સીન્સ-દેશભક્તિથી ભરપૂર 'મણિકર્ણિકા'ના 7 દમદાર ડાયલોગ્સ

એક્શન સીન્સ-દેશભક્તિથી ભરપૂર 'મણિકર્ણિકા'ના 7 દમદાર ડાયલોગ્સ

18 December, 2018 06:26 PM IST |

એક્શન સીન્સ-દેશભક્તિથી ભરપૂર 'મણિકર્ણિકા'ના 7 દમદાર ડાયલોગ્સ

ફિલ્મના એક સીનમાં કાતિલ અંદાજમાં દેખાતી કંગના.

ફિલ્મના એક સીનમાં કાતિલ અંદાજમાં દેખાતી કંગના.


કંગના રણૌટની આગામી ફિલ્મ 'મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી'નું ટ્રેઈલર રીલિઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મને કૃષ અને કંગના રણૌટે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાંથી ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે ડેબ્યુ કરી રહી છે. ફિલ્મ આગામી વર્ષે 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થશે.

 



કંગના ફિલ્મમાં દેખાય છે એકદમ દમદાર અને રોયલ અંદાજમાં. 


 

ટ્રેઇલરમાં દેશભક્તિનો જબરદસ્ત ભાવ છે. એક્શન સીન્સની પણ ભરમાર છે. રાણી લક્ષ્મીબાઈની ભૂમિકામાં કંગનાનો રોયલ અને ટફ અંદાજ પહેલીવાર દર્શકોને જોવા મળશે. કંગનાએ ફિલ્મમાં ઘણા ખતરનાક સ્ટન્ટ સીન્સ કર્યા છે. ફિલ્મના સંવાદો પણ ઘણા દમદાર છે. આવો એક નજર નાખીએ ટ્રેઇલરના બેસ્ટ 7 ડાયલોગ્સ પર.


- ઝાંસીની સત્તાને સંભાળતા કંગના શપથ લેતી વખતે કહે છે, "મૈં લક્ષ્મીબાઈ, પ્રતિજ્ઞા કરતી હૂં. જબ તક મેરે શરીરમેં રક્ત હૈ. મૈં પૂર્ણ નિષ્ઠાસે ઝાંસીકી સેવા કરૂંગી."

 

 આ ફિલ્મ કંગનાએ પોતે ડિરેક્ટ કરી છે. 

 

- અંગ્રેજી હકૂમત લક્ષ્મીબાઈને મહેલ ખાલી કરવાનો આદેશ ફરમાવે છે, જે પછી કંગના કહે છે, "મૈં અપની ઝાંસી નહીં દૂંગી."

- અંગ્રેજો સાથે લડતા કંગના કહે છે, 'હમ લડેંગે તાકિ આનેવાલી પીઢિયાં અપની આઝાદીકા ઉત્સવ મનાયે. હમ લડેંગે ઔર છત્રપતિ શિવાજી મહારાજકે સ્વરાજ કે સપને કો પુનઃજીવિત કરેંગે.'

મહિલા સેનાને સંબોધિત કરતા કંગના કહે છે, "જબ બેટી ઉઠ ખડી હોતી હૈ, તભી વિજય બડી હોતી હૈ."

 

ફિલ્મ આગામી વર્ષે 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થશે. 

 

ફિલ્મમાં અતુલ કુલકર્ણી કંગનાની સેનામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ટ્રેલરમાં તેઓ કંગનાને ચેતવણી આપતા કહે છે, "અંગ્રેજી સત્તા તુમ્હારી મિસાલ બનાના ચાહતી હૈ, લટકાના ચાહતી હૈ, તુમ્હારે કટે હુએ સિરકો ઝાંસીમેં."

- અંગ્રેજી સત્તા સામે લડતી વખતે કંગનાનો દમદાર ડાયલોગ- "મૈં વો મશાલ બનૂંગી જો હર ભારતીય કે અંદર આઝાદી કી ભૂખ બનકર દહેકેગી."

- ઝાંસીને બચાવતી વખતે કંગના કહે છે, "ઝાંસી આપ ભી ચાહતે હૈ ઔર મૈં ભી. ફર્ક સિર્ફ ઇતના હૈ કિ આપકો રાજ કરના હૈ ઔર મુઝે ઇસકી સેવા."

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2018 06:26 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK