Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'તારક મેહતા':8 વર્ષથી કામ કરતાં નટ્ટૂ કાકાને 63ની વયે મળી ઓળખ

'તારક મેહતા':8 વર્ષથી કામ કરતાં નટ્ટૂ કાકાને 63ની વયે મળી ઓળખ

09 August, 2020 04:36 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

'તારક મેહતા':8 વર્ષથી કામ કરતાં નટ્ટૂ કાકાને 63ની વયે મળી ઓળખ

નટ્ટુ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયક

નટ્ટુ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયક


મહારાષ્ટ્ર સરકારે કોરોનાને ધ્યાનમાં રરાખીને 65 વર્ષથી વધારેની વયના કલાકારોના શૂટિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારના આ આદેશને બૉમ્બે હાઇકૉર્ટે રદિયો આપી દીધો. આ અવસરે એક ન્યૂઝ એજન્સીએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં નટ્ટૂ કાકાનું પાત્ર ભજવનાર સિનીયર અભિનેતા ઘનશ્યામ નાયક સાથે વાતચીત કરી.

શું નટ્ટુ કાકાનો આ જુસ્સો અને સ્ફુર્તિ તમારામાં છે?
હું ખૂબ જ ખુશ છું કારણકે આખરે સિનીયર કલાકારોને કામ કરવાની તક મળી જ ગઈ. હું એવા ઘણાં સિનીયર કલાકારોને જાણું છું જેમને છેલ્લા શ્વાસ સુધી કામ કરવાની ઇચ્છા છે. હું પણ તેમનામાંનો જ એક છું. ઘરમાં બેસવાથી કોઇ જ લાભ થતો નથી. હું સંપૂર્ણ રીતે ફિટ છું અને મારી અંતિમ ક્ષણ સુધી કામ કરવા માગું છું. જો મારી તબિયત બરાબર નથી તો ખરેખર જેવી સ્થિતિ છે તે પ્રમાણે મારે ઘરમાંથી બહાર નીકળવું સુરક્ષિત નથી. પણ તબિયત સ્વસ્થ હોય તો અને જો કામ કરવા જવાની પરવાનગી આપવામાં આવે તો યોગ્ય સાવચેતી સાથે શૂટ કરવું ખોટું નથી. અમિતાભ બચ્ચન તો ઉંમરમાં મારાથી પણ મોટા છે, તે કામ કરી શકે છે તો હું કેમ નહીં?



ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને મને શૂટ પર બોલાવવામાં આવ્યો નહોતો..
હું છેલ્લા 5 મહિનાથી ઘરે છું. પહેલા લૉકડાઉને કામ અટકાવ્યું અને પછી 65 વર્ષથી મોટી વયના કલાકારોને શૂટ પર ન જવાની ગાઇડલાઇને... અમારા શૉનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું પણ ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને મને શૂટ પર બોલાવવામાં આવ્યો નહોતો. પણ હવે આખરે પ્રૉડ્યુસર આસિત મોદીએ મને ફોન કર્યો અને કહ્યું કે થોડાંક દિવસોમાં અમે તમારી સાથે શૂટ કરવાનું શરૂ કરી દેશું. તેમના આ શબ્દો સાંભળીને ખૂબ જ આનંદ થયો. જે સમયની આટલા મહિનાથી રાહ જોતા હતા, તે હવે આવી ગયો. મેં આસિતજીને રિક્વેસ્ટ કરી કે મને સેટ પર આવવા પહેલા એક અઠવાડિયાનો સમય આપજો જેથી હું મને તૈયાર કરી શકું. તેમણે મને આશ્વાસન આપ્યું કે મને ઘરથી સેટ અને સેટ પરથી ફરી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી આપશે.


હું માત્ર 'તારક'નો ભાગ બનીને ખુશ છું:
છેલ્લા 13 વર્ષથી મારી જાતને આ શૉમાટે કમિટ કર્યો છે. આ દરમિયાન મને કરણ જોહર અને સંજય લીલા ભણસાલીના પ્રૉડક્શન હાઉસમાંથી પણ કેટલાક નાના રોલ્સ માટે ઑફર આવી જો કે મેં તે કરવાની ના પાડી દીધી. નટ્ટુ કાકાનું પાત્ર ખૂબ જ લોકપ્રિય છે અને જેવી પૉપ્યુલારિટીની તેમને ઝંખના હતી તે આ શૉ દ્વારા મળી ગઈ. હવે 76ની વયે મને અન્ય કોઇ કામ કરવાની જરૂર પણ નથી. હું ફક્ત 'તારક'નો ભાગ બનીને સંતુષ્ટ છું.

જ્યારે 2008માં 'તારક મેહતા' મળી ત્યાર બાદ જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું
મેં 8 વર્ષની ઉંમરથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. 63 વર્ષની વયે મને 'તારક મેહતા' શૉ મળ્યો. આ પહેલા ઘણી મહેનત કરી. મેં પાડોશીઓ પાસેથી પૈસા માગીને પણ ઘરનું ગુજરાન ચલાવ્યું. કેટલાય કલાકો કામ કર્યા ત્યારે જઈને 3 રૂપિયા મળતાં. પણ જ્યારે 2008માં 'તારક મેહતા' શૉ મળ્યો ત્યાર બાદ જીવન એકદમ બદલાઇ ગયું. લગભગ 350 હિન્દી ફિલ્મો અને કેટલીય ગુજરાતી ફિલ્મો કર્યા છતાં મને એ ઓળખ ન મળી જે 'તારક' થકી મળી. હવે હું ઘરબેઠા પણ ખાઇ શકું છું. આ લૉકડાઉનમાં મને આર્થિક તંગીનો અનુભવ નથી થયો.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2020 04:36 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK