Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુહાના પાસેથી ઝીરોના એક ગીતના લિરિક્સ શીખ્યા શાહરુખ

સુહાના પાસેથી ઝીરોના એક ગીતના લિરિક્સ શીખ્યા શાહરુખ

27 December, 2018 03:30 PM IST |

સુહાના પાસેથી ઝીરોના એક ગીતના લિરિક્સ શીખ્યા શાહરુખ

ફિલ્મ ‘ઝીરો’ના સેટ પર શાહરુખ ખાન અને દીકરી સુહાના ખાન

ફિલ્મ ‘ઝીરો’ના સેટ પર શાહરુખ ખાન અને દીકરી સુહાના ખાન


‘ઝીરો’ના ગીત ‘મેરા નામ તૂ...’ના લિરિક્સ શાહરુખ ખાનને તેની દીકરી સુહાના ખાને બરાબર યાદ કરાવડાવ્યા હતા. શાહરુખે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે જેમાં તે તેની દીકરી સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં સુહાનાના હાથમાં એક પેપર દેખાઈ રહ્યું છે જેમાં ગીતના બોલ લખ્યા છે. તેમ જ શાહરુખના હાથમાં મોબાઇલ દેખાઈ રહ્યો છે. તે હેડફોનથી ગીત સાંભળીને ગીતના બોલ યાદ કરી રહ્યો છે જેથી તે સ્ક્રીન પર સારી રીતે લિપ સિન્ક કરી શકે.

ફોટો શૅર કરતાં શાહરુખે લખ્યું હતું કે ‘મેં ‘મેરે નામ તૂ...’ માટે જે પણ મહેનત કરી છે એમાંની આ ખૂબ જ સ્પેશ્યલ રહી છે. મારી દીકરીએ મને સેટ પર ગીતના લિરિક્સ બરાબર યાદ કરાવ્યા હતા. આશા રાખું છું કે આ ગીત જોયા બાદ તેને ગીત પસંદ પડે.’


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2018 03:30 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK