મને કોઈ સારી ઑફર્સ નથી મળી રહી: કોંકણા સેન શર્મા
કોંકણા સેન શર્મા
‘અ મૉન્સૂન ડેટ’માં જોવા મળનારી કોંકણા સેન શર્માનું કહેવું છે કે તેને સારી ઑફર્સ નથી મળી રહી. ઇરોઝ નાઓ પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં કોંકણા ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં જોવા મળી રહી છે. પોતાને મળતી ઑફર્સ વિશે વધુ જણાવતાં કોંકણાએ કહ્યું હતું કે ‘મેં આવો રોલ પહેલાં કદી પણ નથી ભજવ્યો. આ મારા માટે મોટી તક હતી. પાત્રને ખૂબ જ સરસ રીતે ઢાળવામાં આવ્યું છે. એમાં ઘણીબધી બારીકાઈ છે. પાત્રને દિલથી લખવામાં આવ્યું છે. હું લકી છું કે મને આવી ઑફર મળી, કારણ કે મને સારી ઑફર્સ નથી મળી રહી.’
આ પણ વાંચો : જૅકી ચેન દ્વારા મળેલી ગિફ્ટથી ખૂબ ખુશ છે યામી ગૌતમ
ADVERTISEMENT
તેનું એમ પણ કહેવું છે કે તેણે કેટલાક સફળ લોકો સાથે પણ કામ કર્યું છે એનો તેને સંતોષ છે. આ વિશે કોંકણાએ કહ્યું હતું કે ‘સારી ઑફર્સ નથી મળતી એ વાતને લઈને હું નારાજ નથી, કેમ કે હું નસીબદાર છું કે મને કેટલાક સફળ લોકો સાથે કામ કરવાની તક મળી છે. મેં ‘તલવાર’ અને ‘લિપ્સ્ટિક અન્ડર માય બુરખા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ મારી આવનારી ફિલ્મ ‘ડૉલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ છે. મેં ભૂતકાળમાં જે લોકો સાથે કામ કર્યું અને હાલમાં જેમની સાથે કામ કરી રહી છું એનાથી હું ખુશ છું.’